Happy New Year: ઓમિક્રોનના સંકટ વચ્ચે ન્યૂઝીલેન્ડ-ઓસ્ટ્રેલિયામાં 2022નું ધામધૂમથી કરાયું સ્વાગત
નવા વર્ષ એટલે કે 2022નું ન્યૂઝિલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં સ્વાગત કરવામા આવ્યુ હતું. ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં લોકોએ આતશબાજી સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું હતું.
Happy New Year: નવા વર્ષ એટલે કે 2022નું ન્યૂઝિલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં સ્વાગત કરવામા આવ્યુ હતું. ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં લોકોએ આતશબાજી સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. ન્યૂઝીલેન્ડ, રશિયા, ઓસ્ટ્રેલિયા અને જાપાનમાં ભારત અગાઉ જ નવા વર્ષની ઉજવણી શરૂ થઈ જાય છે. નવા વર્ષના અવસર પર દુનિયામાં ઉજવણીનો માહોલ છે. જોકે. છેલ્લા બે વર્ષોથી કોરોના મહામારીએ નવા વર્ષની ઉજવણીને ખરાબ રીતે પ્રભાવિત કરી છે.
ઓમિક્રોનના સંકટ વચ્ચે અનેક દેશોમાં નવા વર્ષની ઉજવણીમાં નિયંત્રણો લગાવવામાં આવ્યા છે. આ વચ્ચે અનેક દેશોમાં નવા વર્ષની ઉજવણી શરૂ કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે ભારત અગાઉ ઓસ્ટ્રેલિયા, જાપાન અને સાઉથ કોરિયામાં નવા વર્ષની ઉજવણી શરૂ થઇ જાય છે. જ્યારે ન્યૂઝિલેન્ડમાં નવા વર્ષની ઉજવણી શરૂ થઇ ચૂકી છે. ન્યૂઝિલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષના સ્વાગતમાં આતશબાજી કરવામાં આવી હતી. દુનિયાભરના દેશોની સરકારોએ આ અવસર પર સતર્કતા રાખી રહી છે. અનેક પ્રતિબંધો વચ્ચે નવા વર્ષનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે.
ઓસ્ટ્રેલિયામાં પણ નવા વર્ષની ઉજવણી શરૂ થઇ ચૂકી છે. ઓસ્ટ્રેલિયાના શહેર સિડનીમાં આતશબાજી કરી નવા વર્ષનું સ્વાગત કરાયું હતુ. સિડનીના ઓપેરા હાઉસ અને હાર્બર બ્રિજ પર આતશબાજી કરી નવા વર્ષની ઉજવણી કરાઇ હતી.
#WATCH New Zealand's Auckland welcomes the new year 2022 with fireworks https://t.co/kNOsxyniQl
— ANI (@ANI) December 31, 2021
ભારતમાં પણ અનેક રાજ્યોની સરકારોએ ઓમિક્રોનના સંકટના કારણે નવા વર્ષની ઉજવણીમાં પ્રતિબંધો લગાવ્યા છે. તેમ છતા લોકો રસ્તા પર ઉતરી કોરોનાના નિયમોનો ભંગ કરતા જોવા મળ્યા હતા. દિલ્હીમાં એક જાન્યુઆરીના રોજ ઇન્ડિયા ગેટ અને આસપાસ એકઠી થનારી ભીડને રોકવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે.