શોધખોળ કરો
30 સપ્ટેમ્બર સુધી ખત્મ થઈ જશે કોરોના વાયરસ, સિંગાપુરના વૈજ્ઞાનિકોએ કર્યો દાવો
સિંગાપુરના કેટલાક વૈજ્ઞાનિકોએ કેટલાક દેશોમાં કોરોના વાયરસના ખત્મ થવાની ભવિષ્યવાણી કરી છે.
નવી દિલ્હી: કોરોના વાયરસના ખાત્માને લઈ દરરોજ નવા-નવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. કોઈના મુજબ આ ક્યારેય ખત્મ ન થાય તેવી બીમારી છે. જ્યારે કેટલાક લોકોનો દાવો છે કે આગામી વર્ષ સુધીમાં હળવું પડી જશે. રાજસ્થાન પત્રિકાના અહેવાલ અનુસાર, સિંગાપુરના કેટલાક વૈજ્ઞાનિકોએ કેટલાક દેશોમાં કોરોના વાયરસના ખત્મ થવાની ભવિષ્યવાણી કરી છે. તેમનો દાવો છે કે 30 સપ્ટેમ્બર બાદ બ્રિટનમાં કોરોના વાયરસ સંપૂર્ણ રીતે ખત્મ થઈ જશે.
સિંગાપુર યૂનિવર્સિટી ઓફ ટેક્નોલોજી એન્ડ ડિઝાઈનની એક ટીમે આ બાબતે અધ્યયન કર્યું છે. તેમણે મૈથેમેટિકલ મોડલિંગના માધ્યમથી તારીખની જાહેરાત કરી છે. વૈજ્ઞાનિકોના અનુસાર, આગામી 4 મહિનામાં બ્રિટનમાં કોરોના વાયરસ સંપૂર્ણ રીતે ખત્મ થઈ જશે.
સિંગાપુરના વૈજ્ઞાનિકોએ બ્રિટનમાં કોરોના વાયરસના ખાત્માની તારીખનું આંકલન 7 મેથી કર્યું છે. આ સિવાય અન્ય દેશોએ પણ વાયરસના સંક્રમણને સંપૂર્ણ રીતે ખત્મ થવાને લઈને ભવિષ્યવાણી કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઈટલીમાં 24 ઓક્ટોબર સુધીમાં કોરોના વાયરસ સંપૂર્ણ રીતે ખત્મ થઈ જશે. જ્યારે અમેરિકામાં 11 નવેમ્બર સુધી અને સિંગાપુરમાં 27 ઓક્ટોબર સુધી કોરોના વાયરસ ખત્મ થવાની શક્યતા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement