શોધખોળ કરો
યુ.એન.માં શામાં જીત મેળવીને ભારતે ચીનને આપ્યો મોટો આંચકો ? જાણો ભારતને શું થશે ફાયદો ?
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટી એસ મૂર્તિએ જણાવ્યું કે, ભારતે પ્રતિષ્ઠિત ECOSOC માં સીટ જીતી છે. ભારતની મહિલાઓની સ્થિતિ પર આયોગ (CSW)ના સભ્ય તરીકે પસંદગી થઈ છે.
![યુ.એન.માં શામાં જીત મેળવીને ભારતે ચીનને આપ્યો મોટો આંચકો ? જાણો ભારતને શું થશે ફાયદો ? India beats china becomes member of UNs ECOSOC body યુ.એન.માં શામાં જીત મેળવીને ભારતે ચીનને આપ્યો મોટો આંચકો ? જાણો ભારતને શું થશે ફાયદો ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/15105900/un-.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
વૉશિંગ્ટન: સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે ચીનને મોટો ઝટકો આપ્યો છે. ચીનને પછાડીને ભારતે ઈકોનૉમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ (ECOSOC) સાથે જોડાયેલા આયોગમાં જગ્યા બનાવી લીધી છે. આ આયોગ મહિલાઓની સ્થિતિ પર કામ કરે છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટી એસ મૂર્તિએ આ જાણકારી આપી હતી. ભારત હવે આગામી ચાર વર્ષ માટે સભ્ય રહેશે. ભારતનો આ કાર્યકાળ 2021થી 2025 સુધી રહશે.
ટી એસ મૂર્તિએ જણાવ્યું કે, ભારતે પ્રતિષ્ઠિત ECOSOC માં સીટ જીતી છે. ભારતની મહિલાઓની સ્થિતિ પર આયોગ (CSW)ના સભ્ય તરીકે પસંદગી થઈ છે. જે દર્શાવે છે કે, મહિલાઓને લઈને આપણી પ્રતિબદ્ધતા કયા પ્રકારની છે અને મહિલા સશક્તિકરણની દિશામાં કામ કરી રહ્યું છે. અમે તમામ સભ્યોનું તેના માટે આભાર વ્યક્ત કરીએ છીએ. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે પ્રસિદ્ધ બેઈજિંગ વર્લ્ડ કોન્ફ્રેન્સની 25મીં વર્ષગાઠ ઉજજવવામાં આવી રહી છે અને તે દરમિયાન ચીનને મોટો ઝટકો પણ લાગ્યો છે.
આયોગમાં આ સીટ મેળવવા માટે ભારત, ચીન અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો થયો હતો. ભારત અને અફઘાનિસ્તાને 54માંથી મોટાભાગના સભ્યોનો સાથ મળ્યો હતો. જ્યારે ચીને હારનો સામનો કરવો પડ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)