શોધખોળ કરો

El Nino : ભારતવાસીઓ માટે માઠા સમાચાર, NASAની થથરાવી મુકતી આગાહી

સેટેલાઇટથી મળેલી તસવીરો અનુસાર આ કેલ્વિન મોજા પ્રશાંત મહાસાગરમાં ભારત તરફ આગળ વધી રહ્યા છે.

Nasa Released Map : આ વર્ષે ઉનાળો ભયંકર રહેશે. આ સાથે દેશમાં વરસાદ પણ નબળો પડી શકે છે. કારણ છે અલ-નીનો. અમેરિકન સ્પેસ એજન્સી નાસા સેન્ટીનેલ-6 માઈકલ ફ્રેલીશ ઉપગ્રહ દ્વારા પૃથ્વી પર ગરમ મોજા વહેતા દર્શાવે છે. આ મોજા પાછળથી અલ-નીનો બની જાય છે. આ તરંગોને કેલ્વિન તરંગો કહેવામાં આવે છે. નાસાએ અલ-નીનોની હીટ વેવને અવકાશમાંથી જ પકડી લીધી હતી. પ્રશાંત મહાસાગરમાં ગરમ ​​પાણીની લહેર દક્ષિણ અમેરિકાના પશ્ચિમ કિનારેથી પૂર્વ તરફ આગળ વધી રહી હતી. આ લગભગ માર્ચ-એપ્રિલની વાત છે. સેટેલાઇટે આ તસવીર 24 એપ્રિલ 2023ના રોજ લીધી હતી. એટલે કે તેના કારણે પહેલા મે માસમાં ઠંડી પડી અને ત્યાર બાદ અચાનક ગરમી વધી. 

સેટેલાઇટથી મળેલી તસવીરો અનુસાર આ કેલ્વિન મોજા પ્રશાંત મહાસાગરમાં ભારત તરફ આગળ વધી રહ્યા છે. માત્ર ભારત જ નહીં સમગ્ર એશિયા તરફ. આ તરંગોની ઊંચાઈ માત્ર 2 થી 4 ઈંચ જેટલી છે. પરંતુ તેમની પહોળાઈ હજારો કિલોમીટર સુધીની હોય છે. જે અલ-નીનો પહેલા આવતા મોજા તરીકે પણ ઓળખાય છે. જેટ પ્રોપલ્શન લેબોરેટરીમાં સેન્ટીનેલ-6 માઈકલ ફ્રેલીશ ઉપગ્રહ પર કામ કરી રહેલા વૈજ્ઞાનિક જોશ વિલીસ કહે છે કે અમે આ અલ-નીનો પર બાજની જેમ નજર રાખી રહ્યા છીએ. જો આ મોટી લહેર ઉભી થશે તો સમગ્ર વિશ્વને ભયંકર ગરમીનો સામનો કરવો પડશે.

અલ નીનો વાસ્તવમાં ENSO આબોહવા ચક્રનો એક ભાગ છે. આ વિષુવવૃત્ત રેખા પર પૂર્વ દિશામાં વહેતા ગરમ પવનો છે. જે પ્રશાંત મહાસાગરની સપાટીને ગરમ કરે છે. આ ગરમ પાણી પછી અમેરિકાથી એશિયા તરફ જાય છે. જેમ જેમ ગરમ પાણી ઝડપથી આગળ વધે છે તેમ તેમ ગરમી વધે છે. તેની જગ્યાએ નીચેથી ઠંડુ પાણી આવે છે. પછી તે ગરમ થાય છે અને આગળ વધે છે. 

11 મે, 2023ના રોજ, NOAAએ કહ્યું હતું કે, આ વર્ષે અલ નીનો આવવાની 90 ટકા સંભાવના છે. જે ઉત્તરી ગોળાર્ધની શિયાળાની ઋતુને પણ અસર કરશે. જેના કારણે દરિયાનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધશે. અત્યંત મજબૂત અલ નીનો આવવાની 55 ટકા શક્યતા છે. જેના કારણે તાપમાનમાં દોઢ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે.

નાસા દ્વારા બહાર પાડવામાં આવેલા નકશામાં સમુદ્રમાં લાલ અને સફેદ રંગના વિસ્તારો ત્યાં ગરમ ​​પાણી વહેતું દર્શાવવામાં આવ્યું છે. આ ગરમ પાણી પવનની ગરમી સાથે દરિયાકાંઠાના વિસ્તારોને ગરમ કરશે. જેના કારણે દેશના વિવિધ ભાગોમાં ભયંકર ગરમી અને વરસાદી માહોલ જોવા મળશે. એપ્રિલમાં વૈજ્ઞાનિકોએ સૌથી વધુ દરિયાઇ તાપમાનનો રેકોર્ડ નોંધાવ્યો હતો. વૈશ્વિક સરેરાશ તાપમાન 21.1 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. આ અસર ક્લાઈમેટ ચેન્જને કારણે છે. ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાંથી લા-નીનોની અસર સમાપ્ત થઈ ગઈ છે. હવે ગરમી પડી રહી છે. અલ-નીનોની અસર દેખાવા લાગી છે. જે ગરમીનું મુખ્ય કારણ હશે.

