મૌલવીએ ફતવો જાહેર કરીને મુસ્લિમોને ફેસબુકમાં 'હાહા' ઇમૉજી વાપરવાની ના પાડી, તો લોકોએ શું કર્યુ, જાણો વિગતે.........
બાંગ્લાદેશના મોટી સંખ્યામાં ઓનલાઇન ફોલોઅર્સ વાળા પ્રમુખ મૌલવીએ લોકોની મજાક ઉડાવનારી ફેસબુકની "હાહા" ઇમૉજીના વપરાશ વિરુદ્ધ ફતવો જાહેર કર્યો છે. મૌલવી અહમદુલ્લાના ફેસબુક અને યુટ્યૂબ પર 30 લાખથી વધુ ફોલોઅર્સ છે.
ઢાકાઃ બાંગ્લાદેશના મોટી સંખ્યામાં ઓનલાઇન ફોલોઅર્સ વાળા પ્રમુખ મૌલવીએ લોકોની મજાક ઉડાવનારી ફેસબુકની "હાહા" ઇમૉજીના વપરાશ વિરુદ્ધ ફતવો જાહેર કર્યો છે. મૌલવી અહમદુલ્લાના ફેસબુક અને યુટ્યૂબ પર 30 લાખથી વધુ ફોલોઅર્સ છે. તે મુસ્લિમ બહુમતી વાળા બાંગ્લાદેશમાં ધાર્મિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે નિયમિત રીતે ટેલિવીજન શૉમાં દેખાતા હોય છે.
શનિવારે મૌલવી અહમદુલ્લાએ ત્રણ મિનીટનો એક વીડિયો પૉસ્ટ કર્યો જેમાં તેમને ફેસબુક પર લોકોનો મજાક ઉડાવવા પર ચર્ચા કરી અને એક ફતવો જાહેર કર્યો, જેમાં બતાવવામાં આવ્યુ કે આ મુસલમાનો માટે "પુરેપુરી રીતે હરામ" છે. મૌલવી અહમદુલ્લાએ વીડિયોમાં કહ્યું- જો આપણે હાહા ઇમૉજીનો ઉપયોગ વિશુદ્ધ રીતે મજાકની સાથે પ્રતિક્રિયા આપવા માટે કરીએ છીએ અને કન્ટેન્ટ પૉસ્ટ કરનારાઓનો પણ આ જ ઇરાદો છે, તો આ ઠીક નથી.
આ રીતે મજાક ઉડાવવી ઇસ્લામમાં હરામ-
મૌલવી અહમદુલ્લાએ કહ્યું- પરંતુ જો તમારી પ્રતિક્રિયા સોશ્યલ મીડિયા પર પૉસ્ટ કરવાની કે કૉમેન્ટ કરવા વાળા લોકોની મજાક ઉડાવવી કે ઉપહાસ કરવા માટે હતી, તો આ ઇસ્લામમાં પુરેપુરી રીતે હરામ છે.
મૌલવી અહમદુલ્લાએ કહ્યું- અલ્લાહ માટે હું તમને આ કામ માટે પરહેજ કરવાનો અનુરોધ કરુ છુ. કોઇની મજાક ઉડાવવ માટે 'હાહા' ઇમૉજીનો ઉપયોગ ના કરો. જો તમે કોઇ મુસ્લિમને ઠેસ પહોંચાડો છો તો તે ખરાબ ભાષામાં જવાબ આપી શકે છે, જે અપ્રત્યાશિત હશે.
યૂઝર્સે હાહા હાહા ઇમૉજીથી જ ફતાવાનો વિરોધ કર્યો-
મૌલવી અહમદુલ્લાના હજારો ફોલોઅર્સે આ વીડિયો પર પ્રતિક્રિયા આપી, આમાંથી મોટા ભાગનાએ સકારાત્મક પ્રતિક્રિયા આપી, જોકે સેંકડો યૂઝર્સે હાહા ઇમૉજીનો ઉપયોગ કરીને ફતવાનો વિરોધ કર્યો. મૌલવી અહમદુલ્લા ઇન્ટરનેટ પર ખુબ એક્ટિવ રહે છે, અને તેમના દરેક વીડિયોને લાખો વ્યૂઝ મળે છે. મૌલવી અહમદુલ્લાના ફેસબુક અને યુટ્યૂબ પર 30 લાખથી વધુ ફોલોઅર્સ છે.