શોધખોળ કરો

Ismail Haniye Death: ઇસ્માઇલ હાનિયાના મોતથી હમાસ લાલઘૂમ, હવે ઇઝરાયેલ પર શું કરવાની આપી ધમકી, જાણો

Ismail Haniye Death: હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાનું ઈરાનમાં થયેલા હુમલામાં મોત થઇ ગયુ છે. હાનિયા ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયનના શપથ ગ્રહણમાં ભાગ લેવા તેહરાન પહોંચ્યા હતા

Ismail Haniye Death: હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાનું ઈરાનમાં થયેલા હુમલામાં મોત થઇ ગયુ છે. હાનિયા ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયનના શપથ ગ્રહણમાં ભાગ લેવા તેહરાન પહોંચ્યા હતા, તેહરાનમાં થયેલા આ હુમલાની જવાબદારી હજુ સુધી કોઈએ લીધી નથી. જો કે ઈરાની મીડિયા આ હુમલા માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવી રહ્યું છે.

બીજીતરફ હમાસે પણ પોતાના ચીફ હાનિયાના મોત પર પ્રતિક્રિયા આપી છે. હમાસ સાથે જોડાયેલા શેહાબ ન્યૂઝ આઉટલેટે હમાસના અધિકારી મૌસા અબુ મારઝૌકને ટાંકીને કહ્યું કે આ હત્યા કાયરતાનું કૃત્ય છે. એટલું જ નહીં, હમાસે કહ્યું કે ઈસ્માઈલ હાનિયાનું મોત વ્યર્થ નહીં જાય. હમાસે આ હુમલાનો બદલો લેવાની ધમકી આપી છે.

હમાસે ઇઝરાયેલને ગણાવ્યુ જવાબદાર 
ઈરાનના રિવૉલ્યૂશનરી ગાર્ડ્સે બુધવારે તેહરાનમાં ઈસ્માઈલ હાનિયાના મૃત્યુની પુષ્ટિ કરી હતી. હમાસે આ હુમલા માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું છે. હકીકતમાં, ગયા વર્ષે 7 ઓક્ટોબરે હમાસના હુમલાખોરોએ ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 1200 લોકોના મોત થયા હતા. જ્યારે 250 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. આ હુમલા બાદ હમાસના ટોચના નેતાઓ ઈઝરાયેલના નિશાના પર છે.

હાનિયા 2019માં ગાઝા પટ્ટી છોડીને કતારમાં રહેતો હતો. ગાઝામાં હમાસના ટોચના નેતા યેહ્યા સિનવાર છે, જેમણે 7 ઓક્ટોબરના હુમલાની યોજના બનાવી હતી. આ પહેલા એપ્રિલમાં હાનિયાના પરિવાર પર ઈઝરાયેલ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ઈઝરાયેલના હવાઈ હુમલામાં હમાસના ત્રણ પુત્રો અને ચાર પૌત્રો માર્યા ગયા હતા. હમાસે આ હુમલાને આતંકવાદી કૃત્ય ગણાવ્યું હતું. થોડા સમય પહેલા ઈસ્માઈલ હાનિયાએ કહ્યું હતું કે ઈઝરાયેલ સાથેના આ યુદ્ધમાં તેના પરિવારના 60 લોકોના મોત થયા હતા. ઈઝરાયેલ સાથેના આ યુદ્ધમાં પેલેસ્ટાઈનમાં અત્યાર સુધીમાં લગભગ 38 હજાર લોકોના મોત થયા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Tirupati Prasad: તિરુપતિના પ્રસાદને લઈને મચ્યો હંગામો, જાણો કેવી રીતે થાય છે ઘીની જગ્યાએ બીફનો ઉપયોગ?

Supreme Court: સુપ્રીમ કોર્ટની સત્તાવાર યુટ્યુબ ચેનલ હેક, દેખાઈ રહી છે અમેરિકી ક્રિપ્ટોકરન્સી XRPની જાહેરાત

Share Market: સ્થાનિક શેરબજારે બનાવ્યો નવો રેકોર્ડ, સેન્સેક્સ પ્રથમ વખત 84 હજારને પાર

iPhone 16 સિરીઝનું આજથી વેચાણ શરુ, મુંબઈમાં Apple સ્ટોરની બહાર  ઉમટી ભીડ,જાણો કેટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ

ABP Premium

વિડિઓઝ

Tirupati Temple News | મંદિરમાં લાડુના પ્રસાદમાં પ્રાણીઓની ચરબી, ફિશ ઓઈલથી ભેળસેળ; ચોંકાવનારો ખુલાસોAhmedabad| GMDC ગ્રાઉન્ડમાં દુર્ઘટના બાદ કરાઈ કાર્યવાહી, જુઓ વીડિયોમાંSurat Crime News | ઢોર માર મારવાના કારણે રત્નકલાકારનું થયું મોત, જુઓ વીડિયોમાંHun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Tirupati Prasad: તિરુપતિના પ્રસાદને લઈને મચ્યો હંગામો, જાણો કેવી રીતે થાય છે ઘીની જગ્યાએ બીફનો ઉપયોગ?
Tirupati Prasad: તિરુપતિના પ્રસાદને લઈને મચ્યો હંગામો, જાણો કેવી રીતે થાય છે ઘીની જગ્યાએ બીફનો ઉપયોગ?
Supreme Court: સુપ્રીમ કોર્ટની સત્તાવાર યુટ્યુબ ચેનલ હેક, દેખાઈ રહી છે અમેરિકી ક્રિપ્ટોકરન્સી XRPની જાહેરાત
Supreme Court: સુપ્રીમ કોર્ટની સત્તાવાર યુટ્યુબ ચેનલ હેક, દેખાઈ રહી છે અમેરિકી ક્રિપ્ટોકરન્સી XRPની જાહેરાત
Share Market: સ્થાનિક શેરબજારે બનાવ્યો નવો રેકોર્ડ, સેન્સેક્સ પ્રથમ વખત 84 હજારને પાર
Share Market: સ્થાનિક શેરબજારે બનાવ્યો નવો રેકોર્ડ, સેન્સેક્સ પ્રથમ વખત 84 હજારને પાર
iPhone 16 સિરીઝનું આજથી વેચાણ શરુ, મુંબઈમાં Apple સ્ટોરની બહાર  ઉમટી ભીડ,જાણો કેટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
iPhone 16 સિરીઝનું આજથી વેચાણ શરુ, મુંબઈમાં Apple સ્ટોરની બહાર ઉમટી ભીડ,જાણો કેટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
Health Tips: શું હ્યદયના દર્દીઓએ વધુ પાણી ન પીવું જોઈએ? જાણો શું છે હકિકત

મુસ્લિમો માટે નહી, 'તેલના ખેલમાં' ઇરાને આપ્યું છે ભારત વિરોધી નિવેદન

MEA: 'ભારતથી યુક્રેન હથિયાર પહોંચ્યાના સમાચાર ભ્રામક',  વિદેશ મંત્રાલયે મીડિયાના દાવાને ફગાવ્યા

કેનેડા જવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, સ્ટુડન્ટ વિઝામાં કર્યો 35 ટકાનો ઘટાડો

Embed widget