શોધખોળ કરો

Indo-Japan : જાપાન બાદ હવે દક્ષિણ કોરિયાએ મોદી સરકારને આપ્યો ઝાટકો

આ બેઠકમાં ભાગ લેતા પહેલા જ રશિયા અને યુરોપિયન યુનિયનના વિદેશ મંત્રીઓએ સ્પષ્ટ કરી દીધું છે કે, યુક્રેન યુદ્ધ અંગે પોતાની સ્થિતિ પર અડગ છે.

South Korea Foreign Minister : ભારત પહેલીવાર G-20 સમિટનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ સમિટ અંતર્ગત આજથી શરૂ થવા જઈ રહેલી G-20ના વિદેશ મંત્રીઓની બેઠક પહેલા જ જાપાન બાદ હવે દક્ષિણ કોરિયાએ પણ ભારતને જોરદાર આંચકો આપ્યો છે. અહેવાન અનુંસાર દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રી ઘર આંગણાની જવાબદારીઓના કારણે G-20ની બેઠકમાં ભાગ લેવા ભારત નહીં આવે. 

આ પહેલા જાપાનના વિદેશ મંત્રી યોશિમાસા હયાશીએ પણ જી-20 બેઠકને બદલે સંસદીય કામકાજને પ્રાથમિકતા આપતા ભારત આવવાનો ઈન્કાર કરી દીધો હતો. જાપાનના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, નાયબ વિદેશ મંત્રી કેનજી યામાદા આ બેઠકમાં ભાગ લેશે. જ્યારે રાજદ્વારી સૂત્રોના જણાવ્યા અનુસાર, દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રાલયે જાહેરાત કરી છે કે, તેના વિદેશ પ્રધાન ઘરેલુ મામલામાં વ્યસ્ત હોવાને કારણે ભારતમાં યોજાનારી G-20 બેઠકમાં ભાગ લેશે નહીં.

યુક્રેન મુદ્દે મતભેદો અને મહત્વના દેશોના વિદેશ મંત્રીઓ બેઠકમાં ન આવવાના કારણે સંયુક્ત નિવેદનના મુદ્દે પણ અનિશ્ચિતતા છે. આ બેઠકમાં ભાગ લેતા પહેલા જ રશિયા અને યુરોપિયન યુનિયનના વિદેશ મંત્રીઓએ સ્પષ્ટ કરી દીધું છે કે, યુક્રેન યુદ્ધ અંગે પોતાની સ્થિતિ પર અડગ છે.

શા માટે ભારત માટે ફટકો?

જાપાન અને દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રી જી-20 જેવી મહત્વની કોન્ફરન્સમાં ભારત ન આવવાને એક આંચકો માનવામાં આવે છે. કારણ કે જાપાન ભારતનું નજીકનો મિત્ર છે અને આ વર્ષે જાપાન વાર્ષિક જી-7 જૂથની અધ્યક્ષતા પણ કરી રહ્યું છે. જ્યારે દક્ષિણ કોરિયા ભારતીય અર્થતંત્રમાં સૌથી મોટા રોકાણકારોમાંનું એક છે.

ભારતમાં આયોજિત G-20 સંમેલનમાં જાપાનના વિદેશ મંત્રીની ગેરહાજરીનો અર્થ એટલા માટે કરવામાં આવી રહ્યો છે કારણ કે, ભારતનું એક મહત્વપૂર્ણ મિત્ર જાપાન છેલ્લી સમિટ બાદથી જારી કરવામાં આવેલા દ્વિપક્ષીય નિવેદનોમાં સતત કહેતું હતું કે, જાપાનના નેતૃત્વમાં જી- 7 મી બેઠક અને ભારતની અધ્યક્ષતામાં G-20 બેઠક બંને દેશો વચ્ચેના સંબંધોમાં વધુ નિકટતા લાવશે.

શું છે નિષ્ણાતોનો મત? 

વોશિંગ્ટન સ્થિત હડસન ઇન્સ્ટિટ્યૂટના જાપાનના સંશોધક સતોરુ નાગાઓનું કહેવું છે કે, G-20 સમિટમાં મોદી સરકાર દ્વારા ઉચ્ચ સ્તરીય રાજદ્વારી અને રાજકીય મૂડીનું રોકાણ કરવામાં આવ્યું હોવા છતાં. જો જાપાનના વિદેશ પ્રધાન તેમની મુલાકાત રદ કરશે તો ભારત સંવેદનશીલ બનશે. ચિંતા કરવા જેવી બાબત છે.

આ ઉપરાંત જી-20 બેઠક બાદ 3 માર્ચે યોજાનારી ક્વાડ દેશોની બેઠકમાં જાપાનના વિદેશ મંત્રીની ભાગીદારી હજુ સુધી નિશ્ચિત નથી થઈ. જોવાનું એ રહેશે કે જાપાનના વિદેશ મંત્રીની ગેરહાજરીમાં આ બેઠક થશે કે વિદેશ મંત્રી હયાશી ટોક્યોમાં વર્ચ્યુઅલ રીતે જોડાશે.

યુક્રેન યુદ્ધને કારણે સંબંધોમાં તફાવત

ભારત અને જાપાન ગાઢ મિત્ર છે પરંતુ યુક્રેન યુદ્ધે બંને દેશોના રાજકીય મોરચે મતભેદો સર્જ્યા છે. યુક્રેન યુદ્ધના કારણે જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા રશિયા પર કડક વલણ અપનાવી રહ્યા છે અને તેમણે પશ્ચિમી દેશોની જેમ રશિયા પર પ્રતિબંધો લગાવ્યા છે.
જ્યારે ભારત આંતરરાષ્ટ્રીય મંચોમાં રશિયાની નિંદા કરવાનું ટાળી રહ્યું છે અને રશિયા પાસેથી રાહત ભાવે જંગી માત્રામાં ક્રૂડ ઓઈલ ખરીદી રહ્યું છે.

જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાએ ગયા વર્ષે પણ તેમની ભારત મુલાકાત દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો. યુક્રેનને લઈને જાપાન દ્વારા લેવામાં આવેલા આ પગલા પર ભારતીય અધિકારીઓ ઘણીવાર ખાનગી રીતે ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
Smartphones: જો તમે નવો ફોન ખરીદવા માંગતા હોવ તો થોભી જજો! આ અઠવાડિયે લોન્ચ થવા જઈ રહ્યા છે ધાંસુ મોબાઈલ!
Smartphones: જો તમે નવો ફોન ખરીદવા માંગતા હોવ તો થોભી જજો! આ અઠવાડિયે લોન્ચ થવા જઈ રહ્યા છે ધાંસુ મોબાઈલ!
Embed widget