શોધખોળ કરો

રશિયામાં કોન્ડોમના વેચાણમાં 170 ટકાનો મોટો ઉછાળો આવ્યો, જાણો કારણ

રશિયાની સૌથી મોટી ઓનલાઈન રિટેલ કંપની વાઈલ્ડબેરીએ નોંધ્યું છે કે, ગયા વર્ષની સરખામણીમાં માર્ચના પ્રથમ બે સપ્તાહમાં કોન્ડોમના વેચાણમાં 170 ટકાનો ઉછાળો આવ્યો છે.

રશિયાએ યુક્રેન પર કરેલા યુદ્ધના કારણે પશ્ચિમી દેશોએ રશિયા પર આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે. આ પ્રતિબંધોના કારણે હાલ રશિયામાં કોન્ડોમની માંગમાં મોટો વધારો થયો છે અને કોન્ડોમની અછત સર્જાવાની આશંકા વચ્ચે કોન્ડોમની માંગ વધતાં કોન્ડોમના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. આ સ્થિતિ સર્જાવાનું કારણ એટલા માટે આશ્ચર્યજનક છે કારણ કે કોન્ડોમ બનાવતી બ્રિટિશ કંપનીઓ રેકિટ, ડ્યુરેક્સે રશિયામાં પોતાનો વ્યાપાર બંધ નથી કર્યો. રશિયાની સૌથી મોટી ઓનલાઈન રિટેલ કંપની વાઈલ્ડબેરીએ નોંધ્યું છે કે, ગયા વર્ષની સરખામણીમાં માર્ચના પ્રથમ બે સપ્તાહમાં કોન્ડોમના વેચાણમાં 170 ટકાનો ઉછાળો આવ્યો છે.

રશિયામાં કોન્ડોમની માંગમાં આવેલા અચાનક ઉછાળા અંગે દેશની મુખ્ય ફાર્મસી ચેઇન 36.6 ના વેચાણમાં 26 ટકાનો વધારો નોંધાયો છે. એક વર્ષ અગાઉની સરખામણીમાં કોન્ડોમની ખરીદીના ભાવમાં પણ 32 ટકાનો વધારો થયો છે. તો સુપરમાર્કેટના વેચાણમાં પણ 30 ટકાનો વધારો નોંધાયો છે. 

એકંદરે, એક વર્ષ અગાઉની સરખામણીમાં કેમિસ્ટ કોન્ડોમની ખરીદીના મૂલ્યમાં 32 ટકાનો વધારો થયો છે  અને સુપરમાર્કેટોએ જણાવ્યું હતું કે તેમના વેચાણમાં 30 ટકાનો વધારો થયો છે, RBCએ અહેવાલ આપ્યો છે.

પ્રેઝર્વેટિવનાયા સેક્સ શોપના સહ-માલિક યેસેનિયા શામોનિનાએ કહ્યું,  "અમે ભાવ વધારવાની ફરજ પડી હોવા છતાં, લોકો ભવિષ્ય માટે ખરીદી કરી રહ્યા છે." તેમણે જણાવ્યું હતું કે બ્રાન્ડના આધારે ઉપભોક્તા માટેના ખર્ચમાં 50 ટકા સુધીનો વધારો થયો હતો. 

મુખ્ય પશ્ચિમી ચલણોના મુકાલબે  રશિયન રૂબલના ડૂબતા મૂલ્યને કારણે આઉટલેટને ભાવ વધારો કરવાની ફરજ પાડવામાં આવે છે. આ યુક્રેન પર આક્રમણ શરૂ કર્યા બાદ વ્લાદિમીર પુતિનની અર્થવ્યવસ્થામાં વિશ્વાસના પતનના કારણે થયું હતું. 

ઉદ્યોગના એક સૂત્રએ જણાવ્યું હતું કે લેટેક્સ એવા દેશોમાંથી આવે છે જેઓ પ્રતિબંધો લાગુ નથી કરી રહ્યા,  તેઓએ પશ્ચિમી ચલણમાં ખરીદવું જોઈએ જે હવે વધારે મોંઘા છે. કોન્ડોમને લઈ  એટલી ભીડ હતી કે  પુતિનના ઉદ્યોગ અને વેપાર મંત્રાલયને  એ વાતથી ઇનકાર કરવાની ફરજ પડી કે લાંબાગાળે સમસ્યા થશે.

અધિકારીઓએ ભાર દઈને કહ્યું કે, આ ઉત્પાદનની અછતની કોઈ ભવિષ્યવાણી નથી કરવામાં આવી. 

"સૌથી મોટા ઉત્પાદક દેશો - થાઈલેન્ડ, ભારત, દક્ષિણ કોરિયા અને ચીને  રશિયન ફેડરેશનને ઉત્પાદનોની ડિલિવરી બંધ કરી નથી."  પરંપરાગત રીતે, રશિયા દર વર્ષે 600 મિલિયન કોન્ડોમની આયાત કરે છે અને 100 મિલિયનનું ઉત્પાદન કરે છે.  રેકિટ રશિયામાં લગભગ 1,300 લોકોને રોજગારી આપે છે અને આ માર્કેટમાં વાર્ષિક £400 મિલિયનની કમાણી કરે છે.

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "જેમ જેમ પરિસ્થિતિ બરાબર થઈ રહી છે, તેમ તેમ અમે પગલાં લેવાનું અને જવાબ આપવાનું ચાલુ રાખીશું, હંમેશા અમારા કર્મચારીઓની સંભાળની યોગ્ય ફરજ સાથે કામ કરીશું."

સેક્સોલોજિસ્ટ યેવજેની કાલગાવચુકે રશિયનોને વિનંતી કરી કે તેઓ પ્રતિબંધો લાદતા પશ્ચિમી બજારોમાં બનેલા કોન્ડોમને બદલે “મૈત્રીપૂર્ણ દેશો”માંથી “સારા કોન્ડોમ”નો ઉપયોગ કરે.

બિઝનેસ એક્સપર્ટ પાવેલ સ્પિચાકોવે કહ્યું કે રશિયામાં કોન્ડોમ માર્કેટનો 95 ટકા હિસ્સો વિદેશી કંપનીઓ પાસે છે. તેમણે કહ્યું, "એક અંગ્રેજી કંપની રેકિટ, જે ડ્યુરેક્સ, કોન્ટેક્ષ, હુસાર અને અન્ય બ્રાન્ડ્સનું ઉત્પાદન કરે છે, તેનો 60 ટકાથી વધુ હિસ્સો છે," 

તેમણે અન્ય પશ્ચિમી કંપનીઓ દ્વારા રશિયાના વોકઆઉટ છતાં રેકિટને જાવાની કોઈ અપેક્ષા નહોતી.  તેમણે કહ્યું,  "એવી કોઈ આશા નથી કે કંપની સ્વેચ્છાએ રશિયન બજાર છોડી દેશે."  પરંતુ જો તેમને બળજબરીથી બહાર કાઢવામાં આવે તો રશિયા તેના પોતાના ઉત્પાદનને વેગ આપી શકે છે, એમ તેમણે જણાવ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

