China infection: ચીનમાં વધુ એક ખતરનાક વાયરસથી હૉસ્પીટલો દર્દીઓથી ઉભરાઇ, WHOએ આપી હવે આ ચેતાવણી
ફરી એકવાર દુનિયામાં ભયનો માહોલ છવાયો છે, ચીનમાં ફરી એકવાર મોટા અને ખતરનાક વાયરસે બધાને ચિંતાને મુકી દીધા છે
Viral Disease spreading In China : ફરી એકવાર દુનિયામાં ભયનો માહોલ છવાયો છે, ચીનમાં ફરી એકવાર મોટા અને ખતરનાક વાયરસે બધાને ચિંતાને મુકી દીધા છે. દુનિયાભરના લાખો લોકોનો ભોગ લેનાર જીવલેણ કોરોના મહામારીની શરૂઆત ચીનથી થઈ હતી. હવે આવો જ બીજો રહસ્યમય રોગ ત્યાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. કારણ કે તેના લક્ષણો કૉવિડ ચેપ જેવા જ છે, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ પણ આ બાબતે રિપોર્ટ લીધો છે.
શાંઘાઈમાં માતા-પિતાએ જણાવ્યું હતું કે તેઓ રોગના નવા તરંગ વિશે ખૂબ ચિંતિત નથી. કૉવિડનો સામનો કર્યા પછી આપણે જે પરિસ્થિતિનો સામનો કર્યો છે તેના કરતાં આ વધુ ગંભીર નથી લાગતું. તેઓ આશા રાખે છે કે તે ટૂંક સમયમાં સમાપ્ત થશે.
શું કહેવુ છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું -
આ નવા ચેપ પર ચીનનો પ્રતિસાદ મળ્યા પછી WHOએ હાલમાં કહ્યું છે કે ચીનમાં શ્વસન સંબંધી રોગોના તાજેતરના કેસ માયકૉપ્લાઝમા ન્યૂમૉનિયા જેવા જાણીતા વાયરસના ચેપથી સંબંધિત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને એમ પણ કહ્યું છે કે કૉવિડ પ્રતિબંધો હટાવ્યા બાદ તેનો ફેલાવો વધ્યો છે. આ એક સામાન્ય બેક્ટેરિયલ ચેપ છે, જે સામાન્ય રીતે બાળકોને અસર કરે છે અને આ વર્ષે મે મહિનાથી બેઇજિંગ અને લિયાઓનિંગ પ્રાંતમાં ફેલાઈ રહ્યો છે.
ચીનને વધુ સતર્કતા રાખવાના કર્યા નિર્દેશ
ચીનની હૉસ્પિટલોમાં શ્વાસની સમસ્યાનો સામનો કરી રહેલા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આ પછી બેઇજિંગે શુક્રવારે (24 નવેમ્બર) શાળાઓ અને હોસ્પિટલોમાં તકેદારી રાખવાનો નિર્દેશ આપ્યો છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં કોવિડ પ્રતિબંધો હટાવ્યા બાદ હવે દેશમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. આ સાથે, બેઇજિંગ અને લિયાઓનિંગ પ્રાંત જેવા ઉત્તરીય વિસ્તારોમાં શ્વસન રોગોના દર્દીઓની સંખ્યામાં મોટા પાયે વધારો થયો છે, જેના કારણે ચિંતા વધી રહી છે. બાળકો આ રોગથી સૌથી વધુ અસરગ્રસ્ત છે, જ્યારે વૃદ્ધો બીજા નંબરે છે. તેના લક્ષણો કોરોના જેવા જ હોવાથી સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે પરંતુ કોવિડ વાયરસના નવા પ્રકારની પુષ્ટિ થઈ નથી, જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
ચીનના અધિકારીઓએ કહ્યું- કંઇપણ અસામાન્ય નથી
વધતા સંક્રમણને લઈને ચીનના અધિકારીઓએ સ્વાસ્થ્ય સલાહ જારી કરીને લોકોને ભીડવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા કહ્યું છે. મેલબોર્ન સ્કૂલ ઓફ હેલ્થ સાયન્સના વડા બ્રુસ થૉમ્પસને જણાવ્યું હતું કે પ્રારંભિક ડેટા દર્શાવે છે કે ત્યાં કંઈપણ અસામાન્ય નથી. થોમ્પસને કહ્યું, 'સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. "કોવિડનો આ નવો પ્રકાર હોઈ શકે છે તે દર્શાવવા માટે કંઈ મળ્યું નથી."