શોધખોળ કરો
Advertisement
સીમા તણાવની વચ્ચે રશિયા પહોંચ્યા રાજનાથ સિંહ, ઝડપથી S-400 મિસાઇલ આપવા માટે કરી શકે છે વાત
રાજનાથ સિંહ શાંઘાઇ સહયોગ સંગઠન (એસસીઓ)ના રક્ષા મંત્રીઓની 4 સપ્ટેમ્બરે મોસ્કોમાં યોજાનારી બેઠકમાં સામેલ થશે. એસસીઓની આ બેઠક માટે ચીનના રક્ષા મંત્રી પણ મોસ્કો પહોંચી રહ્યાં છે
નવી દિલ્હીઃ ચીન સાથે ચાલી રહેલા સીમા તણાવની વચ્ચે ભારતીય રક્ષામંત્રી રાજનાથ સિંહ રશિયાના પ્રવાસે પહોંચ્યા છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહની આજે રશિયાના રક્ષામંત્રી સાથે બેઠક થશે. રાજનાથ સિંહ શાંઘાઇ સહયોગ સંગઠન (એસસીઓ)ના રક્ષા મંત્રીઓની 4 સપ્ટેમ્બરે મોસ્કોમાં યોજાનારી બેઠકમાં સામેલ થશે. એસસીઓની આ બેઠક માટે ચીનના રક્ષા મંત્રી પણ મોસ્કો પહોંચી રહ્યાં છે.
ભારત-ચીન સીમા પર છેલ્લા ચાર મહિનાથી તણાવ ઉભો થયો છે. આ બધાની વચ્ચે મોકો છે જ્યારે કોઇ બહુપક્ષીય બેઠકના મંચ પર બન્ને દેશોના રક્ષા મંત્રી રુબરુ થશે.જોકે, હજુ સુધી બન્ને દેશોના રક્ષા મંત્રીઓની દ્વીપક્ષીય બેઠક નક્કી નથી. છેલ્લા ચાર મહિનામાં રક્ષા મત્રી બીજીવાર રશિયા પહોંચ્યા છે.
S-400ના સપ્લાય પર આપશે જોર
ભારતે રશિયાની આધુનિક ટેકનિકથી લેસ S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ માટે કરાર કર્યો છે. સુત્રો અનુસાર, રાજનાથ સિંહ રશિયા પાસે જલ્દી આ મિસાઇલ સિસ્ટમ આપવાનુ કહેશે. આ મિસાઇલ સિસ્ટમ આવવાથી ભારતીય સેનાની તાકાતમાં બહુ મોટો વધારો થઇ જશે. આ મિસાઇલ સિસ્ટમ 400 કિલોમીટરના દાયરામાં એવુ કવચ બને છે જે હવામાં મિસાઇલોને ધ્વસ્ત કરી દે છે.
આ ઉપરાંત વિદેશ મંત્રી એસ જયશંકર પણ રશિયા જઇ શકે છે. રશિયાએ 10 સપ્ટેમ્બરે એસસીઓમાં વિદેશ મંત્રીઓની બેઠકમાં સામેલ થવા માટે વિદેશ મંત્રી એસ જયશંકરને પણ આમંત્રિત કર્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement