શોધખોળ કરો

બગદાદીના મોત બાદ ટ્રમ્પનો વધુ એક મોટો ઘટસ્ફોટ, કહ્યું- હવે આ આતંકીનો કર્યો ખાતમો

ISISના લીડર અબૂ બકર અલ બગદાદીનો ખાત્મો કર્યા પછી તેના પહેલા નંબરના ઉત્તરાધિકારીને પણ ઠાર મારવામાં આવ્યો છે.

નવી દિલ્હીઃ દુનિયાના સૌથી ખૂંખાર આતંકી સંગઠનનો ચીફ અબુ બકર અલ બગદાદીને અમેરિકન આર્મીએ મોતના ઘાટ ઉતાર્યો છે. જેની માહિતી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક પ્રેસ કોન્ફરન્સ કરીને આપી. ત્યારે હવે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક મોટી જાહેરાત કરી છે. ISISના લીડર અબૂ બકર અલ બગદાદીનો ખાત્મો કર્યા પછી તેના પહેલા નંબરના ઉત્તરાધિકારીને પણ ઠાર મારવામાં આવ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને આ વાતની જાહેરાત કરી છે. એવું માનવામાં આવી રહ્યું હતું કે બગદાદી પછી હવે આતંકી સંગઠનની કમાન અબ્દુલ્લાહ કાર્દશ પાસે આવી હતી. જોકે, ટ્રમ્પે માર્યા ગયેલા આતંકીનું નામ જાહેર કર્યું નથી. ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરી લખ્યું કે,‘અત્યારે આ વાતની પુષ્ટિ થઈ છે કે બગદાદીનો નંબર વન રિપ્લેસમેન્ટ પણ અમેરિકન આર્મી દ્વારા માર્યો ગયો છે. તે આઈએસનો ચીફ બનવાનો હતો. પરંતુ હવે તેનું મોત થયું છે.’ ઉલ્લેખનીય છે કે આ પહેલા રવિવારે ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સ કરી ખૂંખાર આંતકી બગદાદી વિરુદ્ધ કરેલા ઓપરેશનની માહિતી આપી હતી અને તેના મોતની પુષ્ટિ કરી હતી. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે તેઓ બગદાદીના વારસદાર વિશે જાણે છે અને તેમની નજર એના ઉપર છે.
રિપોર્ટ્સ અનુસાર બગદાદીનો ઉત્તરાધિકારી અબ્દુલ્લાહ કાર્દશ હતો. ન્યૂઝવીકના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કાર્દશ પૂર્વ ઈરાકી તાનાશાહ સદ્દામ હુસેન માટે સેનામાં કામ કરતો હતો. હવે બગદાદી કોઈપણ ઓપરેશનમાં ભાગ લેતો નહોતો પરંતુ તે આદેશ જ આપતો હતો. કાર્દશ જ કમાન સંભાળતો હતો. ઓગસ્ટમાં એક હવાઈ હુમલામાં ઘાયલ થયા પછી તેણે કમાન કાર્દશને સોંપી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 

336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો

Embed widget