શોધખોળ કરો
લીક ઈમેલનો ખુલાસો: હિલેરી ક્લિંટને પોતાના સહયોગીને અમિતાભ બચ્ચન વિશે પૂછ્યું હતું..
![લીક ઈમેલનો ખુલાસો: હિલેરી ક્લિંટને પોતાના સહયોગીને અમિતાભ બચ્ચન વિશે પૂછ્યું હતું.. Hillary Clinton Had Asked About Amitabh Bachchan Leaked Emails Show લીક ઈમેલનો ખુલાસો: હિલેરી ક્લિંટને પોતાના સહયોગીને અમિતાભ બચ્ચન વિશે પૂછ્યું હતું..](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/11/05155810/hillary-clinton_650x400_41478158114.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ન્યૂયોર્ક: ડેમોક્રેટિક પાર્ટી તરફથી અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હિલેરી ક્લિંટને લીક થયેલા એક ઈ-મેલથી જાણવા મળ્યું છે કે તેમને એક વખત સોથી નજીકના સહયોગી હમા અબેદીનથી હિંદી સિનેમાના મહાનાયક અમિતાભ બચ્ચન વિશે પૂછ્યું હતું.
ધ વૉશિગ્ટન પોસ્ટ અખબારના રાષ્ટ્રીય રાજનૈતિક રિપોર્ટર જોસ એ ડેલરિયલે ટ્વિટર પર હિલેરીના લીક થયેલા એક ઈમેલની તસ્વીર પોસ્ટ કરી હતી, જેમાં દેખાઈ રહ્યું છે કે પૂર્વ અમેરિકી વિદેશ મંત્રીએ પોતાના પાકિસ્તાની મૂળના સહયોગી હમા પાસે બચ્ચન વિશે પૂછ્યું હતું.
હિલેરીએ જુલાઈ 2011માં હમાને એક ઈમેલ મોકલ્યો હતો, જેમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે ‘આપણે થોડા વર્ષ પહેલા જે મશહૂર વૃદ્ધ અભિનેતાને મળ્યા હતા, તેનું નામ શું છે.? હમાએ જવાબ આપ્યો હતો કે, ‘અમિતાભ બચ્ચન’ લીક થયેલા ઈમેલમાં આ જાણકારી નથી કે હિલેરીએ કેમ અને ક્યા સંદર્ભમાં 74 વર્ષના અભિનેતા વિશે પૂછ્યું હતું.
એફબીઆઈએ હમાથી અલગ રહી રહેલા પતિ પૂર્વ કોંગ્રેસ સભ્ય એંથની વેનરના એક લેપટૉપ પર મળેલા લગભગ 6,50,000 ઈમેલની સમીક્ષા શરૂ કરી દીધી છે, જેના પછી હમા એક રાજનૈતિક હંગામાના કેંદ્રમાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)