શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Imran Khan Arrest Row: 'લાહોર પોલીસે ઈમરાન ખાનના ઘરે કરી ચોરી, જ્યુસનું બોક્સ પણ ઉપાડી ગયા', હવે એક્શનના મૂડમાં PTI

Imran Khan: પાકિસ્તાનમાં એક દિવસ પહેલા શનિવારે ઈમરાન ખાનની ધરપકડને લઈને પોલીસ દળ અને પાર્ટી સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે અનેક લોકોને કસ્ટડીમાં પણ લીધા હતા.

PTI Call Legal Meeting Against Police: શનિવારે (18 માર્ચ) પાકિસ્તાનમાં ઘણો હંગામો થયો. તોશાખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન ઈસ્લામાબાદ કોર્ટમાં હાજર થવા લાહોરથી નીકળ્યા કે તરત જ પોલીસ તેમના ઘરે પહોંચી ગઈ. આ દરમિયાન પોલીસ દળ અને પીટીઆઈ સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે બુલડોઝર વડે જમાન પાર્કમાં ઈમરાન ખાનના ઘરની પણ તોડફોડ કરી હતી. હવે ઈમરાન ખાનની પાર્ટીએ ઘરમાં ચોરીનો આરોપ લગાવીને પોલીસને કાર્યવાહી કરવા કહ્યું છે.

હકીકતમાં 19 માર્ચે પાકિસ્તાન-તેહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના નેતા ફવાદ ચૌધરીએ એક બેઠક બોલાવી હતી. જ્યાં તેમણે લાહોરમાં એક મકાનમાં તોડફોડ કરવા અને નિર્દોષ લોકોને ત્રાસ આપવા બદલ પોલીસ દળ વતી કેસ દાખલ કરવાનો નિર્ણય લીધો હતો. પોલીસ દળ પર આરોપ લગાવતા પીટીઆઈ નેતાએ કહ્યું કે તેઓએ લાહોર હાઈકોર્ટના નિર્ણયનું ઉલ્લંઘન કર્યું છે.

'પોલીસે ચોરી કરી, જ્યુસ બોક્સ પણ લઈ ગયા'
ફવાદ ચૌધરીએ કહ્યું કે મીટિંગ દરમિયાન પોલીસ ઈમરાન ખાનના ઘરે ઘૂસી ગઈ હતી. દરેક નિયમ તોડી દીધા. તેઓ જ્યુસનું બોક્સ પણ લઈ ગયા હતા. પોલીસે નિર્દોષ લોકો પર અત્યાચાર ગુજાર્યો હતો. આ તમામ ઘટનાઓ પાકિસ્તાનમાં ચાલી રહેલા બંધારણીય સંકટ તરફ ઈશારો કરે છે. તેણે કોર્ટના આદેશનો અનાદર કર્યો છે.

જણાવી દઈએ કે તોશાખાના કેસમાં ઈસ્લામાબાદ કોર્ટે પંજાબ પોલીસને ઈમરાન ખાનને લાહોરના જમાન પાર્ક સ્થિત તેમના ઘરેથી ધરપકડ વોરંટ સાથે ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો. પોલીસ આવતા જ ઈમરાન ખાનના સેંકડો સમર્થકોએ ઘરની બહાર વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હતું. આ અંગે પોલીસે લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો.

ઈમરાન ખાન વિરુદ્ધ ધરપકડ વોરંટ રદ
જો કે તે જ દિવસે (19 માર્ચ) ઈસ્લામાબાદ કોર્ટે તોશાખાના કેસમાં ઈમરાન ખાન વિરુદ્ધ ધરપકડ વોરંટ રદ કર્યું હતું. આ પછી ઈમરાન ખાન ઈસ્લામાબાદથી લાહોર સ્થિત પોતાના ઘરે જમાન પાર્ક પરત ફર્યા હતા.

ઈમરાન 18 માર્ચે રાજધાનીના ન્યાયિક સંકુલની સામે હાજર થયો હતો, પરંતુ પીટીઆઈ સમર્થકો અને પોલીસ વચ્ચેના ઉગ્ર ઘર્ષણને કારણે, કાર્યવાહી કોર્ટ સંકુલની બહાર સમાપ્ત થઈ ગઈ હતી, ત્યારબાદ કોર્ટે તેને ઘરે જવાની મંજૂરી આપી હતી.

બીજો શહેરોમાં પણ રસ્તાં પર ઉતર્યા સમર્થકો  -
રિપોર્ટ અનુસાર, પોલીસ તરફથી પીટીઆઇ સમર્થકો પર બળ પ્રયોગ કર્યા બાદ ઇમરાન ખાનની અપીલ બાદ અને સપોર્ટર ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવા માટે ઉતરી ગયા છે. ઇસ્લામાબાદ, પેશાવર, કરાંચ, રાવલપિંડી અને અન્ય શહેરોમાં પણ જોરદાર વિરોધ પ્રદર્શન શરૂ થઇ ગયુ છે.   

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Navsari News : નવસારીમાં ચીકુનો પાકમાં ભારે નુકસાન થતા ખરીદી બંધ કરાઇHun To Bolish : હું તો બોલીશ : નશીલા ગીતો કેમ?Hun To Bolish : હું તો બોલીશ : બધુ જ નકલી તો અસલી શું?Amreli Murder Case: જાફરાબાદના વડલી ગામની હત્યા કેસમાં પોલીસે બનેવીની કરી ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
Covid-19થી વધ્યું હાર્ટ એટેકનું જોખમ, અત્યંત ડરામણો છે નવા અભ્યાસમાં થયેલો ખુલાસો
Covid-19થી વધ્યું હાર્ટ એટેકનું જોખમ, અત્યંત ડરામણો છે નવા અભ્યાસમાં થયેલો ખુલાસો
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'
મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'
Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 
Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 
Embed widget