(Source: ECI/ABP News/ABP Majha)
Earthquake in Taiwan: ભૂકંપના ઝટકાથી હલ્યું તાઈવાન, રિકટર સ્કેલ પર નોંધાઈ 6.3ની તીવ્રતા
Earthquake: ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે લોકો પોતાનો જીવ બચાવવા ઘરની બહાર આવી ગયા હતા.
Earthquake in Taiwan: તાઈવાન ફરી એકવાર ભૂકંપથી હચમચી ગયું છે. દક્ષિણ ચીન સાગરમાં સ્થિત એક નાનકડા ટાપુ તાઈવાનમાં ભૂકંપના જબરદસ્ત આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામાં આવી છે. ધરતી ધ્રૂજતાની સાથે જ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે લોકો પોતાનો જીવ બચાવવા ઘરની બહાર આવી ગયા હતા. લોકો ઘરોમાંથી બહાર નીકળીને સુરક્ષિત સ્થળોએ જતા જોવા મળ્યા હતા.
ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર, GFZ જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સે જણાવ્યું છે કે રવિવારે વહેલી સવારે તાઈવાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 નોંધવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ 10 કિમીની ઉંડાઈએ હોવાનું કહેવાય છે. અત્યાર સુધી ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. જો કે, સાવચેતીના પગલા તરીકે, લોકોને જૂની ઇમારતોથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
થોડા દિવસો પહેલાણા તાઈવાનના પૂર્વ કિનારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 માપવામાં આવી હતી. ભૂકંપના કારણે રાજધાની તાઈપેઈમાં કેટલીક ઈમારતો ધ્રૂજી ગઈ હતી.
Earthquake of magnitude 6.3 strikes Taiwan region -GFZ https://t.co/wFXHeRlZOu pic.twitter.com/xtO7YECb6j
— Reuters (@Reuters) December 23, 2023
ભૂકંપ આવે ત્યારે શું કરવું?
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ભૂકંપને લઈને એલર્ટ જારી કરી રહી છે. આ મુજબ, જો તમને આંચકો લાગે તો ગભરાશો નહીં, શાંત રહો અને ટેબલની નીચે જાઓ. તમારા માથાને એક હાથથી ઢાંકો અને ધ્રુજારી બંધ ન થાય ત્યાં સુધી ટેબલને પકડી રાખો.
ભૂકંપની તીવ્રતા
રિક્ટર સ્કેલ પર 2.0 થી ઓછી તીવ્રતાવાળા ધરતીકંપોને સૂક્ષ્મ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે અને અનુભવી શકાતા નથી. રિક્ટર સ્કેલ પર સૂક્ષ્મ શ્રેણીના 8,000 ભૂકંપ વિશ્વભરમાં દરરોજ નોંધાય છે. તેવી જ રીતે, 2.0 થી 2.9 ની તીવ્રતાવાળા ધરતીકંપોને માઇનોર કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. આવા 1,000 ધરતીકંપો દરરોજ આવે છે, જે આપણે સામાન્ય રીતે અનુભવતા પણ નથી. 3.0 થી 3.9 ની તીવ્રતાના અત્યંત હળવા ધરતીકંપ એક વર્ષમાં 49,000 વખત નોંધાયા છે. તેઓ અનુભવાય છે પરંતુ ભાગ્યે જ કોઈ નુકસાન પહોંચાડે છે. લાઇટ શ્રેણીના ધરતીકંપો 4.0 થી 4.9 તીવ્રતાના હોય છે જે સમગ્ર વિશ્વમાં એક વર્ષમાં લગભગ 6,200 વખત રિક્ટર સ્કેલ પર નોંધાય છે. આ આંચકા અનુભવાય છે અને તેના કારણે ઘરની વસ્તુઓ હલતી જોવા મળે છે. જો કે, તેઓ નજીવું નુકસાન પહોંચાડે છે.
ભૂકંપ આવે ત્યારે બચવા શું કરશો
- ભૂકંપ આવતા જો તમે ઘરમાં છો તો જમીન પર બેસી જાવ.
- મજબૂત ટેબલ કે કોઈ ફર્નીચરની નીચે શરણ લો.
- ટેબલ ન હોય તો હાથ વડે ચેહરા અને માથાને ઢાંકી લો.
- ઘરના કોઈ ખૂણામાં જતા રહો.
- કાંચ બારીઓ દરવાજા અને દિવાલથી દૂર રહો.
- પથારી પર છો તો સૂઈ રહો. ઓશિકા વડે માથુ ઢાંકી લો.
- આસપાસ ભારે ફર્નીચર હોય તો તેનાથી દૂર રહો.
- લિફ્ટનો ઉપયોગ કરતા બચો..
- પેંડુલમની જેમ હલીને દિવાલ સાથે લિફ્ટ અથડાઈ શકે છે
- લાઈટ જવાથી પણ લિફ્ટ રોકાય શકે છે.
- નબળી સીઢીઓનો ઉપયોગ ન કરો..
- સામાન્ય રીતે બિલ્ડિંગોમાં બનેલ સીઢીયો મજબૂત નથી હોતી.
- ઝટકો આવતા સુધી ઘરની અંદર જ રહો
- આંચકા આવતા બંધ થાય ત્યારે બહાર નીકળો.