Iran Earthquake: ભૂકંપના ઝટકાથી હલી ઇરાનની ધરતી, રિએક્ટર સ્કેલ પર 5.9 તીવ્રતા, 7ના મોત, 440 લોકો ઘાયલ
ઇરાની ન્યૂઝ એજન્સી આઇઆરએનએ અનુસાર, ભૂકંપના ઝટકા ખુબ ભારે હતા, અને આ ઇરાનના પશ્ચિમ અઝરબૈઝાન પ્રાંતના કેટલાય ભાગોમાં અનુભવાયા
Earthquake in Iran: ઇરાની ધરતી શનિવારે (28 જાન્યુઆરી) એ રાત્રે ભૂકંપના ઝટકાથી ધરધરી ઉઠી. ઉત્તર પશ્ચિમી ઇરાનના ખોય શહેરમાં (Earthquake in Khoy City) ભૂકંપના ઝટકા અનુભવાયા. ઇરાનની મીડિયા અનુસાર, ભૂકંપમાં અત્યાર સુધી 7 લોકોના મોત થઇ ગયા છે, જ્યારે 440 લોકો ઘાયલ થયા હોવાનું બતાવવામાં આવી રહ્યું છે.
રિએક્ટર સ્કેલ પર ભૂકંપ (Earthquake)ની તીવ્રતા 5.9 માપવામાં આવી છે. ઇરાનમાં ઇમર્જન્સી સેવાઓના પ્રવક્તા મોજ્તબા ખાલિદીએ સરકારી ટેલિવિઝનને ભૂકંપમા માર્યા ગયેલા અને ઘાયલો વિશે જાણકારી આપી છે.
ભૂંકપથી ધ્રુજી ઇરાનની ધરતી -
ઇરાની ન્યૂઝ એજન્સી આઇઆરએનએ અનુસાર, ભૂકંપના ઝટકા ખુબ ભારે હતા, અને આ ઇરાનના પશ્ચિમ અઝરબૈઝાન પ્રાંતના કેટલાય ભાગોમાં અનુભવાયા. ઇરાની મીડિયાએ બતાવ્યુ કે, શનિવારે તુર્કીની સીમાની પાસે ઉત્તર-પશ્ચિમ ઇરાનના અઝરબૈઝાન પ્રાંતમાં 5.9 તીવ્રતાનો ભૂકંપનો ઝટકો આવ્યો હતો. જેમાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થઇ ગયા અને 440 લોકો ઘાયલ થયા છે. કેટલાય ઘરોને નુકશાન પહોંચ્યુ છે. રિપોર્ટ અનુસાર, ઇરાનના શહેર ઇસ્ફહાનના સૈન્ય સંયંત્રમાં ભારે ધમાકો થવાનો અવાજ પણ સંભળાયો હતો.
રાહત અને બચાવ કાર્યા ચાલુ -
ઇરાની ઇમર્જન્સી અધિકારીઓએ કહ્યું કે, બચાવ દળોને ઇરાનના પશ્ચિમી અઝરબૈઝાન પ્રાંતમાં મોકલવામાં આવ્યા છે. હાલમાં રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. ભૂકંપના કારણે ઘાયલ તમામ લોકોને હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. એક ઇમર્જન્સી સેવા અધિકારીઓ સરકારી ટીવી ચેનલને બતાવ્યુ કે કેટલાક અસરગ્રસ્ત વિસ્તારોમાં બરફવર્ષા થઇ રહી છે. કેટલીય જગ્યાઓએ વીજળી કાપની પણ સૂચના છે.
🚨 #Iran: What appears may have been a bunker-buster strike against an underground weapons factory in Iran was followed by a significant earthquake in the area. pic.twitter.com/wbeRnl8VxM
— Igor Sushko (@igorsushko) January 29, 2023
Some reports in media states that the 5.5 earthquake in Iran occurred last night was due to attack on National Nuclear research center by Israel aircraft from Azarbaizan airbase. Trio - Israel, USA and Azarbaizan. #iranunderattack pic.twitter.com/YiX8UCU5VF
— Rajan Bhardwaj (@Proud__Indian7) January 29, 2023
1st video:The moment of another explosion in Isfahan, #Iran.
— Albina Fella 🐆 ✙ 🇺🇦🇬🇧🇫🇷🇩🇪🇵🇱🇺🇸🇫🇮🇸🇪 (@albafella1) January 29, 2023
Isfahan hosts an experimental nuclear reactor and infrastructure for the production of nuclear fuel.
2nd video: oil refinery fire.
3 photo: the earthquake was due to a strike on a secret Iranian factory in the mountains pic.twitter.com/iOuWzwl7db