શોધખોળ કરો
Advertisement
કોરોનાથી વિશ્વમાં મોતના મામલે ભારત ત્રીજા નંબર પર, જાણો- 10 દેશોના નામ જ્યાં થયા સૌથી વધારે મોત
વિશ્વમાં માત્ર અમેરિકા અને બ્રાઝીલ જ એવા બે દેશ છે જ્યાં મૃતકોની સંખ્યા એક લાખથી વધારે છે. અમેરિકાતમાં તો આંકડો 1.7 લાખ સુધી પહોંચી ગયો છે.
નવી દિલ્હીઃ વિશ્વભરમાં કોરોના વાયરસ મહામારીની અસર દિવસેને દિવસે વધી રહી છે. ભારત, અમેરિકા અને બ્રાઝીલમાં સતત કેસ વધી રહ્યા છે. જ્યારે અન્ય દેશોમાં પણ આ મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી આ બીમારીને કારણે વિશ્વભરમાં 7.53 લાખ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે 2.10 કરોડ કેસ અત્યાર સુધી સામે આવ્યા છે.
અમેરિકા, ભારત અને બ્રાઝીલમાં હજારોથી વધારે મોત
વિશ્વમાં માત્ર અમેરિકા અને બ્રાઝીલ જ એવા બે દેશ છે જ્યાં મૃતકોની સંખ્યા એક લાખથી વધારે છે. અમેરિકાતમાં તો આંકડો 1.7 લાખ સુધી પહોંચી ગયો છે. જ્યારે ભારતમાં પણ આંકડો 50 હજારને પાર કરી ગયો છે.
છેલ્લા 24 કલાકમાં અમેરિકા, બ્રાઝીલ અને ભારતમાં એક એક હજારથી વધારે લોકોના મોત થયા છે, જ્યારે ત્રણ દેશોમાં 50 હજારથી વધારે કેસ સામે આવ્યા છે. જ્યારે વિશ્વભરમાં વિતેલા 24 કલાકમાં 6361 લોકોના મોત થયા.
આ 10 દેશોમાં સૌથી વધારે મોત
અત્યાર સુધી 14 દેશોમાં 10 હજારથી વધારે લોકોના મોત થયા છે. એક નજર એવા 10 દેશો પર જ્યાં આ બીમારીને કારણે સૌથી વધારે લોકોના મોત થયા છે.
અમેરિકા: 1,70,415 (કેસ- 54,15,666,)
બ્રાઝીલ: 1,05,564 (કેસ- 32,29,621)
મેક્સિકો: 55,293 (કેસ- 5,05,751)
ભારત: 48,040 (કેસ- 24,61,191)
બ્રિટેનઃ 41,347 (કેસ- 3,13,798)
ઇટલીઃ 35,231 (કેસ- 2,52,235)
ફ્રાન્સઃ 30,388 (કેસ- 2,09,365)
સ્પેનઃ 28,605 (કેસ-3,79,799)
પેરૂઃ 25,648 (કેસ- 5,07,996)
ઈરાનઃ 19,162 (કેસ- 336,324)
ખાસ વાત એ છે કે અનેક દેશ એવાછે જ્યાં આ દેશોની કરતાં વધારે કેસ છે પરંતુ ત્યાં લોકોના મોતના આંકડા ઘણાં ઓછા છે. જેમ કે રશિયામાં 9 લાખથી વધારે કેસ છે પરંતુ ત્યાં મોત માત્ર 15 હજારથી વધારે લોકોના જ થયા છે. જ્યારે સાઉથ આફ્રીકામાં પણ સાડા 5 લાખ કરતાં વધાર કેસ છે પરંતુ મોત માત્ર 11,270 લોકોના જ થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement