શોધખોળ કરો

ડોનાલ્ડ ટ્રંપના ઘરે FBIએ પાડેલી રેડમાં એક દેશના ટોપ સિક્રેટ પરમાણુ દસ્તાવેજ મળ્યા, અધિકારીઓ પણ દસ્તાવેજ ના જોઈ શક્યા

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ કોઈ વિદેશી સરકારના સૈન્ય સુરક્ષા અને પરમાણુ ક્ષમતાનું વર્ણન કરતા દસ્તાવેજ પોતાના ઘરે રાખવા મામલે ફસાયા છે.

FBI Action Against Donald Trump: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ કોઈ વિદેશી સરકારના સૈન્ય સુરક્ષા અને પરમાણુ ક્ષમતાનું વર્ણન કરતા દસ્તાવેજ પોતાના ઘરે રાખવા મામલે ફસાયા છે. વોશિંગ્ટન પોસ્ટના એક અહેવાલ મુજબ, ગયા મહિને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના ફ્લોરિડામાં આવેલા ઘરે FBIએ રેડ પાડી હતી અને ઘરની જડતી લીધી હતી. જેમાં એક વિદેશી સરકારના પરમાણુ ક્ષમતાઓ (Nuclear Capability) સહિત એ દેશની સૈન્ય સુરક્ષા વિશેની જાણકારી આપતા દસ્તાવેજ મળ્યા હતા.

અંગ્રેજી સમાચાર પત્ર વોશિંગ્ટન પોસ્ટે આ મામલા સાથે જોડાયેલા સૂત્રના હવાલાથી સમાચાર પ્રકાશિત કર્યા છે. જો કે, આ અહેવાલમાં FBIને મળેલા આ ટોપ સિક્રેટ દસ્તાવેજ કયા દેશના છે અને અમેરિકા સાથે આ દેશના સંબંધો દોસ્તીના છે કે દુશ્મનીના તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. સાથે જ આ સમગ્ર મામલે ટ્રંપના પ્રતિનિધિઓ અને અમેરિકાના ન્યાય વિભાગે હાલ કોઈ નિવેદન કે ટિપ્પણી કરી નથી.

સીનિયર અધિકારી પણ નહી જોઈ શકે આ દસ્તાવેજઃ

અહેવાલમાં કહેવાયું છે કે, કોર્ટના રેકોર્ડ મુજબ FBIએ 8 ઓગષ્ટના રોજ ટ્રમ્પના (Donald Trump) માર-એ-લાગો એસ્ટેટમાં દરોડો પાડ્યો હતો. આ દરમિયાન 11 હજારથી વધુ સરકારી દસ્તાવેજ અને ફોટો મળ્યા હતા જે જપ્ત કરાયા હતા. જપ્ત કરાયેલા આ દસ્તાવેજોમાં વિશેષ પરવાનગી વાળા ખુબ જ ખાનગી ઓપરેશનનું વિવરણ હતું. આ દસ્તાવેજોમાંથી કેટલાક દસ્તાવેજ એટલા પ્રતિબંધિત અને ખાનગી હતા કે, બાઈડન પ્રશાસનના કેટલાક સૌથી સિનીયર સુરક્ષા અધિકારીઓને પણ આ દસ્તાવેજની સમિક્ષા કરવા માટે મંજૂરી અપાઈ નહોતી.

શું છે સમગ્ર મામલો?

ડોનાલ્ડ ટ્રંપ ઉપર આરોપ છે કે, જાન્યુઆરી 2021માં વ્હાઈટ હાઉસ છોડતી વખતે તેમણે સરકારી રેકોર્ડ અને દસ્તાવેજ પોતના માર-એ-લાગો લઈ ગયા હતા. આ મામલે અમેરિકાના ન્યાય વિભાગે ટ્રંપ સામે તપાસ શરુ કરી છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે એક ફેડરલ જજને અનુરોધ કર્યો હતો કે, FBIની તપાસમાં મળેલા દસ્તાવેજની સમીક્ષા કરવા માટે એક માસ્ટરને નિયુક્ત કરવામાં આવે. ફેડરલ જજે ટ્રંપની આ માંગને સ્વિકારીને સંમતિ આપી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, માસ્ટર નિયુક્ત થવાથી ન્યાય વિભાગની તપાસ લાંબી ચાલશે.

