China Covid Report : તો શું કોરોના શી જિનપિંગની ખુરસી ભરખી જશે? ચીનમાં પણ 'ખેલા હોબે'ના એંધાણ
ભૂતપૂર્વ રાજનેતા દીપક વહોરાએ કહ્યું હતું કે, જ્યારે જ્યારે ચીનમાં સ્થિતિ અત્યંત ખરાબ થાય છે ત્યારે તે તેના બાહ્ય મોરચે કંઈક કરવાનો પ્રયાસ કરે છે અને લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરે છે.
Xi Jinping In Trouble Riots : ચીન કોરોનાનો સૌથી મોટો પીડિત દેશ બન્યો છે. અહીં હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. મોટી સંખ્યામાં લોકો મોતના ખપ્પરમાં હોમાઈ રહ્યાં છે. ચીનમાં દેખાઈ રહેલી આ ડરામણી કોરોના લહેર આખી દુનિયામાં ફફડાટ ફેલાવી રહી છે. ભારત સરકારે સાવચેતીના પગલાના ભાગરૂપે ટેસ્ટિંગ સાથે વેક્સીન લેવાની તાકીદ અને ભાર પણ મુક્યો છે. ત્રણ વર્ષ પહેલા પણ ચીનમાંથી કોરોના નામના વાવાઝોડાની શરૂઆત થઈ હતી. આટલું ઓછું હોય તેમ ચીને 2020માં પહેલા લદ્દાખમાં અને ત્યાર બાદ 9 ડિસેમ્બરે ફરી એકવાર અરુણાચલ પ્રદેશમાં ભારત વિરૂદ્ધ દુસ્સાહસ કર્યું હતું. હવે સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે, શું તે કોરોના જે દેશનો દમ નિકળી રહ્યો છે તે સરહદ પર વાતવરણ કેમ ખરાબ કરી રહ્યો છે? આમ કરવા પાછળ રાષ્ટ્રપતિ શી જિનપિંગની યોજના શું છે? નિષ્ણાતોનું માનવું છે કે ચીનમાં તે સ્થિતિ ખુબ જ ખરાબ છે, જિનપિંગનો પણ ભારે વિરોધ થઈ રહ્યો છે અને ટુંક સમયમાં જ ચીનમાં મોટા પ્રમાણમાં રમખાણો પણ થઈ શકે છે.
ચીનની અજીબ આદત
ભૂતપૂર્વ રાજનેતા દીપક વહોરાએ એક ટીવી ચેનલ પર ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, જ્યારે જ્યારે ચીનમાં સ્થિતિ અત્યંત ખરાબ થાય છે ત્યારે તે તેના બાહ્ય મોરચે કંઈક કરવાનો પ્રયાસ કરે છે અને લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરે છે. ચીનના રાષ્ટ્રપતિને 'ટિંગલિંગ' કહીને તંજ કરતા વહોરાએ કહ્યું હતું કે, ભારતમાં તો નિષ્ણાતો સાથે વાતચીત કરીને વ્યૂહરચના તૈયાર કરવામાં આવે છે પણ ચીનમાં એકથી લઈને 1.4 અબજ સુધી માત્ર જિનપિંગ જ છે. આ જ તેમની સૌથી મોટી નબળાઈ છે. ગયા વર્ષે જ્યારે આપણે કોરોનાથી પીડિત હતા ત્યારે ચીનના મીડિયાએ પોતાના રોકેટની તસવીરો સાથે ભારતમાં અંતિમ સંસ્કારની તસવીરો દર્શાવી હતી. તેમણે કહ્યું હતું કે ચીન ખુબ જ મુશ્કેલીમાં છે.
મૌલાના આઝાદ મેડિકલ કોલેજ દિલ્હીના પ્રોફેસર ડૉ. સુનિલા ગર્ગે કહ્યું હતું કે, ચીન ક્યારેય પારદર્શી નથી થઈ રહ્યું. જ્યારે આપણે એકદમ સુરક્ષીત છીએ. ચીન આજે કોરોનાનો સામનો કરવામાં નિસહાય નજરે પડી રહ્યું છે. જ્યારે આ નવો વેરિયેંટ આવ્યો ત્યારે જ ચીને તમામ પ્રતિબંધો દૂર કરવા પડ્યાં. ચીનની સરખામણીએ કોરોનાનો સમાનો કરવા ભારત સંપૂર્ણ રીતે તૈયાર જણાઈ રહ્યું છે.
