શોધખોળ કરો

મોટો ખુલાસોઃ USથી પાછા આવી રહેલા ઈમરાનને સાઉદીના પ્રિન્સે પ્લેનમાંથી ઉતારી મૂક્યા હતા, જાણો કેમ

યુએનની મહાસભામાં ભાગ લેવા અમેરિકા આવતા પહેલા ઈમરાન સાઉદી અરબ ગયા હતા.

નવી દિલ્હીઃ પાકિસ્તાન ભલે સંયુક્ત રાષ્ટ્રમાં જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવીને પોતાની પીઠ થપથપાવી રહ્યું હોય, પરંતુ ત્યાંનાં એક સમાચાર પત્રનો દાવો છે કે યૂએનથી પરત ફરતા સમયે સાઉદી ક્રાઉન પ્રિંસે પોતાનું વિમાન સુદ્ધા પરત બોલાવી લીધું હતુ, જેમાં ઇમરાન ખાન મુસાફરી કરી રહ્યા હતા. એ સમયે કહેવામાં આવ્યું હતુ કે ટેકનિકલ ખામીનાં કારણે વિમાન પરત ફર્યું હતુ, પરંતુ હવે કહેવામાં આવી રહ્યું છે કે ઇમરાન ખાનની સંયુક્ત રાષ્ટ્રમાં સ્પીચથી ગુસ્સે થયેલા સાઉદી પ્રિંસ મોહમ્મદ બિન સલમાને પોતાનું વિમાન પરત બોલાવી લીધું હતુ. યુએનની મહાસભામાં ભાગ લેવા અમેરિકા આવતા પહેલા ઈમરાન સાઉદી અરબ ગયા હતા. સાઉદીથી ઈમરાન કોમર્શિયલ ફ્લાઈટથી ન્યૂયોર્ક જવાના હતા પરંતુ સાઉદી પ્રિન્સે તેમને પોતાનું ખાસ પ્લેન આપ્યું હતું. તે આ જ વિમાનથી યુએનના સેશન બાદ પાકિસ્તાન પરત ફરી રહ્યા હતા. પરંતુ વિમાનને અડધા રસ્તેથી પાછુ લઈ જવામાં આવ્યું હતુ. હવે પાકિસ્તાનના સાપ્તાહિક ફ્રાઈડે ટાઈમ્સે દાવો કર્યો છે કે વિમાનને ટેકનિકલ ક્ષતિના કારણે નહીં પરંતુ મોહમ્મદ બિન સલમાનની નારાજગીના કારણે પરત લાવવામાં આવ્યું હતું. અહેવાલમાં આગળ કહેવામાં આવ્યું છે કે આ સમર્થકોને લાગે છે કે ઈમરાને કાશ્મીર, ઈસ્લામોફોબિયા જેવા ખાસ મુદ્દા પર ધારદાર વાતો કરી હતી. તેમને તેનાથી કોઈ ફરક પડતો નથી કે જ્યારે ઈમરાન બોલી રહ્યા હતા ત્યારે હોલ અડધો ખાલી છે અને ઈમરાને માની લીધું હતું કે પાકિસ્તાન અલકાયદા આતંકવાદીઓને ટ્રેનિંગ આપતા હતા. તેમને તેનાથી કોઈ ફરક પડતો નથી કે ભારત-પાકિસ્તાન વચ્ચે વાતચીતની આશા પહેલાથી જ ધૂંધળી બની ગઈ છે અને એક ક્ષેત્રીય મુદ્દો ઈસ્લામી પાકિસ્તાન અને હિન્દુ ભારતનો મુદ્દો બનાવી દેવામાં આવ્યો છે. ફ્રાઇડે ટાઇમ્સે લખ્યું કે, ‘આ યાત્રાનાં કેટલાક અનિચ્છનીય પરિણામો પણ રહ્યા. સાઉદી પ્રિંસ મોહમ્મદ બિન સલમાન ન્યૂયૉર્કમાં પાકિસ્તાની પ્રધાનમંત્રીની રણનીતિનાં કેટલાક પાસાઓથી એટલા અલગ થઈ ગયા કે તેમણે પોતાનું ખાનગી વિમાન પરત બોલાવીને અને તેમાથી પાકિસ્તાની પ્રતિનિધિમંડળને નીકાળીને ઇમરાનને ફટકાર લગાવી.’ મેગેઝિન પ્રમાણે ઇસ્લામિક બ્લોકનું નેતૃત્વ કરવાની ઇમરાનનાં પ્રયત્નો સાઉદી અરબને પસંદ આવ્યા નહીં. આ ઉપરાંત પાકિસ્તાન તરફથી ઈરાન સાથે સંબંધ મજબૂત કરવા પર પણ નારાજગી હતી.’ જો કે પાકિસ્તાન સરકારનાં પ્રવક્તાએ ફ્રાઇડે ટાઇમ્સનાં રિપોર્ટને ફગાવી દીધો છે અને સંપૂર્ણ ખોટો રિપોર્ટ ગણાવ્યો છે. પ્રવક્તાએ આ સમાચારને મનઘડંત ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, “સાઉદી પ્રિંસ તરફથી વિમાનને પરત બોલાવી લેવાના સમાચાર મનઘંડત છે. પાકિસ્તાન અને સાઉદી અરબનાં શાસકો વચ્ચે સારા સંબંધ છે. રિપોર્ટમાં પ્રધાનમંત્રીની વિશ્વનાં નેતાઓ સાથેની સફળ વાતચીતને નબળી ગણાવવાનો પ્રયત્ન થયો છે.”
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Embed widget