ટોપ સ્ટોરી

દક્ષિણ આફ્રિકામાં 24 કલાકની અંદર બે સ્થળોએ ફાયરિંગ, બંને ઘટનામાં 17નાં મૃત્યુ
દક્ષિણ આફ્રિકામાં 24 કલાકની અંદર બે સ્થળોએ ફાયરિંગ, બંને ઘટનામાં 17નાં મૃત્યુ
Manila: PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મનીલામાં મુલાકાત, સાંજે યોજાશે ક્વાડની બેઠક
Manila: PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મનીલામાં મુલાકાત, સાંજે યોજાશે ક્વાડની બેઠક
UN on Death Penalty: UNમાં મૃત્યુદંડ વિરુદ્ધ પ્રસ્તાવ પાસ, આ દેશોએ અગાઉ લીધો હતો નિર્ણય?
UN on Death Penalty: UNમાં મૃત્યુદંડ વિરુદ્ધ પ્રસ્તાવ પાસ, આ દેશોએ અગાઉ લીધો હતો નિર્ણય?
અમેરિકાના મિયામી એરપોર્ટ પર મોટી દુર્ઘટના, રનવે પર બે વિમાનો વચ્ચે ટક્કર
અમેરિકાના મિયામી એરપોર્ટ પર મોટી દુર્ઘટના, રનવે પર બે વિમાનો વચ્ચે ટક્કર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી અસલી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં 'નસીબ અપના અપના'
Hun To Bolish : હું તો બોલીશ : ઉકેલાયો વર્ષો જૂનો વિવાદ
Saurashtra Politics: 2027 વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું
Hira Solanki: પબુભા માણેકની ઈચ્છા પર હીરા સોલંકીનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પાટીદાર આંદોલનના કારણે આનંદીબેન જેવા સારા CM ગુમાવ્યા'! વર્ષો બાદ દિનેશ બાંભણિયાએ વ્યક્ત કર્યો અફસોસ
'પાટીદાર આંદોલનના કારણે આનંદીબેન જેવા સારા CM ગુમાવ્યા'! વર્ષો બાદ દિનેશ બાંભણિયાએ વ્યક્ત કર્યો અફસોસ
ઉત્તરાખંડમાં બે ભયાનક અકસ્માતથી હાહાકાર! બસ-બોલેરો ખીણમાં ખાબકતાં 10નાં મોત
ઉત્તરાખંડમાં બે ભયાનક અકસ્માતથી હાહાકાર! બસ-બોલેરો ખીણમાં ખાબકતાં 10નાં મોત
દક્ષિણ આફ્રિકામાં 24 કલાકની અંદર બે સ્થળોએ ફાયરિંગ, બંને ઘટનામાં 17નાં મૃત્યુ
દક્ષિણ આફ્રિકામાં 24 કલાકની અંદર બે સ્થળોએ ફાયરિંગ, બંને ઘટનામાં 17નાં મૃત્યુ
PM Kisan: જૂનો મોબાઈલ નંબર બંધ થઈ ગયો છે? પીએમ કિસાન યોજનામાં આ રીતે અપડેટ નવો નંબર
PM Kisan: જૂનો મોબાઈલ નંબર બંધ થઈ ગયો છે? પીએમ કિસાન યોજનામાં આ રીતે અપડેટ નવો નંબર
હવે એપ નહીં, મીટર બતાવશે Ola-Uberનું ભાડુ, આ રાજ્યમાં નવા વર્ષથી લાગુ થઈ શકે છે નિયમ
હવે એપ નહીં, મીટર બતાવશે Ola-Uberનું ભાડુ, આ રાજ્યમાં નવા વર્ષથી લાગુ થઈ શકે છે નિયમ
Manila: PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મનીલામાં મુલાકાત, સાંજે યોજાશે ક્વાડની બેઠક
Manila: PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મનીલામાં મુલાકાત, સાંજે યોજાશે ક્વાડની બેઠક
ન્યૂઝીલેન્ડને લાગ્યો મોટો ઝટકો, મિશેલ સેન્ટનર ટેસ્ટ સીરિઝમાંથી બહાર
ન્યૂઝીલેન્ડને લાગ્યો મોટો ઝટકો, મિશેલ સેન્ટનર ટેસ્ટ સીરિઝમાંથી બહાર
Cyclone Akvan: બંગાળની ખાડીમાં વાવાઝોડાનું સંકટ! આંધ્રપ્રદેશ-ઓડિશા માટે ઓરેન્જ એલર્ટ
Cyclone Akvan: બંગાળની ખાડીમાં વાવાઝોડાનું સંકટ! આંધ્રપ્રદેશ-ઓડિશા માટે ઓરેન્જ એલર્ટ
Embed widget