શોધખોળ કરો

ઇઝરાયલે ફરી ઈરાની પરમાણુ સ્થળો પર કર્યો હુમલો, જવાબમાં ઈરાને 150 મિસાઈલ છોડી

Israel Iran War: ઇઝરાયલે સતત બીજા દિવસે ઈરાન પર હવાઈ હુમલો કર્યો. શુક્રવારે મોડી રાત્રે ઇઝરાયલી લડાકુ વિમાનોએ ફરી ઈરાનના પરમાણુ સ્થળોને નિશાન બનાવ્યા.

Israel Iran War: ઇઝરાયલે સતત બીજા દિવસે ઈરાન પર હવાઈ હુમલો કર્યો. શુક્રવારે મોડી રાત્રે ઇઝરાયલી લડાકુ વિમાનોએ ફરી ઈરાનના પરમાણુ સ્થળોને નિશાન બનાવ્યા. ઇઝરાયલી હુમલામાં અત્યાર સુધીમાં 78 લોકો માર્યા ગયા છે અને 350 થી વધુ ઘાયલ થયા છે.

જવાબમાં, ઈરાને ઇઝરાયલ તરફ 150 બેલિસ્ટિક મિસાઈલ છોડr. આમાંથી 6 મિસાઈલ રાજધાની તેલ અવીવમાં પડી, જેમાં 1 મહિલાનું મોત થયું. તે જ સમયે, 63 લોકો ઘાયલ થયા. ઈરાની મીડિયા રિપોર્ટ્સમાં પણ ઇઝરાયલી સંરક્ષણ મંત્રાલયને નિશાન બનાવ્યાનો દાવો કરવામાં આવ્યો છે.

ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂને ઈરાન તરફથી હુમલાના ભયને કારણે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ઇઝરાયલે એક દિવસ પહેલા શુક્રવારે સવારે 5:30 વાગ્યે ઈરાની પરમાણુ અને અનેક લશ્કરી સ્થળોને નિશાન બનાવ્યા હતા. આમાં 6 પરમાણુ વૈજ્ઞાનિકો અને 20 થી વધુ લશ્કરી કમાન્ડર માર્યા ગયા હતા.

ઇઝરાયલે ઇરાનના ઇસ્ફહાન શહેરને પણ નિશાન બનાવ્યું
ઈરાન ઇન્ટરનેશનલ ન્યૂઝ અનુસાર, ઇઝરાયલે ઇરાનના ઇસ્ફહાન શહેર પર પણ મિસાઇલ હુમલો કર્યો છે. ઇરાની હવાઈ સંરક્ષણ પ્રણાલી આ હુમલાઓને રોકવાનો પ્રયાસ કરી રહી છે.

ઇઝરાયલી સેનાએ કહ્યું - ઇરાને ફરી હુમલો શરૂ કર્યો
ઇઝરાયલી સેનાએ કહ્યું કે ઇરાને ફરી મિસાઇલ હુમલો શરૂ કર્યો છે. ઉત્તર ઇઝરાયલ અને ઇઝરાયલ-નિયંત્રિત ગોલાન હાઇટ્સમાં સાયરન વાગી રહ્યા છે. લોકોને બોમ્બ શેલ્ટરમાં જવાની અપીલ કરવામાં આવી છે. સેનાનું કહેવું છે કે તેણે ઇરાનથી છોડવામાં આવેલી ઘણી મિસાઇલો શોધી કાઢી છે. વાયુસેના હુમલાઓને નિષ્ફળ બનાવવા માટે કામ કરી રહી છે.

રિપોર્ટ- ઈરાન ઈઝરાયલને મદદ કરતા દેશો પર હુમલો કરશે
અમેરિકન ન્યૂઝ ચેનલ સીએનએનએ એક વરિષ્ઠ ઈરાની અધિકારીને ટાંકીને કહ્યું છે કે ઈરાન એવા દેશોના લશ્કરી થાણાઓને નિશાન બનાવશે જે ઈઝરાયલને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.

પૂર્વી તેહરાનમાં વિસ્ફોટો સંભળાયા
ઈરાની સમાચાર એજન્સી તસ્નીમ સમાચારે અહેવાલ આપ્યો છે કે પૂર્વી તેહરાનના હકીમિયાહ અને તેહરાનપાર્સ વિસ્તારોમાં જોરદાર વિસ્ફોટો સંભળાયા હતા. આ પાછળનું કારણ હજુ સ્પષ્ટ નથી. આ પહેલા, તેહરાનના મેહરાબાદ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર બે મિસાઇલો પડી હતી, જેના પછી ભારે આગ લાગી હતી.

ટોપ સ્ટોરી

રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
Nobel Prize: ભૌતિકશાસ્ત્ર 2026નો નૉબેલ પુરસ્કાર ફ્રાન્સિસ હાલ્ઝેનને આપવામાં આવ્યો
Nobel Prize: ભૌતિકશાસ્ત્ર 2026નો નૉબેલ પુરસ્કાર ફ્રાન્સિસ હાલ્ઝેનને આપવામાં આવ્યો
Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત
Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત
તેલ અવીવની ઈમારતો સાથે પ્લેન ટકરાવવા માંગતો હતો ઓમાની કો-પાઈલટ, રિપોર્ટમાં મોટો ખુલાસો
તેલ અવીવની ઈમારતો સાથે પ્લેન ટકરાવવા માંગતો હતો ઓમાની કો-પાઈલટ, રિપોર્ટમાં મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Repo Rate Hike: RBIએ રેપો રેટમાં કર્યો વધારો, હવે હોમ-કાર લોન થશે વધુ મોંઘી
Repo Rate Hike: RBIએ રેપો રેટમાં કર્યો વધારો, હવે હોમ-કાર લોન થશે વધુ મોંઘી
PM મોદીના સાર્વેજનિક જીવનના 25 વર્ષ પૂર્ણ, શ્રી વિનાયક મંદિરમાં કરી પૂજા અર્ચના
PM મોદીના સાર્વેજનિક જીવનના 25 વર્ષ પૂર્ણ, શ્રી વિનાયક મંદિરમાં કરી પૂજા અર્ચના
જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ
જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
8th Pay Commission Updates: જો આઠમા પગારપંચે માની લીધી આ વાત તો મહિને મળશે 68,000 પેન્શન
8th Pay Commission Updates: જો આઠમા પગારપંચે માની લીધી આ વાત તો મહિને મળશે 68,000 પેન્શન
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
Embed widget