શોધખોળ કરો

ગુગલ પર લાગ્યો 3.4 લાખ કરોડનો દંડ, એન્ડ્રોઇડમાં પોતાના એપ રાખવાનો આરોપ

ન્યૂયોર્કઃ અમેરિકન ટેકનોલોજી કંપની ગુગલ પર યુરોપિયન યુનિયન રેગ્યુલેટર્સે પાંચ બિલિયન ડોલર એટલે કે લગભગ 3.4 લાખ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. યુરોપિયન કમિશનના કહેવા પ્રમાણે, ગુગલે પોતાની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમની માર્કેટમાં પહોંચનો ખોટો ઉપયોગ કર્યો છે. તે સિવાય એમ પણ કહ્યું કે, ગુગલે કથિત રીતે સ્માર્ટફોન બનાવનારી કંપનીઓને એન્ડ્રોઇડ ફોર્ક્ડ વર્ઝન પર ચાલનારી ડિવાઇસ બનાવવા દીધી નહોતી. ફોર્ક્ડ વર્ઝન એટલે કે ઓપન સોર્સ એન્ડ્રોઇડ જેને કંપનીઓ પોતાની રીતે કસ્ટમાઇઝ કરતી હતી. એટલું જ નહી ગુગલે મોટી કંપનીઓ અને મોબાઇલ નેટવર્ક્સને પોતાના હેન્ડસેટ્સમાં ગુગલ સર્ચ એપ આપવા માટે રૂપિયા પણ આપ્યા હતા. ગુગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટને પોતાની બિઝનેસ પ્રેક્ટિસ બદલવા માટે  90 દિવસનો સમય આપ્યો છે. કહેવામાં આવ્યું છે કે જો કંપની તેમ કરવામાં નિષ્ફળ જશે તો રોજના ટર્નઓવરના પાંચ ટકા હિસ્સો દંડ સ્વરૂપે વસૂલવામાં આવશે. નોંધનીય છે કે ગુગલ પર લગાવવામાં આવેલો આ દંડ કોઇ પણ કંપની પર લગાવવામાં આવેલો અત્યાર સુધીનો સૌથી મોટો દંડ છે. એક રિપોર્ટ પ્રમાણે ગુગલના સીઇઓ સુંદર પિચાઇને આ નિર્ણય અંગે કંપટિશન કમીશન માગ્રેટ વેસ્ટજર અગાઉથી જ જણાવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ગુગલના એપ અગાઉથી જ ઇન્સ્ટોલ્ડ હોય છે અને અન્ય એપ્સ કંપનીઓ એ આરોપ લગાવતી આવી છે કે એવામાં યુઝર્સને ગુગલના જ એપ યુઝ કરવા પડે છે કારણ કે તે અગાઉથી જ સ્માર્ટફોનમાં હોય છે. એમ કરવાથી ગુગલ ના ફક્ત એપ યુઝ કરે છે પરંતુ પોતાની ટાર્ગેટ જાહેરખબરો પણ સેટ કરે છે. યુરોપિયન યુનિયનની કમ્પટિશન ચીફ માર્ગેટ વેસ્ટૈઝરે કહ્યું કે, ગુગલે એન્ડ્રોઇડનો પોતાના સર્ચ એન્જિનની પહોંચ વધારવા માટે એક વ્હીકલ તરીકે ઉપયોગ કર્યો છે. આમ કરવાથી ગુગલે પોતાના પ્રતિસ્પર્ધીઓને ઇનોવેટ કરવા અને મેરિટના  હિસાબે ટક્કર આપતા રોકવાનું કામ કર્યું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: કાતિલ ઠંડીથી ઠૂંઠવાયું ગુજરાત, 6 શહેરોનું તાપમાન 10 ડિગ્રીથી નીચે, જાણો હવામાન વિભાગની આગાહી

Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત

Elon Musk: આ દેશના PMને પદ પરથી હટાવવા એલોન મસ્કે યોજી ગુપ્ત બેઠક! રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

Los Angeles: જંગલમાં લાગેલી આગે મચાવી તબાહી, 1 હજારથી વધુ ઇમારતોને નુકસાન, હોલીવુડ હિલ્સ કરાવવામાં આવ્યું ખાલી

ABP Premium

વિડિઓઝ

Rajkot Onion Price: એક જ મહિનામાં ડુંગળીના ભાવ તળિયે, પ્રતિ મણ 200થી 350 રૂપિયા ભાવHMPV Virus : વાયરસને લઈને હવે વડોદરામાં પણ જાહેર કરાઈ એડવાઈઝરી, DEOએ આપી દીધી મોટી સૂચના?USA Fire News: લોસ એન્જલસમાં 25 હજાર એકરમાં ફેલાઈ આગ, હોલીવૂડ સ્ટાર્સના બંગલા ખાખGujarat Weather News: ગુજરાતનું  શિમલા બન્યું નલિયા, જાણો કેટલું નોંધાયું તાપમાન?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: કાતિલ ઠંડીથી ઠૂંઠવાયું ગુજરાત, 6 શહેરોનું તાપમાન 10 ડિગ્રીથી નીચે, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Weather: કાતિલ ઠંડીથી ઠૂંઠવાયું ગુજરાત, 6 શહેરોનું તાપમાન 10 ડિગ્રીથી નીચે, જાણો હવામાન વિભાગની આગાહી
Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત
Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત
Elon Musk: આ દેશના PMને પદ પરથી હટાવવા એલોન મસ્કે યોજી ગુપ્ત બેઠક! રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
Elon Musk: આ દેશના PMને પદ પરથી હટાવવા એલોન મસ્કે યોજી ગુપ્ત બેઠક! રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
Los Angeles: જંગલમાં લાગેલી આગે મચાવી તબાહી, 1 હજારથી વધુ ઇમારતોને નુકસાન, હોલીવુડ હિલ્સ કરાવવામાં આવ્યું ખાલી
Los Angeles: જંગલમાં લાગેલી આગે મચાવી તબાહી, 1 હજારથી વધુ ઇમારતોને નુકસાન, હોલીવુડ હિલ્સ કરાવવામાં આવ્યું ખાલી
L&Tના ચેરમેન પર ફૂટ્યો Deepika Padukoneનો ગુસ્સો, કહ્યુ- આટલા સીનિયર થઇને...'

Recharge Plan: 200 રૂપિયાથી ઓછી કિંમતમાં ધાંસુ પ્લાન,હાઇ-સ્પીડ ડેટા અને ફ્રી કોલિંગ સુવિધા પણ,જુઓ સસ્તા રિચાર્જની યાદી

Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી પર હવે નવો વિવાદ,આફ્રિકામાં શરુ થયું આ ટીમનો બહિષ્કાર કરવાનું અભિયાન

Myths Vs Facts: શું રાત્રે કેળા ખાવાથી નુકસાન થાય છે? જાણી લો સત્ય

Embed widget