શોધખોળ કરો

Iran Hijab Row: ઇરાનમાં પ્રદર્શનકારીઓ સામે ઝૂકી સરકાર, 'મોરૈલિટી પોલીસ'ને ભંગ કરવાનો મોટો ફેંસલો

પોલીસ કસ્ટડીમાં મહસાના મોતના વિરોધમાં આખા દેશમાં હિંસક પ્રદર્શન શરૂ થઇ ગયા હતા, આખા દેશમાં મહિલાઓએ હિજાબને સળગાવવાના શરૂ કરી દીધા હતા

Iran Abolishes Morality Police: ઇસ્લામિક દેશ ઇરાનમાં હિજાબના વિરુદ્ધમાં ઉઠેલા જન આંદોલનની સામે અંતે કટ્ટરપંથી સરકારને ઝૂકવુ પડ્યુ છે. લગભગ 3 મહિનાથી ચાલી રહેલા પ્રદર્શનને જોતા સરકારે 'મૌરેલિટી પોલીસ'ના તમામ યૂનિટોને ભંગ કરી દીધા છે. 'મૌરેલિટી પોલીસ' એ જ મહસા અમીનીને યોગ્ય રીતે હિજાબ ના પહેરવાના આરોપમાં ધરપકડ કરી હતી. પોલીસ કસ્ટડીમાં જ 22 મહસાનુ મોત થઇ ગયુ હતુ. 

પોલીસ કસ્ટડીમાં મહસાના મોતના વિરોધમાં આખા દેશમાં હિંસક પ્રદર્શન શરૂ થઇ ગયા હતા, આખા દેશમાં મહિલાઓએ હિજાબને સળગાવવાના શરૂ કરી દીધા હતા. મહસાના સમર્થનમાં દુનિયાભરની મહિલાઓએ પોતાની ચોટી કાપીને વિરોધ નોંધાવ્યો હતો. લગભગ બે મહિનાથી ચાલી રહેલા પ્રદર્શનોની વચ્ચે ઇરાનની સરકાર બેકફૂટ પર આવી ગઇ અને તેને 'મૌરેલિટી પોલીસ'ને ભંગ કરી દીધી છે. 

સમાચાર એજન્સી આઇએસએનએએ એટૉર્ની જનરલ મોહમ્મદ જાફર મોન્ટાજેરીના હવાલાથી શનિવારે કહેવામાં આવ્યુ કે નૈતિકતા પોલીસના ન્યાયપાલિકા સાથે કોઇ લેવા દેવા નથી. આ ખતમ કરી દેવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, નૈતિકતા પોલીસને કટ્ટરપંથી રાષ્ટ્રપતિ મહમૂદ અહમદીનેજાદે સ્પાપિત કરી હતી, આનું કામ શરિયા કાનૂનનુ પાલન કરવાનુ હતુ. 

હિજાબ કાનૂનમાં પણ થશે ફેરફારો ?
સમાચાર એજન્સી એએફપીએ એટૉર્ની જનરલ મોહમ્મદ જફર મોન્ટાજેરીના હવાલાથી કહ્યુ કે, ઇરાનની સરકારે હવે હિજાબની અનિવર્યતા સાથે જોડાયેલા દાયકાઓ જુના કાનૂનમાં ફેરફાર કરવાનો ફેંસલો કર્યો છે. સંસદ અને ન્યાયપાલિકા બન્ને આ મુદ્દા પર કામ કરી રહ્યાં  છે. બન્ને જોશે કે શું કાનૂનમાં કોઇ ફેરફારની જરૂર છે ? વળી ISNA સમાચાર એજન્સીએ કહ્યું કે, તેમને એ સ્પષ્ટ નથી કર્યુ કે બન્ને એકમો (સંસદ અને ન્યાયપાલિકા) તરફથી કાનૂનમાં શું સંશોધન કરવામાં આવી શકે છે.

Iran: તેહરાનમાં મહિલા હિજાબ વગર બેંકમાં આવી, ગવર્નરે મેનેજરને નોકરીમાંથી કાઢી મુકવાનો આપ્યો આદેશ

Iran: ઈરાનના એક બેંક મેનેજરને બરતરફ કરવામાં આવ્યો હતો કારણ કે તેણે હિજાબ વગરની મહિલાને બેંકિંગ સેવાઓ પૂરી પાડી હતી. સ્થાનિક મીડિયાએ રવિવારે આ માહિતી આપી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે 8 કરોડથી વધુ વસ્તીવાળા આ દેશમાં દેશની નૈતિકતા અને કાયદાના અમલને કારણે મહિલાઓ માટે માથું, ગરદન અને વાળ ઢાંકવા જરૂરી છે. પોલીસ દ્વારા. બેંક મેનેજરે આ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે જેના કારણે તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે.

મેહર ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે રાજધાની તેહરાનના કોમ પ્રાંતમાં એક બેંકના મેનેજરે ગુરુવારે હિજાબ વગરની એક અજાણી મહિલાને બેંક સેવાઓ પ્રદાન કરી હતી, પરિણામે, ગવર્નરના આદેશથી તેણીને તેના પદ પરથી દૂર કરવામાં આવી હતી.

હિજાબ વગર બેંકમાં આવેલી મહિલાનો વીડિયો વાયરલ થયો છે

મેહરે ડેપ્યુટી ગવર્નર અહેમદ હાજીજાદેહને ટાંકીને કહ્યું કે હિજાબ વગર બેંકમાં આવેલી મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, ત્યારબાદ ઘણા લોકોએ તે વીડિયો પર ટિપ્પણી કરી હતી. હાજીઝાદેહે કહ્યું કે ઈરાનમાં મોટાભાગની બેંકો રાજ્ય-નિયંત્રિત છે અને આવી સંસ્થાઓના સંચાલકોની જવાબદારી છે કે તેઓ હિજાબ કાયદાનો અમલ કરે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા
US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Embed widget