શોધખોળ કરો
Advertisement
આ ગુજરાતી યુવક છે અમેરિકામાં મોસ્ટ વોન્ટેડ, જાણો એફબીઆઈએ માહિતી આપનારને કેટલા લાખનું ઈનામ કર્યું જાહેર ?
આ શુક્રવારે એફબીઆઈએ ફરીથી તેના નામ અને ઇનામની જાહેરાત કરતી ટ્વીટ કરીને જનતાનું ધ્યાન આકર્ષિત કર્યું છે.
અમેરિકાના ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)એ પ્રજાની વચ્ચે ભારતીય મૂળના ભદ્રેશકુમાર ચેતનભાઇ પટેલની માહિતી આપવા પર 1,00,000 ડોલર (રૂ.73,96,245)ના ઇનામની જાહેરાત ફરીથી કરી છે. FBIના મતે પટેલનો જન્મ ગુજરાતના વીરમગામ તાલુકાના કંતોદ્રી ગામમાં થયો હતો.
ઉલ્લેખનીય છે કે, આ વ્યક્તિ એફબીઆઈની 2017મા જાહેર કરાયેલી 10 મોસ્ટ વોન્ટેડ યાદીમાંથી એક છે. આ શુક્રવારે એફબીઆઈએ ફરીથી આના નામ સાથે ઇનામની રકમ જાહેર કરી છે. ભદ્રેશકુમારે વર્ષ 2015માં પોતાની પત્નીની હત્યા (Wife murder) કરી હતી. ત્યારથી તે ફરાર છે. આ અંગે FBIએ લોકોને કહ્યું છે કે જો, આ વ્યક્તિ અંગે જાણ હોય કે પછી તેમને ખબર છે કે તે કયાં રહે છે તો તેઓ એજન્સી કે નજીકના અમેરિકન એમ્બસી સાથે સંપર્ક કરે.
તેના પર એક લાખ ડોલરનું ઇનામ છે. આ શુક્રવારે એફબીઆઈએ ફરીથી તેના નામ અને ઇનામની જાહેરાત કરતી ટ્વીટ કરીને જનતાનું ધ્યાન આકર્ષિત કર્યું છે.
ભદ્રેશ છેલ્લી વખત ન્યૂજર્સીની એક હોટલમાં દેખાયો હતો. જે બાદ તેણે રાજ્યના નેવાર્કમાં એક ટ્રેન સ્ટેશન માટે ટેક્સી લીધી હતી. તે સમયે એની અરૂંડેલ કાઉન્ટીના પોલીસ પ્રમુખ રહી ચૂકેલા ટિમ અલ્ટોમારે રેડિયોને કહ્યું હતું કે, આ કેસમાં હિંસા ભડકી હતી. હૃદય કંપાવનારા દ્રશ્યો સર્જાયા હતા અને આ પોલીસ વિભાગ માટે ઝાટકો હતો.
WTOP રેડિયોએ અધિકારીઓના હવાલે કહ્યું કે ઘટના દરમ્યાન પટેલ 24 વર્ષનો હતો તેને કથિત રીતે પોતાની 21 વર્ષની પત્ની પર દુકાનના પાછળના ભાગમાં રસોઇમા વપરાતા ચાકુથી કેટલીય વખત ઘા કર્યો હતો એ દરમ્યાન ત્યાં ગ્રાહકો પણ હાજર હતા. તેઓ બંને ત્યાં કામ કરતા હતા.
નોંધનીય છે કે, આ ઘટનાના એક મહિના પહેલાં જ બંનેના વિઝાનો સમય પૂરો થઇ ગયો હતો. તપાસકર્તાઓનું માનવું છે કે, ભદ્રેશની પત્ની પલક પટેલ ભારત પાછા આવવા માંગતી હતી પરંતુ તેના પતિએ તેનો વિરોધ કર્યો હતો. એફબીઆઈએ ભદ્રેશને 2017મા મોસ્ટ વોન્ટેડની યાદીમાં સમાવ્યો હતો. પરંતુ હજુ તે કોઇના હાથમાં આવ્યો નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
દેશ
ક્રિકેટ
Advertisement