શોધખોળ કરો

FCRA Licence : BBC બાદ સોરોસનું સમર્થન કરનારી થિંક ટેંક પર ત્રાટકી મોદી સરકાર

બીજા શબ્દોમાં કહીએ તો આ વિના કોઈપણ એનજીઓ વિદેશી દાન મેળવી શકશે નહીં. નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ CPRનું FCRA લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.

Modi Government Suspends FCRA Licence : કેન્દ્ર સરકારે BBC બાદ અમેરિકન ઉદ્યોગપતિ જ્યોર્જ સોરોસ દ્વારા સમર્થિત થિંક ટેન્ક પર કાર્યવાહી કરી છે. સેન્ટર ફોર પોલિસી રિસર્ચ (CPR)નું FCRA લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. વિદેશી દાન મેળવવા માટે ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ એટલે કે FCRA લાઇસન્સ જરૂરી છે. બીજા શબ્દોમાં કહીએ તો આ વિના કોઈપણ એનજીઓ વિદેશી દાન મેળવી શકશે નહીં. નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ CPRનું FCRA લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. 

મોદી સરકાર દ્વારા આ પગલું એવા સમયે ભરવામાં આવ્યું છે જ્યારે દિગ્ગજ ઉદ્યોગપતિ જ્યોર્જ સોરોસે થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પીએમને અલોકતાંત્રિક ગણાવ્યા હતાં. તો આ અગાઉ આવકવેરા વિભાગે દિલ્હી અને મુંબઈ સ્થિત બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (બીબીસી)ની ઓફિસમાં 'સર્વે' કર્યો હતો. આ સર્વે પીએમ પર બીબીસીની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રી રિલીઝ થયા બાદ હાથ ધરવામાં આવ્યો હતો.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે પણ ભૂતકાળમાં બીબીસી અને સોરોસ પર નિશાન સાધ્યું હતું. તેમણે મોદી પરની વિવાદાસ્પદ બીબીસી ડોક્યુમેન્ટ્રી પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. પોતાની નારાજગી વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે, શું અભિવ્યક્તિના નામે સુપ્રીમ કોર્ટ અને બે દાયકાની સઘન તપાસને કોઈ બરતરફ કરી શકે છે. ધનખર પહેલા સરકારે આ ડોક્યુમેન્ટ્રીને પ્રચારનો ભાગ ગણાવી હતી. તેણે આ ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ મૂક્યો હતો. ઉપરાષ્ટ્રપતિએ ઈશારામાં જ્યોર્જ સોરોસ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ક્યાંક એક સજ્જન છે. તેઓ મની પાવરનો ઉપયોગ કરે છે. તેના કેટલાક લાભાર્થીઓ છે. તેઓ પરોપજીવી જેવા છે. તેઓ આપણા દેશની લોકશાહીની વાત કરે છે.

જ્યોર્જ સોરોસે શું કહ્યું હતું? 

જ્યોર્જ સોરોસે જર્મનીમાં મ્યુનિક ડિફેન્સ કોન્ફરન્સમાં પીએમ મોદી વિશે અનેક વિવાદાસ્પદ વાતો કહી હતી. તેમણે કહ્યું હતું કે, ભારત એક લોકશાહી દેશ છે. પરંતુ, પીએમ મોદી લોકશાહી નથી. મોદીના મોટા નેતા બનવાનું કારણ ભારતીય મુસ્લિમો પર કરવામાં આવેલી હિંસા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ભારત રશિયા પાસેથી ઓછી કિંમતે તેલ ખરીદે છે. ગૌતમ અદાણી કેસમાં મોદીએ મૌન પાળ્યું છે. જોકે એ બીજી વાત છે કે, તેમણે વિદેશી રોકાણકારો અને સંસદમાં પ્રશ્નોના જવાબ આપવા જ પડશે.

ભાજપે તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમણે તેને વિદેશી ધરતી પરથી ભારતના લોકતાંત્રિક માળખાને નબળું પાડવાનો પ્રયાસ ગણાવ્યો હતો. સોરોસ હંગેરિયન-અમેરિકન અબજોપતિ ઉદ્યોગપતિ છે. બ્રિટનમાં તેને તે વ્યક્તિ તરીકે જોવામાં આવે છે જેણે 1992માં બેંક ઓફ ઈંગ્લેન્ડનો નાશ કર્યો હતો.

વિવાદાસ્પદ નિવેદનના થોડા દિવસો બાદ કાર્યવાહી

સોરોસના વિવાદાસ્પદ નિવેદનના થોડા દિવસો બાદ ઉદ્યોગપતિ સમર્થિત થિંક ટેન્કનું FCRA લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. નિષ્ણાંતોએ CPR વિરુદ્ધ મોદી સરકારની કાર્યવાહીની પ્રશંસા કરી છે. વરિષ્ઠ પત્રકાર આર રાજગોપાલને કહ્યું છે કે, સીપીઆર વિરુદ્ધ કાર્યવાહી નિયમો હેઠળ કરવામાં આવી છે. તેના પર છેલ્લા પાંચ વર્ષથી ટેક્સ બાકી છે. FCRAમાં એક કલમ છે જે કહે છે કે તમારે વિદેશી યોગદાનમાંથી મળેલી રકમ પર થોડો ટેક્સ ચૂકવવો પડશે. તે આપવામાં આવ્યું ન હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
Advertisement
ABP Premium

વિડિઓઝ

National Green Tribunal: ચાઈનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીનો ઉપયોગ કરશો તો થશે સજાHun To Bolish : હું તો બોલીશ : ગુલાટ મારતો આતંકHun To Bolish : હું તો બોલીશ : માફિયાઓ સામે દાદાનો દમBZ Group Scam: રોકાણકારોના ફસાયેલા નાણાં મુદ્દે CID ક્રાઈમના DIGનું મોટુ નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
કોહલી અને અનુષ્કા બાળકો સાથે પહોંચ્યા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા, વાતચીતનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 
કોહલી અને અનુષ્કા બાળકો સાથે પહોંચ્યા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા, વાતચીતનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 
Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત
Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત
Redmi 14C 5Gનો સેલ આજથી શરૂ, તમને સસ્તા બજેટમાં મળશે દમદાર ફીચર્સ, જાણો કિંમત
Redmi 14C 5Gનો સેલ આજથી શરૂ, તમને સસ્તા બજેટમાં મળશે દમદાર ફીચર્સ, જાણો કિંમત
Embed widget