શોધખોળ કરો
Coronavirus: અમેરિકામાં 24 કલાકમાં નોંધાયા 50 હજાર કેસ, સંક્રમિતોની સંખ્યા 28 લાખ નજીક
અમેરિકામાં કોરોના વાયરસના દર્દીની સંખ્યા ગુરુવારે સવારે સુધીમાં વધીને 27 લાખ 78 હજાર પાર થઈ ગઈ છે.
![Coronavirus: અમેરિકામાં 24 કલાકમાં નોંધાયા 50 હજાર કેસ, સંક્રમિતોની સંખ્યા 28 લાખ નજીક Coronavirus Pandemic: over 50 thousand covid 19 cases registerd in USA in 24 hours Coronavirus: અમેરિકામાં 24 કલાકમાં નોંધાયા 50 હજાર કેસ, સંક્રમિતોની સંખ્યા 28 લાખ નજીક](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/02145451/corona.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
વોશિંગ્ટનઃ વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં કોરોના વાયરસનો સૌથી વધારે કહેર છે. અમેરિકમાં છેલ્લા 24 કલાકમાં 50 હજારથી વધારે કોરોનાના મામલા સામે આવ્યા છે. આ પહેલા 26 જૂને સૌથી વધારે 47 હજાર મામલા સામે આવ્યા હતા. જોકે, અમેરિકામાં મોતની સંખ્યામાં પહેલા કરતાં ઘટાડો થયો છે. હાલ વિશ્વમાં સૌથી વધારે મોત બ્રાઝીલમાં થઈ રહી છે. બુધવારે અમેરિકામાં 50,299 નવા મામલા આવ્યા હતા અને 667 લોકોના મોત થયા હતા.
વર્લ્ડોમીટર મુજબ, અમેરિકામાં કોરોના વાયરસના દર્દીની સંખ્યા ગુરુવારે સવારે સુધીમાં વધીને 27 લાખ 78 હજાર પાર થઈ ગઈ છે. કુલ 1 લાખ 30 હજાર 789 લોકોના મોત થયા છે. જ્યારે 11 લાખ 59 હજાર લોકો ઠીક થઈ ગયા છે. જે કુલ સંક્રમિતોના 41 ટકા છે. 14 લાખ 87 હજાર લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જે કુલ સંક્રમિતોના 54 ટકા છે.
અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં સૌથી વધારે 4,18,605 કેસ સામે આવ્યા છે. માત્ર ન્યૂયોર્કમાં 32,143 લોકોના મોત થયા છે. જે બાદ કેલિફોર્નિયામાં 2,38,391 કોરોના દર્દીમાંથી 6,164 લોકોના મોત થયા છે. આ ઉપરાંત ન્યૂજર્સી, ટેક્સાસ, મેસાચુસેટ્સ, ઈલિનૉયસ, ફ્લોરિડા પણ સૌથી વધારે પ્રભાવિત છે.
અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ ચાઇનીઝ એપ પર ભારતે મુકેલા પ્રતિબંધનું સ્વાગત કર્યુ છે. તેમણે કહ્યું કે, આ પગલાથી ભારતની રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત થશે અને ચીની કમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી)ની જાસૂસી પર લગામ લાગશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)