શોધખોળ કરો
Advertisement
Corona Update: સમગ્ર વિશ્વમાં 13 લાખથી વધુ કેસ નોંધાયા, 74 હજાર જેટલાના નિપજ્યાં મોત, જાણો કયા દેશમાં કેવી છે સ્થિતિ
સમગ્ર વિશ્વમાં કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે 13.5 લાખથી વધુ કેસ નોંધાયા બાદ પણ ઘણાં દેશોમાં તે ઝડપથી ફેલાઈ રહ્યો છે.
સમગ્ર વિશ્વમાં કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે 13.5 લાખથી વધુ કેસ નોંધાયા બાદ પણ ઘણાં દેશોમાં તે ઝડપથી ફેલાઈ રહ્યો છે. સમગ્ર દુનિયામાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં 74 હજાર 697 લોકોનાં મોત નિપજ્યાં છે. સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ચેપગ્રસ્ત દર્દીઓ અમેરિકામાં છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 10 હજાર 871 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે ઇટલીમાં ચેપના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
અમેરિકાના સર્જન જનરલે કોરોના રોગચાળાને બીજા વિશ્વ યુદ્ધમાં થયેલા પર્લ હાર્બર હુમલા સમાન ગણાવ્યો છે. તેમણે કહ્યું છે કે, આ અઠવાડિયામાં અમેરિકામાં કોરોનાથી થતાં મૃત્યુની સંખ્યામાં વધુ વધારો થાય તેવી સંભાવના છે. આવી સ્થિતિમાં દેશ પર્લ હાર્બરના બીજા હુમલો જેવી સ્થિતિ માટે તૈયાર રહે. અમેરિકા પછી સ્પેન, ઇટલી અને જર્મનીમાં સૌથી વધુ મોત નિપજ્યાં છે. દેશમાં કોવિડ -19 ચેપના કુલ કેસની સંખ્યા વધીને 3 લાખ 67 હજાર થઈ ગઈ છે, જેમાંથી 10871 લોકોનાં મોત નીપજ્યાં છે.
ઈટલીમાં સોમવારે કોરોના વાયરસથી 636 લોકોનાં મોત નીપજ્યાં છે. 27 માર્ચે દેશમાં એક જ દિવસમાં સૌથી વધુ 969 લોકો મોત નિપજ્યાં હતાં. ત્યારબાદ 9 દિવસમાંથી પાંચ દિવસમાં મૃત્યુઆંકમાં ઘટાડો થયો છે. દેશમાં કોરોના વાયરસને કારણે પ્રથમ મૃત્યુ 20 ફેબ્રુઆરીએ થયું હતું. જોકે કોવિડ -19નો કેર હજુ પણ યથાવત છે અને ઈટલીમાં મૃત્યુનો સત્તાવાર આંકડો અન્ય દેશની તુલનામાં સૌથી વધુ 16,523 છે. દેશમાં કોરોનાથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા 1 લાખ 32 હજાર 547 છે.
સ્પેનમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 136,676 કેસ નોંધાયા છે જેમાં 13,341 લોકોનાં મોત નીપજ્યાં છે. સ્પેનની મોટા ભાગની હોસ્પિટલ હાઉસફૂલ જોવા મળી રહી છે. કોરોનાને કારણે લોકો ગભરાઈ ગયા છે.
બ્રિટનમાં કોરોનાને કારણે પાંચ હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. સોમવારે જાહેર થયેલા સત્તાવાર આંકડામાં આ બીમારીથી વધુ 439 લોકોનાં મોત નિપજ્યાં હોવાનું જણાવ્યું છે. આરોગ્ય મંત્રાલયે એક ટ્વિટમાં કહ્યું હતું કે, 5 એપ્રિલે સાંજે 5 વાગ્યા સુધીમાં યુકેમાં કોરોના વાયરસથી સંક્રમિત થયા પછી 5,373 લોકો હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા છે.
સોમવારે ફ્રાન્સે જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં હોસ્પિટલોમાં કોરોનાને કારણે 833 લોકો મોત નિપજ્યાં છે. રોગચાળો શરૂ થયો ત્યારથી એક જ દિવસમાં આ સૌથી વધુ સંખ્યા છે. ફ્રાન્સમાં કોરોના વાયરસ રોગચાળામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા વધીને 8,911 થઈ ગઈ છે.
જર્મનીમાં કોવિડ -19 ચેપના કુલ કેસોની સંખ્યા વધીને 91,714 થઈ ગઈ છે. તે જ સમયે મૃત્યુની સંખ્યા અત્યાર સુધીમાં 1,342 રહી છે. દેશની ડિસીઝ કંટ્રોલ ઓથોરિટી આરકેઆઈએ આ વિશે માહિતી આપી હતી. .
સિંગાપોરના વડા પ્રધાન લી હસિયન લૂંગે કહ્યું હતું કે, આગામી એક મહિના સુધી લોકડાઉન રહેશે. એટલે કે, સિંગાપોરના મોટાભાગના બજાર, જાહેર સ્થળો આજથી બંધ રહેશે. તેના એક દિવસ બાદ તમામ શાળાઓ હોમ બેસ્ડ શિક્ષણ શરૂ થશે. સિંગાપોરની સરકાર કોરોનાના વર્તુળને તોડવા માંગે છે. સિંગાપોરમાં આગામી એક મહિના સુધી મુખ્ય આર્થિક ક્ષેત્ર અને કરિયાણાની દુકાન, સુપરમાર્કેટ, બેંકિંગ, પરિવહન, ક્લિનિક્સ અને હોસ્પિટલો જેવી આવશ્યક સુવિધાઓ સિવાય બધું જ બંધ રહેશે. સિંગાપોરમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 1309 કેસ નોંધાયા છે જેમાંથી 6 લોકોનાં મોત નીપજ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion