લેબનાનમાં સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત, ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ
લેબનાનમાં સીરિયલ બ્લાસ્ટ થયા છે. અહીં પેજર્સ બ્લાસ્ટમાં 1000થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘાયલોમાં હિઝબુલ્લાહ જૂથના સેંકડો સભ્યો અને આરોગ્ય કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.
Pagers Explode In Lebanon: લેબનોનમાં હિઝબુલ્લાહના સભ્યોના પેજરમાં શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થયાના સમાચાર આવ્યા છે. લેબનોનના સ્વાસ્થ્ય મંત્રી દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મંગળવાર (17 સપ્ટેમ્બર)ના રોજ થયેલા આ સીરિયલ બ્લાસ્ટમાં 8 લોકોના મોત થયા છે. આ સાથે લગભગ 2800 લોકો ઘાયલ થયા છે. પેજર્સમાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં ઘાયલ થયેલા લગભગ 200 લોકોની હાલત નાજુક છે.
Lebanon | Dozens of people were wounded in Beirut’s suburbs and other parts of Lebanon after their handheld pagers reportedly exploded, reports the Associated Press citing Lebanese state media and security officials.
— ANI (@ANI) September 17, 2024
લેબનોને માહિતી આપી હતી કે આજે બપોરે સેંકડો હિઝબુલ્લાહ જૂથના લડાકૂઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ કોમ્યુનિકેશન માટે પેજરનો ઉપયોગ કરી રહ્યા હતા અને તે જ સમયે તેમણે બ્લાસ્ટ કર્યો હતો.
સીરિયલ વિસ્ફોટોના કારણે લેબનોનમાં હડકંપ મચી ગયો
લેબનોનમાં થયેલા આ વિસ્ફોટો બાદ ગભરાટ ફેલાયો હતો અને ચારેબાજુ ચીસોના અવાજો સંભળાયા હતા. જો કે હજુ સુધી આ વિસ્ફોટોમાં કોઈના મોતના સમાચાર નથી. દરમિયાન, ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે લેબનોનની રાજધાની બેરૂતમાં અમેરિકા દ્વારા જાહેર કરાયેલા આતંકવાદી સંગઠન હિઝબુલ્લાને નિશાન બનાવીને આ હુમલો કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે અમેરિકા અને યુરોપિયન યુનિયને હિઝબુલ્લાહ પર પ્રતિબંધ લગાવ્યો છે, જ્યારે ઈરાન તેનું સમર્થન કરે છે.
શું ઈઝરાયેલે હિઝબુલ્લાહને નિશાન બનાવ્યું?
હિઝબુલ્લાહે લેબનોનમાં પેજર વિસ્ફોટ માટે ઇઝરાયેલ પર આરોપ લગાવ્યો છે. હિઝબુલ્લાએ પણ આ હુમલાને સુરક્ષાની સૌથી મોટી ભૂલ ગણાવી છે. હિઝબુલ્લાહે કહ્યું કે તમામ પેજર એક સાથે વિસ્ફોટ થયા. લેબનોનમાં આ સીરીયલ બ્લાસ્ટ તેના પ્રકારની પ્રથમ ઘટના છે.
ગાઝામાં ઈઝરાયેલના હુમલા બાદથી હિઝબુલ્લા ઈઝરાયેલી સંરક્ષણ દળ સામે યુદ્ધ ચલાવી રહી છે. ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચેની સ્થિતિ ખરાબથી ખરાબ થઈ રહી છે. જ્યારે રોઇટર્સે આ મુદ્દે ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ (આઇડીએફ) પાસેથી માહિતી મેળવવા માંગતા હતા, ત્યારે તેઓએ નિવેદન આપવાનો ઇનકાર કર્યો હતો.