Iran Israel: લેબનાનમાં હિઝબુલ્લાહના ઠેકાણાંઓ પર ઇઝરાયેલના તાબડતોડ હુમલા, યુદ્ધ ક્ષેત્રમાં પહોંચ્યુ abp ન્યૂઝ
Iran Israel Conflict: ઈરાનના મિસાઈલ હુમલા બાદ ગુસ્સે ભરાયેલા ઈઝરાયેલે લેબનાનમાં હિઝબુલ્લાહના ટાર્ગેટ પર હુમલા તેજ કર્યા છે
Iran Israel Conflict: ઈરાનના મિસાઈલ હુમલા બાદ ગુસ્સે ભરાયેલા ઈઝરાયેલે લેબનાનમાં હિઝબુલ્લાહના ટાર્ગેટ પર હુમલા તેજ કર્યા છે. મંગળવારે મોડી રાત્રે ઈઝરાયેલે ફરી એકવાર અનેક ટાર્ગેટ પર મિસાઈલ હુમલો કર્યો, જેના કારણે ઘણી ઈમારતોમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા. એબીપીના રિપોર્ટર જગવિન્દર પટિયાલે બુધવારે સવારે બેરૂતમાં તે સ્થાનની મુલાકાત લીધી જ્યાં ઇઝરાયેલે હુમલો કર્યો હતો.
જગવિન્દર પટિયાલે ગ્રાઉન્ડ રિપોર્ટથી જણાવ્યું કે, ઇઝરાયલી સૈનિકો લેબનાનની દક્ષિણી સરહદે જમીનમાં 400 મીટર સુધી ઘૂસી ગયા છે. ઈઝરાયેલનું કહેવું છે કે તેઓ હિઝબુલ્લાહના ટાર્ગેટોને નષ્ટ કરવા માટે જમીન પર દરોડા પાડી રહ્યા છે. જોખમને જોતા લેબનાને સરહદથી 25 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલા ગામોને ખાલી કરાવ્યા છે. આ ગામોમાં સામાન્ય લોકો રહેતા નથી. અહીં માત્ર સેના અથવા હિઝબુલ્લાના આતંકવાદીઓ સાથે જોડાયેલા લોકો જ રોકાયા છે.
હિઝબુલ્લાહના ગઢ દાહિદમાં એરસ્ટ્રાઇક
ઘટનાસ્થળે પહોંચેલા જગવિંદરે જણાવ્યું કે કેવી રીતે ઈઝરાયેલના હુમલા બાદ આખી ઈમારત ધરાશાયી થઈ ગઈ. જગવિંદરની સામે ઘણી ઇમારતો આગની લપેટમાં જોવા મળી હતી. જગવિન્દર પટિયાલે જણાવ્યું હતું કે ઇઝરાયેલે મંગળવારે મોડી રાત્રે અને બુધવારે વહેલી સવારે લેબનાનમાં હિઝબુલ્લાહના ગઢ દાહિદ પર મહત્તમ હવાઈ હુમલો કર્યો હતો. જો કે આ હવાઈ હુમલામાં કેટલા લોકોના મોત થયા છે તે અંગે સ્થિતિ સ્પષ્ટ નથી.
આ પણ વાંચો