શોધખોળ કરો

Dawood Second Marriage: અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમે કર્યા બીજા લગ્ન, બહેનના દીકરાએ કર્યો ખુલાસો, જાણો હાલ ક્યાં છે ?

હસીના પારકરના દીકરા અલી શાહના નિવેદન અનુસાર, અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમે હજુ સુધી પોતાની પહેલી પ્તનીને તલાક નથી આપ્યા.

Dawood Second Marriage: જે અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમને દુનિયા શોધી રહી છે, તેને દુલ્હન શોધી લીધી છે. ડૉન દાઉદ ઇબ્રાહિમે આ બીજા લગ્ન પાકિસ્તાન મહિલા સાથે કર્યા છે, આ ખુલાસો દાઉદ ઇબ્રાહિમની બહેન હસીના પારકરના દીકરાએ કર્યો છે. પારકરના દીકરાએ સપ્ટેમ્બર 2022 માં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ની સામે આ વાતનો ખુલાસો કર્યો હતો.

પહેલી પત્નીને નથી આપ્યો તલાક- 
હસીના પારકરના દીકરા અલી શાહના નિવેદન અનુસાર, અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમે હજુ સુધી પોતાની પહેલી પ્તનીને તલાક નથી આપ્યા. તપાસ એજન્સીએ કેટલીય જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા, અને દાઉદના આંતકી નેટવર્ક સાથે જોડાયેલા સેંકડો લોકોની ધરપકડ કરી લીધી હતી. એનઆઇએએ આ મામલામાં કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરી હતી. 

એજન્સીઓના ફૉકસને હટાવવાની કોશિશ -
અલી શાહે એનઆઇએને બતાવ્યુ કે, દાઉદ ઇબ્રાહિમે હજુ સુધી પોતાની પહેલી પત્ની મહજબીન શેખને તલાક નથી આપ્યા, અલી શાહ અનુસાર, દાઉદ ઇબ્રાહિમના બીજા લગ્ન મહજબીન તરફથી તપાસ એજન્સીઓનો ફૉકસ હટાવવાની કોશિશ પણ હોઇ શકે છે. અલી શાહે કહ્યું કે તે દાઉદ ઇબ્રાહિમની પહેલી પત્ની મહજબીનને જુલાઇ 2022 માં દુબઇમાં મળ્યો હતો, ત્યાં મહજબીને તેને દાઉદની બીજી પત્ની અને તેના બીજા લગ્ને વિશે બતાવ્યુ હતુ.

અંડરવર્લ્ડ ડૉન અત્યારે કરાંચીમાં રહે છે -
આની સાથે જ અલી શાહે દાવો કર્યો છે કે, મહજબીન શેખ વૉટ્સએપ કૉલ દ્વારા ભારતમાં દાઉદ ઇબ્રાહિમના સંબંધીઓના સંપર્કમાં છે, વળી હસીના પારકરના દીકરા અલી શાહે પણ એનઆઇએને દાઉદ ઇબ્રાહિમના ઠેકાણાંઓ વિશે બતાવ્યુ અને દાવો કર્યો છે કે, અંડરવર્લ્ડ ડૉન અત્યારે કરાંચીમાં રહે છે, ઉલ્લેખનીય છે કે, દાઉદ ઇબ્રાહિમ મુંબઇ હુમલાનો આરોપ છે, જેની ભારતની એજન્સીઓ વર્ષોથી તલાશ છે.

દાઉદે પાકિસ્તાનમાં તેનું સરનામું બદલ્યું

મરાઠી અખબાર લોકમતમાં છપાયેલા અહેવાલ મુજબ એનઆઈએની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, દાઉદ ઈબ્રાહિમે કરાચીમાં પોતાનું સરનામું બદલી નાખ્યું છે અને હવે તે ડિફેન્સ વિસ્તારમાં શિફ્ટ થઈ ગયો છે. તપાસમાં એજન્સીઓને એવો સંકેત મળ્યો છે કે દાઉદે થોડા દિવસો પહેલા પાકિસ્તાનમાં પોતાનું સરનામું બદલ્યું છે અને હાલમાં તે પાકિસ્તાની સંરક્ષણ મંત્રાલયના વિસ્તાર કરાચીમાં રહે છે.

દાઉદ 1993ના વિસ્ફોટો બાદ પાકિસ્તાનમાં છે

દાઉદ ઈબ્રાહીમ ભારતમાં મોસ્ટ વોન્ટેડ છે અને તે 1993માં મુંબઈમાં થયેલા બોમ્બ વિસ્ફોટ બાદથી પાકિસ્તાનમાં રહે છે. પરંતુ, પાકિસ્તાને હંમેશા દાઉદ અહીં હોવાની વાતને નકારી કાઢી છે. જો કે દાઉદ પાકિસ્તાનમાં જ રહેતો હોવાના ઘણા પુરાવાઓ પણ સામે આવ્યા છે.

દાઉદની પુત્રીના લગ્ન જાવેદ મિયાંદાદના પુત્ર સાથે થયા છે

દાઉદ ઈબ્રાહિમ અને તેની પ્રથમ પત્ની મેહજબીનની પુત્રી માહરૂખે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાંદાદના પુત્ર જુનૈદ સાથે લગ્ન કર્યા છે. જુનૈદ અને માહરુખના લગ્ન થોડા વર્ષો પહેલા પાકિસ્તાનમાં થયા હતા અને રિસેપ્શન દુબઈમાં રાખવામાં આવ્યું હતું. લગ્ન બાદ જાવેદ મિયાંદાદે જણાવ્યું હતું કે તેની પત્નીને દાઉદની પત્ની મેહજબીન સાથે બહેન જેવો સંબંધ હતો અને મહજબીને જ તેની પુત્રીના લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
Smartphones: જો તમે નવો ફોન ખરીદવા માંગતા હોવ તો થોભી જજો! આ અઠવાડિયે લોન્ચ થવા જઈ રહ્યા છે ધાંસુ મોબાઈલ!
Smartphones: જો તમે નવો ફોન ખરીદવા માંગતા હોવ તો થોભી જજો! આ અઠવાડિયે લોન્ચ થવા જઈ રહ્યા છે ધાંસુ મોબાઈલ!
Embed widget