જોશ વિલિસે જણાવ્યું હતું કે, આ વખતે અલ-નીનો અને સુપરચાર્જ્ડ દરિયાઈ તાપમાન મળી રહ્યા છે. જેના કારણે આગામી 12 મહિના સુધી અનેક પ્રકારના રેકોર્ડ તૂટી જશે. સૌથી વધુ મહત્તમ તાપમાન વિશે હશે. ત્યારે ખબર પડશે કે અલ નીનોને કારણે આપણે શું ગુમાવી રહ્યા છીએ. અલ નીનો એ ઉષ્ણકટિબંધીય પેસિફિકના વિષુવવૃત્તીય પ્રદેશમાં સમુદ્રના તાપમાન અને વાતાવરણીય પરિસ્થિતિઓમાં ફેરફાર માટે જવાબદાર દરિયાઈ ઘટના છે. આ ફેરફારને કારણે દરિયાની સપાટીનું તાપમાન સામાન્ય કરતા ઘણું વધારે થઈ જાય છે. આ તાપમાન સામાન્ય કરતા 4 થી 5 ડિગ્રી સેલ્સિયસ વધારે હોઈ શકે છે.

અલ નીનો આબોહવા પ્રણાલીનો એક ભાગ છે. હવામાન પર તેની ઊંડી અસર પડે છે. તેના આગમનને કારણે વિશ્વભરના હવામાન પર અસર જોવા મળી રહી છે. વરસાદ, ઠંડી, ગરમીમાં તફાવત દેખાય છે. રાહતની વાત એ છે કે, અલ-નીનો અને લા-નીનો બંને દર વર્ષે નહીં, પરંતુ 3 થી 7 વર્ષમાં જોવા મળે છે. અલ નીનો દરમિયાન મધ્ય અને પૂર્વીય વિષુવવૃત્તીય પેસિફિક મહાસાગરમાં સપાટીના પાણી અસામાન્ય રીતે ગરમ હોય છે. પૂર્વથી પશ્ચિમ તરફ ફૂંકાતા પવનો નબળા પડે છે. પશ્ચિમ પેસિફિકમાં રહેલું ગરમ ​​સપાટીનું પાણી વિષુવવૃત્ત સાથે પૂર્વ તરફ જવાનું શરૂ કરે છે.

ટોપ સ્ટોરી

'પેરિસ જલદી મુસ્લિમ શહેર બની જશે', ટ્રમ્પે ફ્રાન્સમાં હિંસા પાછળ ઈમિગ્રેશનને જવાબદાર ગણાવ્યું
'પેરિસ જલદી મુસ્લિમ શહેર બની જશે', ટ્રમ્પે ફ્રાન્સમાં હિંસા પાછળ ઈમિગ્રેશનને જવાબદાર ગણાવ્યું
ઈટાલીમાં રમખાણો વચ્ચે ભારતે પોતાના નાગરિકોને આપી સલાહ, 'ભીડભાડવાળા વિસ્તારોથી દૂર રહો'
ઈટાલીમાં રમખાણો વચ્ચે ભારતે પોતાના નાગરિકોને આપી સલાહ, 'ભીડભાડવાળા વિસ્તારોથી દૂર રહો'
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 1,000 પોલીસકર્મી ઘાયલ, 2,400 લોકોની ધરપકડ, પીએમે આપ્યા કર્ફ્યુના આદેશ
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર

વિડિઓઝ

Yusuf Pathan : TMC છોડનાર સાંસદ યુસુફ પઠાણ પર વડોદરા મનપા મહેરબાન
Hun To Bolish : હું તો બોલીશ : એકતા અને આસ્થાની પલ્લી
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળનું દહન ક્યારે?
Rajkot News: સૌરાષ્ટ્રની સૌથી મોટી પીડીયુ સિવિલ હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી
CM Bhupendra Patel: વીજળીની વધતી માગ પર સરકાર એક્શનમાં , મુખ્યમંત્રીની ઉચ્ચસ્તરીય બેઠક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરત રેલવે ઓવરબ્રિજ અકસ્માત: પુલ પરથી નીચે પટકાયેલા 4માંથી 3 યુવકો હાર્યા જિંદગીની જંગ
સુરત રેલવે ઓવરબ્રિજ અકસ્માત: પુલ પરથી નીચે પટકાયેલા 4માંથી 3 યુવકો હાર્યા જિંદગીની જંગ
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
Asian Para Games 2026: નિષાદ કુમારે લોન્ગ જમ્પ પછી હાઇ જમ્પમાં પણ જીત્યો ગોલ્ડ, રચી દીધો ઇતિહાસ
Asian Para Games 2026: નિષાદ કુમારે લોન્ગ જમ્પ પછી હાઇ જમ્પમાં પણ જીત્યો ગોલ્ડ, રચી દીધો ઇતિહાસ
મિચેલ સ્ટાર્કે રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં આવું પરાક્રમ કરનાર દુનિયાનો પ્રથમ બોલર
મિચેલ સ્ટાર્કે રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં આવું પરાક્રમ કરનાર દુનિયાનો પ્રથમ બોલર
દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો
દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો
Jio IPO: 21 ઓક્ટોબરથી ઓપન થશે ભારતનો સૌથી મોટો IPO, જાણો તેના વિશે તમામ જાણકારી
Jio IPO: 21 ઓક્ટોબરથી ઓપન થશે ભારતનો સૌથી મોટો IPO, જાણો તેના વિશે તમામ જાણકારી
Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું
Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું
Embed widget