શોધખોળ કરો
Advertisement
દુબઇઃ દાઉદના સાથી છોટા શકીલનો ભાઇ ઝડપાયો, કસ્ટડી લેવાના પ્રયાસમાં ભારત
નવી દિલ્હીઃ અંડરવર્લ્ડ ડોન છોટા શકીલના ભાઇ અનવરને અબુ ધાબી એરપોર્ટ પર કસ્ટમ્સ એન્ડ અબુ ધાબી પોલીસે ધરપકડ કરી છે. અનવર પાસે પાકિસ્તાનનો પાસપોર્ટ છે. ધરપકડ બાદ ભારતીય દૂતાવાસ છોટા શકીલના ભાઇ અનવરને પકડવાના પ્રયાસ કરશે. જ્યારે પાકિસ્તાની દૂતાવાસ પણ તેને પકડવાની કોશિષમાં લાગ્યું છે. પાકિસ્તાને દાવો કર્યો હતો કે, અનવર પાસે પાકિસ્તાની પાસપોર્ટ છે જેને કારણે તેને અમને સોંપવામાં આવે. સ્થાનિક અધિકારીઓનું કહેવુ છે કે અનવર અંગેની જાણકારી મેળવ્યા બાદ તેને પકડી શકાયો છે. અનવર બાબૂ શેખ વિરુદ્ધ અગાઉથી જ રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી છે. અનવર અંગે કહેવામાં આવે છે કે તે આઇએસઆઇ સાથે કામ કરી રહ્યો છે અને ભારત વિરુદ્ધ આતંકી ગતિવિધિઓમાં સામેલ છે.
માફિયા ડોન છોટા શકીલનું અસલી નામ શકીલ બાબૂમિયાં શેખ છે. માફીયા ડોન છોટા શકીલ 1993માં મુંબઇમાં સીરિયલ બોમ્બ વિસ્ફોટનો મુખ્ય આરોપીઓમાંનો એક છે. તેને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનો ખાસ માણસ માનવામાં આવે છે. હથિયારોની તસ્કરી કરવી અને ખંડણી વસૂલવી આ તેના મુખ્ય કામો છે. બોલિવૂડ હસ્તીઓ સાથે પોતાના સંબંધોને લઇને ચર્ચામાં રહે છે. બોલિવૂડની ફિલ્મોમાં તે દાઉદના રૂપિયા લગાવે છે. કહેવામાં આવે છે કે કુખ્યાત ડોન છોટા રાજને છોટા શકીલના ડરથી જ જાતે પોતાની જ ધરપકડ કરાવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion