શોધખોળ કરો
Christmas 2024: ક્રિસમસ પર સાંતા રાત્રે કેમ છૂપાઇને ગિફ્ટ આપે છે?
Christmas 2024: બાળકો નાતાલની આતુરતાથી રાહ જુએ છે. કારણ કે તેમને સાંતા તરફથી ભેટ મળે છે. ચાલો જાણીએ કે સાંતા કેમ ગુપ્ત રીતે રાતના અંધારામાં છૂપાવીને ગિફ્ટ આપે છે.

પ્રતિકાત્મક તસવીર
1/6

Christmas 2024: બાળકો નાતાલની આતુરતાથી રાહ જુએ છે. કારણ કે તેમને સાંતા તરફથી ભેટ મળે છે. ચાલો જાણીએ કે સાંતા કેમ ગુપ્ત રીતે રાતના અંધારામાં છૂપાવીને ગિફ્ટ આપે છે.
2/6

25મી ડિસેમ્બરને સમગ્ર વિશ્વમાં ક્રિસમસ ડે તરીકે ઉજવવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મના લોકો અનુસાર, આ દિવસે જીસસ ક્રાઇસ્ટનો જન્મ થયો હતો, તેથી લોકો આ તહેવારને ઉત્સાહથી ઉજવે છે.
3/6

ક્રિસમસ પર ચર્ચમાં જઇને પ્રાર્થના કરવાની, મીણબત્તીઓ પ્રગટાવવાની અને ઘરને શણગારવાની તેમજ ભેટ આપવાની અને લેવાની પરંપરા છે. આ દિવસે સિક્રેટ સાંતાક્લોઝ બાળકોને ભેટ પણ આપે છે, જેનાથી બાળકો ખુશ થાય છે.
4/6

સાંતા બાળકોને છૂપાવીને ભેટ આપે છે અથવા રાત્રિના અંધારામાં ગુપ્ત રીતે બાળકોને ગિફ્ટ આપે છે. શું તમે જાણો છો કે સાંતા કેમ ગુપ્ત રીતે નાતાલની ભેટ આપે છે?
5/6

સિક્રેટ સાંતાની વાર્તા સંત નિકોલસ સાથે સંબંધિત છે, જેમણે ગરીબ બાળકોને છૂપાઇને ભેટ આપીને ખુશ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ રીતે ધીમે ધીમે લોકોને છૂપાઇને મદદ કરવાની સેન્ટ નિકોલસની આદત ફેમસ થઈ ગઈ. આનાથી અન્ય લોકોને પણ ગુપ્ત રીતે મદદ કરવા માટે પ્રેરણા મળી હતી. એટલા માટે દર વર્ષે ક્રિસમસ પર લોકો સાંતા બનીને બાળકોને ભેટ આપે છે.
6/6

વિવિધ ધર્મો અને સમુદાયોમાં ગુપ્ત દાનનું વિશેષ મહત્વ છે. ગુપ્ત દાનનું મહત્વ અન્ય દાન કરતાં અનેક ગણું વધારે છે. આ એક દાન છે જે માનવજાતના કલ્યાણ માટે છે. નાતાલ પર સાંતાની ગુપ્ત ભેટ પણ ગુપ્ત દાનનું મહત્વ દર્શાવે છે.
Published at : 24 Dec 2024 03:17 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
વડોદરા
ગાંધીનગર
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