ભાજપના ગઢ રાજકોટમાં AAP નું શક્તિપ્રદર્શન: વિજય યાત્રામાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું – ‘મારી જીતથી આખું ગુજરાત રાજી થયું છે...’
ભાજપના ગઢ રાજકોટમાં AAP નું શક્તિપ્રદર્શન: વિજય યાત્રામાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું – ‘મારી જીતથી આખું ગુજરાત રાજી થયું છે...’
ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન: 'હું અને રાજ ઠાકરે મળીને મહારાષ્ટ્રની સત્તા પર....'
ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન: 'હું અને રાજ ઠાકરે મળીને મહારાષ્ટ્રની સત્તા પર....'
નીરવ મોદીનો ભાઈ નેહલ મોદી અમેરિકામાં ઝડપાયો: PNB કૌભાંડમાં સંડોવાયેલા નેહલને ભારત લાવવાની કવાયત તેજ
નીરવ મોદીનો ભાઈ નેહલ મોદી અમેરિકામાં ઝડપાયો: PNB કૌભાંડમાં સંડોવાયેલા નેહલને ભારત લાવવાની કવાયત તેજ
સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગમાં ઠાકરે બ્રધર્સ, ઉદ્ધવ સાથે આવવા પર રાજ ઠાકરેએ કરી મોટી વાત
સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગમાં ઠાકરે બ્રધર્સ, ઉદ્ધવ સાથે આવવા પર રાજ ઠાકરેએ કરી મોટી વાત
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરથી મળશે મુક્તિ ?
Hun To Bolish : હું તો બોલીશ : મજબૂરીનો મરાઠીવાદ ?
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ બેગ તો મૂકી પણ રમીશું ક્યાં?
Surat news : સુરતમાં ખાડીપુરના કાયમી ઉકેલ માટે સી.આર.પાટીલની અધ્યક્ષતામાં મળી મહત્વની બેઠક.
Gujarat Rain Forecast : રાજ્ય પર 3 વરસાદી સિસ્ટમ સક્રિય, સાત દિવસ ધોધમાર વરસાદની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપના ગઢ રાજકોટમાં AAP નું શક્તિપ્રદર્શન: વિજય યાત્રામાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું – ‘મારી જીતથી આખું ગુજરાત રાજી થયું છે...’
ભાજપના ગઢ રાજકોટમાં AAP નું શક્તિપ્રદર્શન: વિજય યાત્રામાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું – ‘મારી જીતથી આખું ગુજરાત રાજી થયું છે...’
ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન: 'હું અને રાજ ઠાકરે મળીને મહારાષ્ટ્રની સત્તા પર....'
ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન: 'હું અને રાજ ઠાકરે મળીને મહારાષ્ટ્રની સત્તા પર....'
નીરવ મોદીનો ભાઈ નેહલ મોદી અમેરિકામાં ઝડપાયો: PNB કૌભાંડમાં સંડોવાયેલા નેહલને ભારત લાવવાની કવાયત તેજ
નીરવ મોદીનો ભાઈ નેહલ મોદી અમેરિકામાં ઝડપાયો: PNB કૌભાંડમાં સંડોવાયેલા નેહલને ભારત લાવવાની કવાયત તેજ
સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગમાં ઠાકરે બ્રધર્સ, ઉદ્ધવ સાથે આવવા પર રાજ ઠાકરેએ કરી મોટી વાત
સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગમાં ઠાકરે બ્રધર્સ, ઉદ્ધવ સાથે આવવા પર રાજ ઠાકરેએ કરી મોટી વાત
Ambalal Patel: અંબાલાલ પટેલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને લઈ કરી આગાહી 
Ambalal Patel: અંબાલાલ પટેલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને લઈ કરી આગાહી 
Gujarat Rain: આજે આ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી
Gujarat Rain: આજે આ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી
‘મહારાષ્ટ્રમાં ભરત મિલાપ’,20 વર્ષ બાદ સાથે આવેલા ઠાકરે ભાઈઓનો હુંકાર,'બાળાસાહેબ જે ન કરી શક્યા, તે ફડણવીસે કરી બતાવ્યું...',
‘મહારાષ્ટ્રમાં ભરત મિલાપ’,20 વર્ષ બાદ સાથે આવેલા ઠાકરે ભાઈઓનો હુંકાર,'બાળાસાહેબ જે ન કરી શક્યા, તે ફડણવીસે કરી બતાવ્યું...',
ઈન્કમટેક્સ વિભાગે લોન્ચ કર્યું TAXASSIST, ITR ફાઇલ કરવામાં કરશે મદદ, જાણો કેવી રીતે?
ઈન્કમટેક્સ વિભાગે લોન્ચ કર્યું TAXASSIST, ITR ફાઇલ કરવામાં કરશે મદદ, જાણો કેવી રીતે?
Embed widget