શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસ: દુનિયાભરમાં 1 લાખથી વધુ લોકો પ્રભાવિત
કોરોના વાયરસથી દુનિયાભરમાં 1 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. કોરોના વાયરસના કારણે મૃત્યુઆંક 3200ને પાર થયો છે.
બિજિંગ: ચીનના વુહાનની શરૂ થયેલો ખતરનાક કોરોના વાયરસ ઝડપથી દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે. કોરોના વાયરસથી દુનિયાભરમાં 1 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. કોરોના વાયરસના કારણે મૃત્યુઆંક 3200ને પાર થયો છે. દુનિયાભરમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. WHOએ કહ્યું તમામ દેશોએ હજુ ગંભીરતાથી પગલાં ભરવાની જરૂર છે. કોરોના વાયરસના કારણે ચીન સૌથી વધારે પ્રભાવિત થયું છે. કોરોના વાયરસથી ચીનમાં સૌથી વધુ મોત થયા છે.
દુનિયાભરમાં કોરોનાની પક્કડમાં એક લાખ લોકો આવી ચૂક્યા છે અને એમાંથી 3200થી વધુનાં મોત થયાં છે. ચીનમાં એક દિવસમાં 143 નવા કેસ નોંધાયા હતા. ચીનમાં મૃત્યુઆંક 3000ને પાર થયો છે. ઈરાનમાં કોરોના વાયરસથી 110 જેટલાં લોકોનાં મોત થયા છે. દક્ષિણ કોરિયામાં પણ કોરોના વાયરસના 196 નવા કેસ નોંઘાયા છે. ત્યાં અત્યાર સુધીમાં 6200 લોકોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે.
અમેરિકામાં 230 કેસ દર્જ થયા છે. ચીન પછી સૌથી વધુ મોત ઈટાલીમાં થયા છે. ઈટાલીમાં 148 લોકો કોરોનાના કારણે દમ તોડી ચૂક્યા છે. કુલ 3858 લોકોને કોરોના હોવાનું નિદાન થયું હતું. WHOએ કહ્યું કોરોના સામે જે પગલાં ભરાઈ રહ્યા છે તે પૂરતા નથી. વધારે આક્રમકતાથી લડત ચલાવવાની જરૂર છે.
ભારતમાં અત્યાર સુધીમાં 31 લોકોમાં કોરોના વાયરસની પુષ્ટી થઈ છે. ભારતમાં કોરોનાની અસર હવે ધીમે ધીમે વધી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion