શોધખોળ કરો
Advertisement
વધુ એક ભારતીયે દેશનું ગૌરવ વધાર્યું, ભવ્યા લાલ બન્યા NASAના કાર્યકારી પ્રમુખ
અમેરિકી અંતરિક્ષ એજંસી નાસાએ એક નિવેદનમાં કહ્યું કે, લાલ પાસે અભિયાંત્રીકી અને અંતરિક્ષ પ્રોદ્યોગિકીનો બહોળો અનુભવ છે.
વધુ એક ભારતીયે દેશનું ગૌરવ વધાર્યું છે. ભારતીય અમેરિકી ભવ્યા લાલને સોમવારે નાસાએ અમેરિકી અંતરિક્ષ એજંસીની કાર્યકારી પ્રમુખ નિયુક્ત કરી છે. લાલ અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ જો બાઈડેન તરફથી નાસામાં બદલાવ સંબંધી સમીક્ષા દળની સભ્ય છે અને બાઈડેન પ્રશાસનના અંતર્ગત એજંસીમાં પરિવર્તન સંબંધી કાર્યોનું ધ્યાન રાખી રહી છે.
અમેરિકી અંતરિક્ષ એજંસી નાસાએ એક નિવેદનમાં કહ્યું કે, લાલ પાસે અભિયાંત્રીકી અને અંતરિક્ષ પ્રોદ્યોગિકીનો બહોળો અનુભવ છે. આ ઉપરાંત ભવ્યા લાલ એસ.ટી.પી.આઈમાં સામેલ થયા પહેલા સી.એસટી.પીએસ એલએલસીના અધ્યક્ષ પદ ઉપર પણ ચૂંટાઈ હતી.
ભવ્યા લાલ વર્ષ 2005થી 2020 સુધી ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ એનાલિસિસ સાઈન્સ એન્ડ ટેક્નોલોજી પોલિસી ઇન્સ્ટિટ્યૂટમાં રિસર્ચ સ્ટાફના સભ્ય તરીકે પોતાની સેવાઓ આપી છે. STPIમાં સામેલ થતા પહેલા, ભવ્યા સાયન્સ અને ટેક્નોલોજી નીતિ રીસર્ચ અને પરામર્શ ફર્મ (C STPS LLC)ના અધ્યક્ષ હતા. આ પહેલા તેઓ કેમ્બ્રિજના મેસાટુસેટ્સ સ્થિત એક વૈશ્વિક નીતિ રિસર્ચ પરામર્શ અબ્ટ એસોસિએટ્સમાં સાયન્સ અને ટેક્નોલોજી નીતિ અધ્યયન કેન્દ્રના ડાયરેક્ટર હતા. તેઓ ન્યૂક્લિયર પર અમેરિકન ન્યૂક્લિયર સોસાયટીના વાર્ષિક સમ્મેલનની સહ અધ્યક્ષત રહી ચૂક્યા છે.
અંતરિક્ષ ક્ષેત્રમાં તેમણે અનેક યોગદાન આપ્યું છે અને તેમણે આંતરરાષ્ટ્રીય એકેડમી ઓફ એસ્ટ્રોનોટિક્સના એક સંવાદદાતા સભ્ય તરીકે નામિત થયા હતા. તેમની શૈક્ષણિક યોગ્યતાની વાત કરવામાં આવે તો ભવ્યાએ પરમાણુ વિજ્ઞાનમાં બેચલર ઓફ સાયન્સ અને માસ્ટર ઓફ સાયન્સની ડિગ્રી, મેસાચુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીથી ટેક્નોલોજી એન્ડ પોલિસીમાં માસ્ટર ઓફ સાયન્સની ડિગ્રીની સાથે જ્યોર્જ વોશિંગ્ટન યૂનિવર્સિટીથી સાર્વજનિક નીતિ અને સાર્વજનિક પ્રશાસનમાં ડોક્ટરેટની ઉપાધી મેળવી છે. તેઓ બન્ને પરમાણુ એન્જિનિયરિંગ અને સાર્વજનિક નીતિ સન્માન સોસાયટીના સભ્ય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ટેકનોલોજી
Advertisement