ચીન પાસે બે વિકલ્પ - તાઈવાન અથવા ભારત
સંરક્ષણ નિષ્ણાત મેજર જનરલ એકે સિવાચે (નિવૃત્ત) કહ્યું હતું કે, જ્યારે ચીનને આંતરિક પડકાર ઉભા થાય છે ત્યારે તેની પાસે બે જ વિકલ્પ હોય છે. કાં તો તે તાઈવાનમાં કંઈક કરશે કાંતો ભારત સાથેની સરહદ પર ગડબડ કરશે. તાઇવાનમાં તો હાલ કંઈ કરવું મુશ્કેલ હતું, કારણ કે અમેરિકાએ હાલ તાઈવાન પાસે બે એરક્રાફ્ટ કેરિયર ગોઠવી રાખ્યા છે. ભારતે પણ અગાઉથી તૈયારી કરી લીધી હતી. હકીકત એ છે કે, ચીન 9 ડિસેમ્બરે LAC પર યાંગત્ઝેમાં લગભગ 350 સૈનિકોને લાવ્યું હતું જ્યારે સામાન્ય પેટ્રોલિંગની સંખ્યા 15-20 હોય છે. તેમનો ઈરાદો આ પોસ્ટ પર કબજો કરવાનો હતો. આ પોસ્ટ 17 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલી છે અને અહીંથી 9-10 કિમી દૂર ચીનના વિસ્તારમાં આધિપત્ય કરી શકે છે.
કોરોનાથી સ્થિતિ વણસતા ચીન કોઈ મોટી કાર્યવાહી કરી શકે છે? આ અંગે સંરક્ષણ નિષ્ણાત મેજર જનરલ કેકે સિન્હા (નિવૃત્ત)એ કહ્યું હતું કે, ચીને સરહદી કાયદામાં ફેરફાર કર્યો છે તેને સમજવો પડશે. જો ચીન વિશ્વમાં કંઈક કરશે તો તે ભારત સાથે જ કરી શકે છે. તાઇવાન તેનું જ છે અમે માનીને જ ચાલો.
લોકો જિનપિંગથી ભારોભાર નારાજ
પૂર્વ રાજદ્વારી એસ.ડી.મુનીનું કહેવું છે કે, ચીન પોતાના લોકો માટે ક્યારેય દુઃખી નથી. તે 1950 થી જ બેવડી નીતિ ધરાવે છે. એક તરફ તે ભારત સાથે વાટાઘાટો કરવા માંગે છે, વેપારનો ફાયદો ઉઠાવવા માંગે છે, ભારતની મદદથી પોતાની વિશ્વસનીયતા વધારવા માંગે છે અને બીજી તરફ સરહદ પર દુસ્સાહસ પણ કરે છે. તવાંગ અને ગલવાનમાં જે બન્યું તે નવી વાત નથી. તે દરેક દાયકામાં આવું કરી રહ્યો છે. ચીનની હાલત, તેની અર્થવ્યવસ્થા ખરાબ છે. પાર્ટીમાં કેટલાક એવો પણ વર્ગ છે જે શી જિનપિંગથી ભારોભાર નારાજ છે. શીએ છેલ્લી મીટિંગમાં જે રીતે તેમના ભૂતપૂર્વ નેતાને હટાવવાનો પ્રયાસ કર્યો હતો તેનાથી લોકો નારાજ છે. એમાં કોઈ શંકા નથી કે પાર્ટીના કેટલાક લોકો તેમને સમર્થન આપે છે કારણ કે તેઓ શીથી નારાજ છે. શીની નીતિઓ નિષ્ફળ સાબિત થઈ રહી છે.
જ્યારે એક્સપર્ટને પૂછવામાં આવ્યું કે શું કોરોનાને કારણે જિનપિંગની ખુરશી જશે? દીપક વોહરાએ કહ્યું હતું કે, તેમને લાગે છે કે ચીનમાં એક મોટા પાયે રમખાણો થઈ શકે છે. તેઓએ સરહદી કાયદામાં ચોક્કસ ફેરફાર કર્યો છે કારણ કે, ચીન ચારે બાજુથી ભારે મુશ્કેલીમાં ફસાયું છે.