બાંગ્લાદેશમાં ફરી ભડકી હિંસા, 93 લોકોના મોત, ભારતીયો માટે એડવાઇઝરી જાહેર
Bangladesh:પાડોશી દેશ બાંગ્લાદેશમાંથી ફરી એકવાર હિંસા ભડકી હતી
Bangladesh: પાડોશી દેશ બાંગ્લાદેશમાંથી ફરી એકવાર હિંસા ભડકી હતી. મીડિયા અહેવાલો અનુસાર, બાંગ્લાદેશમાં રવિવારે ફાટી નીકળેલી હિંસામાં 72 થી વધુ લોકોના મોત થયા હતા અને સેંકડો ઘાયલ થયા હતા. વિદ્યાર્થીઓ પ્રદર્શનકારીઓ, પોલીસ અને શાસક પક્ષના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું.
India advises its nationals not to travel to Bangladesh until further notice
— ANI Digital (@ani_digital) August 4, 2024
Read @ANI Story | https://t.co/Z75hFREOGB#India #Bangladesh #MEA pic.twitter.com/lJHmvfH49G
વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ કરી રહેલા હજારો દેખાવકારોને વિખેરવા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. સરકારે રવિવારે સાંજે 6 વાગ્યાથી અનિશ્ચિત રાષ્ટ્રવ્યાપી કર્ફ્યુની જાહેરાત કરી હતી. ગયા મહિને વિરોધ શરૂ થયા પછી સરકારે આ પગલું પહેલીવાર લીધું છે.
Advisory for Bangladesh:https://t.co/mKs1auhnlK pic.twitter.com/m5c5Y0Bn8b
— Randhir Jaiswal (@MEAIndia) August 4, 2024
ભારતે બાંગ્લાદેશ માટે એડવાઈઝરી જાહેર કરી છે
બાંગ્લાદેશમાં હિંસાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ભારતીય નાગરિકોને પડોશી દેશમાં મુસાફરી ન કરવાની સલાહ આપી છે. હાલમાં બાંગ્લાદેશમાં રહેલા તમામ ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અત્યંત સાવધાની રાખવા, તેમની અવરજવરને સિમિત કરે અને ઢાકામાં ભારતીય હાઈ કમિશન સાથે તેમના ઈમરજન્સી ફોન નંબર દ્વારા સંપર્કમાં રહે. આ સિવાય સરકારે આ માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે.
દેશભરમાં ઓછામાં ઓછા 200 લોકોના મોત થયા છે
બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓ સરકારી નોકરીઓ માટે ક્વોટા સિસ્ટમ નાબૂદ કરવાની માંગ સાથે છેલ્લા એક મહિનાથી વધુ સમયથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ વિદ્યાર્થી આંદોલનમાં હિંસા ભડકી ચૂકી છે અને અત્યાર સુધીમાં દેશભરમાં ઓછામાં ઓછા 200 લોકોના મોત થયા છે. રાજધાની ઢાકા વિરોધનું કેન્દ્ર રહ્યું છે.
અનેક મુખ્ય રસ્તાઓ બ્લોક
એએફપીના અહેવાલ મુજબ રવિવારે પ્રદર્શનકારીઓની ભીડ લાકડીઓ વગેરે લઈને આવી પહોંચી હતી. જ્યારે આ ભીડ ઢાકાની મધ્યમાં શાહબાગ ચોક પર એકઠી થઈ ત્યારે પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ઉગ્ર સંઘર્ષ થયો. આ સિવાય ઘણા સ્થળો અને મોટા શહેરોમાં રસ્તાઓ પર પ્રદર્શનકારીઓ અને પોલીસ કર્મચારીઓ વચ્ચે સામસામે ઘર્ષણ થયું હતું. દેખાવકારોએ મુખ્ય રસ્તાઓ બ્લોક કરી દીધા હતા. આ અથડામણમાં પોલીસની સાથે સત્તાધારી અવામી લીગના સમર્થકો પણ હતા.
કર અને બિલની ચૂકવણી ન કરવા માટે અપીલ
વિરોધ કરનારાઓમાં વિદ્યાર્થીઓ તેમજ મુખ્ય વિપક્ષી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી દ્વારા સમર્થિત કેટલાક જૂથોનો સમાવેશ થાય છે. આંદોલનકારીઓએ ટેક્સ અને બિલ ન ભરવાની અપીલ કરી છે અને રવિવારે કામ પર ન જવાની પણ અપીલ કરી છે. વિરોધીઓએ રવિવારે ઢાકાના શાહબાગ વિસ્તારમાં આવેલી હોસ્પિટલ, બંગબંધુ શેખ મુજીબ મેડિકલ યુનિવર્સિટી સહિતની ખુલ્લી ઓફિસો અને સંસ્થાઓ પર પણ હુમલો કર્યો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે ઢાકાના ઉત્તરા વિસ્તારમાં કેટલાક ક્રૂડ બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા અને ગોળીબારનો અવાજ સંભળાયો હતો.
બાંગ્લાદેશના 1971ના સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારો માટે સરકારી નોકરીઓમાં 30 ટકા અનામતની ક્વોટા સિસ્ટમને લઈને ગયા મહિને વિરોધ શરૂ થયો હતો. વિરોધ ઉગ્ર થતાં સુપ્રીમ કોર્ટે ક્વોટા ઘટાડીને 5 ટકા કર્યો જેમાંથી 3 ટકા લડવૈયાઓના સંબંધીઓને આપવામાં આવ્યો. જો કે તેમ છતાં વિરોધ યથાવત રહ્યો હતો.