શોધખોળ કરો
Advertisement
ચીનમાં કોરોનાની રી-એન્ટ્રી, એક જ દિવસમાં 46 નવા કેસ નોંધાયા
શુક્રવારે 46 નવા કેસની પુષ્ટી થઇ છે. જેમાંથી 42 કેસ બહારથી આવ્યા છે જ્યારે ચાર કેસ ચીનના છે. જેમાંથી ત્રણ ગુઆંગદોંગ હતા જ્યારે એક કેસ હોલનજિયાંગનો છે.
નવી દિલ્હીઃ ચીનમાં કોરોના વાયરસના એક જ દિવસમાં 46 નવા કેસ નોંધાયા છે. તે સિવાય અહી કોરોનાના કારણે વધુ ત્રણના મોત થયા હતા. આ સાથે ચીનમાં કોરોના વાયરસથી મરનારાઓની સંખ્યા 3339 થઇ ગઇ છે. ચીનના નેશનલ હેલ્થ કમિશને કહ્યુ કે, શુક્રવારે ચીનમાં 1183 કેસ એવા હતા જે બહારથી આવ્યા હતા. જેમાંથી 449 લોકોને સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી જ્યારે 734 લોકોની સારવાર ચાલી રહી છે. જેમાંથી 37 લોકોની હાલત ગંભીર છે.
આ આંકડા સાથે ચીનમાં કોરોના કેસની સંખ્યા 81953 પહોંચી ગઇ છે. જેમાંથી 1083 દર્દી સામેલ છે જેમની હાલમાં સારવાર ચાલી રહી છે. એટલે કે 77525 લોકો સારવાર બાદ સ્વસ્થ થઇ ગયા છે. જ્યારે ચીનમાં અત્યાર સુધીમાં બીમારીથી 3339 લોકોના મોત થયા છે.
શુક્રવારે 46 નવા કેસની પુષ્ટી થઇ છે. જેમાંથી 42 કેસ બહારથી આવ્યા છે જ્યારે ચાર કેસ ચીનના છે. જેમાંથી ત્રણ ગુઆંગદોંગ હતા જ્યારે એક કેસ હોલનજિયાંગનો છે. ચીનમાં કોરોના વાયરસનું કેન્દ્ર બનેલા હુબઇ પ્રાન્તમાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે આઠ કેસ બહારથી આવ્યા છે.
ચીનના નેશનલ હેલ્થ કમીશન મુજબ અહી 1092 કેસ એવા છે જેમનામાં કોરોનાના વાયરસ તો મળ્યા છે પરંતુ તેમનામાં આ બીમારીના કોઇ લક્ષણો દેખાતા નથી. જેમાં અન્ય દેશમાંથી આવેલા 338 લોકો પણ સામેલ છે. આ તમામ લોકો મેડિકલ ઓર્બ્ઝર્વેશનમાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement