ઇઝરાયલ ઇરાન યુદ્ધ વચ્ચે ઓમાન પહોંચ્યા ઇન્ડિયન નેવીના ત્રણ જહાજ, 10 વર્ષમાં ત્રીજી વખત થઇ તૈનાતી
Indian Naval Ship: આનાથી ભારત અને ઓમાન વચ્ચે દરિયાઈ ક્ષેત્રમાં સંરક્ષણ સંબંધો વધુ મજબૂત થશે.
Indian Naval Ship: પશ્ચિમ એશિયામાં ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના તણાવ વચ્ચે ઇન્ડિયન નેવીના પ્રથમ ટ્રેનિંગ સ્ક્વોડ્રન (1TS) જહાજો તિર, શાર્દુલ અને કોસ્ટ ગાર્ડ જહાજ વીરા લાંબા અંતરની ટ્રેનિંગ પર ઓમાનની રાજધાની મસ્કટ પહોંચ્યા છે. આનાથી ભારત અને ઓમાન વચ્ચે દરિયાઈ ક્ષેત્રમાં સંરક્ષણ સંબંધો વધુ મજબૂત થશે.
#INSTir, #INSShardul & #ICGSVeera of #1TS arrived at Muscat, #Oman on #05Oct 24 as part of the Long Range Training deployment.
— SpokespersonNavy (@indiannavy) October 6, 2024
During the visit, the #IndianNavy will engage with the Royal Navy of Oman on varied aspects of #maritimesecurity, interoperability, joint exercises &… pic.twitter.com/p6uMKcLAka
પાંચ દિવસ ચાલશે પ્રેક્ટિસ
5 થી 9 ઓક્ટોબર સુધી ભારતીય નૌકાદળ ઓમાનની રોયલ નેવી સાથે સંયુક્ત બંદર કવાયત સહિત દરિયાઈ સુરક્ષા અને આંતર કાર્યક્ષમતાના વિવિધ પાસાઓ પર વાતચીત કરશે. છેલ્લા 10 વર્ષમાં ઓમાનમાં 1TSની આ ત્રીજી વખત તૈનાતી છે. એટલું જ નહીં, 1 TSની મુલાકાત દરમિયાન દક્ષિણી નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ વી શ્રીનિવાસ 6 થી 9 ઓક્ટોબર દરમિયાન ઓમાનની સત્તાવાર મુલાકાતે જશે.
દ્વિપક્ષીય ચર્ચા પણ થશે
તેમની મુલાકાત દરમિયાન તેઓ અબ્દુલ્લા બિન ખામીસ બિન અબ્દુલ્લા અલ રઇસી, ચીફ ઓફ સ્ટાફ સુલતાન આર્મ્ડ ફોર્સિસ (COSSAF) અને ઓમાનની રોયલ નેવી (CRNO) ના કમાન્ડર આરએડીએમ સૈફ બિન નાસિક બિન મોહસેન અલ-રહબી સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે.
વી શ્રીનિવાસ તાલીમ સંસ્થાઓની મુલાકાત લેશે
વી શ્રીનિવાસ ઓમાનમાં મુખ્ય સંરક્ષણ અને તાલીમ સંસ્થાઓની પણ મુલાકાત લેશે. ભારતીય નૌકાદળ અને ઓમાનની રોયલ નેવી વિવિધ ક્ષેત્રોમાં એકબીજાને સહકાર આપે છે. તાજેતરમાં નવી દિલ્હીમાં ભારતીય નૌકાદળ અને ઓમાનના રોયલ નેવી સ્ટાફ વચ્ચે વાતચીત થઈ હતી.
અમેરિકાએ બેરૂતમાંથી 145 લોકોને બહાર કાઢ્યા છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે તેના નિવેદનમાં કહ્યું કે તેણે શનિવારે દેશની બહાર આયોજિત બે ફ્લાઇટ્સ દ્વારા 145 લોકોને બેરૂતથી બહાર કાઢવામાં મદદ કરી. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "અત્યાર સુધી, અમે 600 થી વધુ યુએસ નાગરિકો, યુએસ કાયદેસર કાયમી રહેવાસીઓ (એલપીઆર) અને તેમના નજીકના પરિવારના સભ્યોને લેબનોન છોડવામાં મદદ કરી છે." આ સિવાય ઓસ્ટ્રેલિયાના વિદેશ વિભાગે કહ્યું કે બેરૂતમાંથી 407 ઓસ્ટ્રેલિયન અને તેમના પરિવારના સભ્યોને બહાર કાઢવામાં આવ્યા છે.
'ઉત્તરીય ગાઝા ખાલી કરો', ઇઝરાયેલી સેનાની વૉર્નિંગ, લેબનાન પર કહેર બનીને તૂટી પડી સેના