શોધખોળ કરો
Corona World Update: દુનિયાભરમાં અત્યાર સુધી 2 કરોડ લોકો થયા સ્વસ્થ, મૃત્યુઆંક 9 લાખને પાર
દુનિયાભરમાં છેલ્લા 24 કલાકમાં 2 લાખ 86 હજાર નવા કેસ સામે આવ્યા છે અને 6 હજાર 199 લોકોના મોત થયા છે.
![Corona World Update: દુનિયાભરમાં અત્યાર સુધી 2 કરોડ લોકો થયા સ્વસ્થ, મૃત્યુઆંક 9 લાખને પાર Corona World Update COVID-19 Cases in World on 10 September 2020 Corona World Update: દુનિયાભરમાં અત્યાર સુધી 2 કરોડ લોકો થયા સ્વસ્થ, મૃત્યુઆંક 9 લાખને પાર](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/10165602/covid-19.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Coronavirus: દુનિયા જીવલેણ કોરોના મહામારીના કપરા કાળમાંથી પસાર થઈ રહી છે. દુનિયાભરમાં કોરોનાથી સંક્રમિતોની સંખ્યા ત્રણ કરોડની નજીક પહોંચી ગઈ છે. જો કે, સારા સમાચાર એ છે તેમાંથી બે કરોડ લોકો સ્વસ્થ થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 2 લાખ 86 હજાર નવા કેસ સામે આવ્યા છે અને 6 હજાર 199 લોકોના મોત થયા છે.
વર્લ્ડોમીટર અનુસાર, દુનિયાભરમાં અત્યાર સુધી 2 કરોડ 80 લાખ લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી 9 લાખ 7 હજાર લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે 2 કરોડ દર્દીઓ સાજા થયા છે. સમગ્ર દુનિયામાં 70 લાખ એક્ટિવ કેસ છે, જેમની સારવાર ચાલી રહી છે.
કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશ
ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે અને દરરોજ રેકોર્ડ બ્રેક કેસ સામે આવી રહ્યાં છે. જો કે, હાલમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં અમેરિકા પ્રથમ સ્થાન પર છે. અહીં અત્યાર સુધીમાં 64 લાખથી વધુ લોકો સંક્રમણનો શિકાર થયા છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 35 હજારથી વધુ નવા કેસ આવ્યા છે. બ્રાઝીલમાં 24 કલાકમાં 34 હજાર કેસ નોંધાયા છે. ભારત દુનિયામાં કોરોના કેસ મામલે બીજા નંબરે છે.
અમેરિકા: કેસ- 6,549,177મોત- 195,211
ભારત: કેસ- 4,462,965 મોત- 75,091
બ્રાઝીલ: કેસ- 4,199,332, મોત- 128,653
રશિયા: કેસ- 1,041,007, મોત- 18,135
પેરૂ: કેસ- 702,776, મોત- 30,236
કોલંબિયા: કેસ - 686,856, મોત- 22,053
સાઉથ આફ્રિકા: કેસ- 642,431, મોત- 15,168
મેક્સિકો: કેસ- 642,860, મોત- 68,484
સ્પેન: કેસ- 543,379, મોત- 29,628
અર્જેટીના: કેસ - 512,293, મોત-10,658
23 દેશોમાં 2 લાખથી વધુ કોરોના સંક્રમિત કેસ
દુનિયાના 23 દેશોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 લાખને પાર પહોંચી છે. જેમાં ઈરાન, પાકિસ્તાન, તુર્કી, સાઉદી અરબ, ઈટલી, જર્મની અને બાંગ્લાદેશ સામેલ છે. દુનિયામાં 60 ટકા(5 લાખ) લોકોના મોત માત્ર છ દેશોમાં થયા છે. આ દેશમાં અમેરિકા, બ્રાઝીલ, મૈક્સિકો,ભારત, બ્રિટન, ઈટલી છે. દુનિયાના ચાર દેશો (અમેરિકા, બ્રાઝીલ, મેક્સિકો, ભારત)માં 65 હજારથી વધુ મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)