શોધખોળ કરો
Advertisement
106 વર્ષના દાદીએ કોરોના સામે જીત્યો જંગ, બે વિશ્વયુદ્ધ જોઈ ચુક્યા છે, જાણો વિગતે
બ્રિટનની આ મહિલા બે વિશ્વ યુદ્ધ જોઈ ચુકી છે. કૉની ટિચેન નામની આ વૃદ્ધા બર્મિંઘમમાં રહે છે. ટિચેનનો જન્મ 1913માં થયો હતો.
લંડનઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. વિશ્વમાં 20 લાખથી વધારે લોકોને આ વાયરસ ભરડામાં લઈ ચુક્યો છે. આ દરમિયાન બ્રિટનના 106 વર્ષના દાદીએ કોરોના વાયરસ સામે જંગ જીત્યો છે અને તેઓ ઠીક થઈને ઘરે પહોંચી ગયા છે. રિપોર્ટ પ્રમાણે બ્રિટનમાં કોરોના સામે જંગ જીતનારી આ સૌથી મોટી ઉંમરની મહિલા છે. ત્રણ સપ્તાહ સુધી હોસ્પિટલમાં રહ્યા બાદ તેઓ સ્વસ્થ થયા હતા.
બ્રિટનની આ મહિલા બે વિશ્વ યુદ્ધ જોઈ ચુકી છે. કૉની ટિચેન નામની આ વૃદ્ધા બર્મિંઘમમાં રહે છે. ટિચેનનો જન્મ 1913માં થયો હતો. ગત મહિને તેની તબિયત ખરાબ થયા બાદ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી. જ્યાં તેને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાનું નિદાન થયું હતું.
જે બાદ ડોક્ટરની દેખરેખમાં તેણે કોરોના વાયરસને હાર આપી હતી. ચાલુ સપ્તાહે કૉનીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ દરમિયાન હોસ્પિટલના સ્ટાફે કોની ટિચેન માટે તાળીઓ વગાડી હતી. ટિચેને કહ્યું, કોરોના વાયરસ સામે જંગ જીતી તેથી હું ખૂબ નસીબદાર છું. હવે હું મારા પરિવારના લોકો સાથે સમય વિતાવવા માંગુ છું.
ટિચેનના પરિવારજનોના કહેવા મુજબ, 100 વર્ષની વય પાર કર્યા બાદ પણ ઘણી સક્રિય રહે છે. તેને ડાન્સ અને ગોલ્ફ રમવાનો ઘણો શોખ છે. ગત વર્ષે ડિસેમ્બરમાં કમરનું ઓપરેશન થયું હતું અને માત્ર 30 દિવસની અંદર જ ચાલવા લાગી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બિઝનેસ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion