શોધખોળ કરો

ઈમરાન ખાને પોતાની સરખામણી મહાત્મા ગાંધી સાથે કરતાં કહ્યું- હું મહાત્મા ગાંધીના પગલે ચાલી રહ્યો છું...

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાને કહ્યું છે કે તેઓ અને તેમની પાર્ટી મોટી સંખ્યામાં ધરપકડો અને આરોપો છતાં પાકિસ્તાનની આગામી ચૂંટણી જીતવા માટે સક્ષમ છે.

Imran Khan Pakistan Elections: ઈમરાન ખાને એક ઈન્ટરવ્યુમાં આરોપ લગાવ્યો હતો કે પાકિસ્તાન સરકાર તેમને જેલમાં ધકેલીને ચૂંટણી લડવાનો પ્રયાસ કરી રહી છે કારણ કે જો તેઓ બહાર રહેશે તો  તેમની પાર્ટી વધુ મજબૂત બનશે. ઈમરાને દાવો કર્યો હતો કે પીટીઆઈ આજે પણ ચૂંટણી જીતવા સક્ષમ છે.

ઈમરાન ખાને પોતાની સરખામણી મહાત્મા ગાંધી સાથે કરી

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાને કહ્યું છે કે તેઓ અને તેમની પાર્ટી મોટી સંખ્યામાં ધરપકડો અને આરોપો છતાં પાકિસ્તાનની આગામી ચૂંટણી જીતવા માટે સક્ષમ છે. ઈન્ટરનેશનલ મેગેઝિન 'ધ ઈન્ડિપેન્ડન્ટ'ને આપેલા ઈન્ટરવ્યુમાં ઈમરાને પોતાની સરખામણી નેલ્સન મંડેલા અને મહાત્મા ગાંધી જેવા ઈતિહાસના મહાન નેતાઓ સાથે કરી હતી. પાકિસ્તાનમાં 9 મેની હિંસાના સંબંધમાં અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં પીટીઆઈ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે. ઈમરાન ખાન પોતે સેંકડો આરોપોનો સામનો કરી રહ્યા છે અને તેમને દરરોજ કોર્ટમાં હાજર થવું પડે છે.

હું મહાત્મા ગાંધીના પગલે ચાલી રહ્યો છું: ઈમરાન ખાન 

ઈન્ટરવ્યુમાં ઈમરાને કહ્યું, 'મને ખબર છે કે તેઓ મને ફરીથી જેલમાં નાખશે. તેમાં બિલકુલ સમય લાગશે નહીં કારણ કે તેમને ડર છે કે જો હું બહાર રહીશ તો મારી પાર્ટી ખૂબ જ મજબૂત બની જશે. તેથી જ અમને જેલમાં નાખીને ચૂંટણી લડવાથી રોકવાના અનેક પ્રયાસો થઈ રહ્યા છે. ઇમરાને કહ્યું, "તેઓ જેટલા અમને દબાવવાનો પ્રયાસ કરશે, પીટીઆઈને તેટલું જ સમર્થન મળશે." તેમણે કહ્યું કે તેમનો કોઈ સ્વાર્થ નથી અને તેઓ નેલ્સન મંડેલા, મહાત્મા ગાંધી અને મોહમ્મદ અલી ઝીણા જેવા નેતાઓના પગલે ચાલશે.

ગાંધીજી અને મંડેલા સાથે સરખામણી

ઈમરાન ખાને કહ્યું, 'હું રાજનીતિમાં કરિયર બનાવવા નથી આવ્યો. હું કોઈને રાજનીતિમાં કારકિર્દી બનાવવાની સલાહ આપતો નથી. રાજકારણ એ સૌથી ખરાબ કારકિર્દી છે. રાજકારણનો એક હેતુ હોય છે. નેલ્સન મંડેલા, મહાત્મા ગાંધી, ઝીણા જેવા લોકો આઝાદી માટે લડ્યા. તે નિઃસ્વાર્થ સેવક છે. તેથી જ તેઓ મને પ્રેરણા આપે છે. તેઓને ક્યારેય સત્તા જોઈતી નહોતી. તેઓ એક ધ્યેય માટે લડ્યા. ઈમરાને વિશ્વાસ વ્યક્ત કર્યો કે જ્યારે પણ ચૂંટણી આવશે ત્યારે પીટીઆઈ જીતશે.

ઈમરાન વિરુદ્ધ 170 કેસ દાખલ

વર્તમાન શહેબાઝ સરકારે ગયા વર્ષે સત્તામાંથી બહાર થયા બાદ ઈમરાન વિરુદ્ધ અનેક કેસ નોંધ્યા છે. ભ્રષ્ટાચાર, હત્યા, હુમલો, રાજદ્રોહ અને આતંકવાદના મામલામાં PTI ચીફ વિરુદ્ધ લગભગ 170 કેસ નોંધાયેલા છે. જો કે, ઈમરાનની પાર્ટી આરોપ લગાવી રહી છે કે આ તમામ રાજકીય રીતે પ્રેરિત છે અને આ આરોપો માત્ર ઈમરાનને સત્તામાં પાછા આવતા રોકવા માટે લગાવવામાં આવી રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'માફી માંગીએ છીએ કે તમને...', WhatsApp, Facebook, Instagram ડાઉન થવા પર Metaએ શું કહ્યું?
'માફી માંગીએ છીએ કે તમને...', WhatsApp, Facebook, Instagram ડાઉન થવા પર Metaએ શું કહ્યું?
7th Pay Commission: નવા વર્ષે વધશે પગાર, કર્મચારીઓ અને પેન્શનરોને મળશે DAમાં વધારાનો ફાયદો
7th Pay Commission: નવા વર્ષે વધશે પગાર, કર્મચારીઓ અને પેન્શનરોને મળશે DAમાં વધારાનો ફાયદો
FIFA World Cup : સાઉદી અરેબિયામાં યોજાશે ફૂટબોલનો મહાકુંભ, મળી ફિફા વર્લ્ડકપની યજમાની
FIFA World Cup : સાઉદી અરેબિયામાં યોજાશે ફૂટબોલનો મહાકુંભ, મળી ફિફા વર્લ્ડકપની યજમાની
Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો
Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ રઝળ્યા રત્નકલાકાર?Hun To Bolish : હું તો બોલીશ : કયા કારણે લાંબી લાઈન?Surat News: સુરતમાં સરેઆમ દીકરીઓની છેડતી કરનાર નરાધમની ધરપકડHarsh Sanghavi: ગુજરાતમાં ગૌહત્યાના આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં સરકાર કટિબદ્ધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'માફી માંગીએ છીએ કે તમને...', WhatsApp, Facebook, Instagram ડાઉન થવા પર Metaએ શું કહ્યું?
'માફી માંગીએ છીએ કે તમને...', WhatsApp, Facebook, Instagram ડાઉન થવા પર Metaએ શું કહ્યું?
7th Pay Commission: નવા વર્ષે વધશે પગાર, કર્મચારીઓ અને પેન્શનરોને મળશે DAમાં વધારાનો ફાયદો
7th Pay Commission: નવા વર્ષે વધશે પગાર, કર્મચારીઓ અને પેન્શનરોને મળશે DAમાં વધારાનો ફાયદો
FIFA World Cup : સાઉદી અરેબિયામાં યોજાશે ફૂટબોલનો મહાકુંભ, મળી ફિફા વર્લ્ડકપની યજમાની
FIFA World Cup : સાઉદી અરેબિયામાં યોજાશે ફૂટબોલનો મહાકુંભ, મળી ફિફા વર્લ્ડકપની યજમાની
Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો
Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો
દિલ્હીમાં ઠંડીનો 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, આગામી બે દિવસ માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું 
દિલ્હીમાં ઠંડીનો 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, આગામી બે દિવસ માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું 
EPFO Scheme: ATM માંથી નિકળશે PF ના પૈસા, સરકારે જણાવ્યું ક્યારે મળશે આ સુવિધા
EPFO Scheme: ATM માંથી નિકળશે PF ના પૈસા, સરકારે જણાવ્યું ક્યારે મળશે આ સુવિધા
ચેમ્પિયન્સ ટ્રોફી વિવાદમાં નવો વળાંક, ODIને બદલે T20 ફોર્મેટમાં થઈ શકે છે  ટૂર્નામેન્ટ  
ચેમ્પિયન્સ ટ્રોફી વિવાદમાં નવો વળાંક, ODIને બદલે T20 ફોર્મેટમાં થઈ શકે છે  ટૂર્નામેન્ટ  
Disease X: સમગ્ર વિશ્વ માટે ખતરો નવી મહામારી Disease X, WHO એ આપી હતી ચેતવણી, જાણી કઈ રીતે બચશો 
Disease X: સમગ્ર વિશ્વ માટે ખતરો નવી મહામારી Disease X, WHO એ આપી હતી ચેતવણી, જાણી કઈ રીતે બચશો 
Embed widget