શોધખોળ કરો
Advertisement
ફ્રાન્સઃ પેરિસમાં પોલીસ હેડક્વાર્ટરમાં ચાકુથી હુમલો, ચાર અધિકારીઓનું મોત
તપાસકર્તાઓએ શંકા વ્યક્ત કરી હતી કે કાર્યસ્થળ પર ઝઘડાના કારણે હુમલાખોરે જીવલેણ હુમલો કર્યો હતો
પેરિસઃ ફ્રાન્સની રાજધાની પેરિસમાં પોલીસ હેડક્વાર્ટરમાં કાર્યરત એક વ્યક્તિએ ગુરુવારે ચાર અધિકારીઓની ચાકૂ મારીને હત્યા કરી દીધી હતી ત્યારબાદ પોલીસે હુમલાખોરને ઠાર માર્યો હતો. સૂત્રોએ આ જાણકારી આપી છે.
તપાસકર્તાઓએ શંકા વ્યક્ત કરી હતી કે કાર્યસ્થળ પર ઝઘડાના કારણે હુમલાખોરે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલાને ફ્રાન્સમાં પોલીસ પર થયેલા મોટા હુમલામાંના એક માનવામાં આવી રહ્યો છે. હુમલાખોર પોલીસ હેડક્વાર્ટરમાં જ નોકરી કરતો હતો.
એએફપીના રિપોર્ટ અનુસાર, લંચના સમયે હુમલા બાદ ઐતિહાસિક પેરિસના સેન્ટરને ચારે તરફથી ઘેરી લેવામાં આવ્યું હતું. સામાન્ય રીતે પ્રવાસીઓથી વ્યસ્ત રહેનારી આ જગ્યા ડઝનેક પોલીસ અને અનેક પોલીસ ગાડીઓ પહોંચી ગઇ હતી. આ સિવાય પ્રવાસીઓ માટેના મહત્વના આકર્ષક સ્થળોને બંધ કરી દેવામાં આવ્યા હતા.#UPDATE A man wielding a knife stabbed and killed four officers at the police headquarters in the heart of central Paris, before being shot deadhttps://t.co/xnkt6bMuJ2
— AFP news agency (@AFP) October 3, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement