Israel Hamas War: ઇઝરાયેલની સેનાએ લેબનોનથી સરહદ પાર કરી રહેલા 4 આતંકવાદીઓને કર્યા ઠાર
Israel Gaza Attack: ઈઝરાયેલની સેના ગાઝામાં જમીની હુમલાની તૈયારી કરી રહી છે. આ પહેલા ઈઝરાયેલની સેનાએ ઉત્તરી ગાઝામાં રહેતા લોકોને સ્થળાંતર કરવાની ચેતવણી આપી હતી.
Israel Palestine Attack: હમાસ અને ઈઝરાયેલ વચ્ચે 11મા દિવસે પણ યુદ્ધ ચાલુ છે. ગાઝા પટ્ટીથી કાર્યરત ઉગ્રવાદી સંગઠન હમાસે 7 ઓક્ટોબરે દક્ષિણ ઇઝરાયેલ પર ઘાતક હુમલો કર્યો હતો, ત્યારબાદ બંને પક્ષો વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું. આ યુદ્ધમાં બંને તરફથી અત્યાર સુધીમાં 3200થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. મંગળવારે, ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં જણાવ્યું તેની સેનાએ લેબનોનથી સરહદ પાર કરી રહેલા 4 આતંકવાદીઓને ઠાર કર્યા છે.
બ્રિટનમાં પેલેસ્ટિનિયન મિશનના વડા હુસામ જોમલોટે કહ્યું છે કે ગાઝામાં વાસ્તવિક મૃત્યુઆંક ઘણો વધારે છે કારણ કે બચાવ દળ હજુ કાટમાળ નીચે ફસાયેલા લોકો સુધી પહોંચી શકી નથી. તેમણે આ યુદ્ધને કારણે મધ્ય પૂર્વમાં સંઘર્ષ વધવાની આશંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે આવી શક્યતા 10માંથી 9 છે. ઈઝરાયેલની સેના ગાઝામાં જમીની હુમલાની તૈયારી કરી રહી છે. આ પહેલા ઈઝરાયેલની સેનાએ ઉત્તરી ગાઝામાં રહેતા લોકોને સ્થળાંતર કરવાની ચેતવણી આપી હતી. જેના કારણે મોટી સંખ્યામાં વિસ્થાપન જોવા મળ્યા હતા. યુદ્ધ સતત ઉગ્ર બની રહ્યું છે. હમાસને લેબનીઝ સરહદ પરથી ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાહનું સમર્થન મળી રહ્યું છે. હિઝબુલ્લાહ દ્વારા ઇઝરાયેલ સરહદ પર છૂટાછવાયા હુમલાઓ પણ કરવામાં આવી રહ્યા છે, જેનો ઇઝરાયેલની સેના જવાબ આપી રહી છે.
#UPDATE Israeli troops killed four militants attempting to enter its territory from Lebanon on Tuesday, the army said, as tensions run high on the border between the two countries ➡️ https://t.co/nI5pbO5jbU pic.twitter.com/ZSqOAdqjey
— AFP News Agency (@AFP) October 17, 2023
આ દરમિયાન કેટલાક દેશો મધ્યસ્થીની વાત કરી રહ્યા છે. ભારત, અમેરિકા, બ્રિટન અને યુક્રેન જેવા કેટલાક દેશોએ ઈઝરાયેલને સમર્થન આપ્યું છે. અમેરિકા આ યુદ્ધમાં ઊંડો રસ લઈ રહ્યું છે. આ યુદ્ધની વચ્ચે તેના રક્ષા મંત્રી અને વિદેશ મંત્રી ઈઝરાયેલની મુલાકાતે ગયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું કે તેઓ હમાસ દ્વારા કરવામાં આવેલા ઘાતકી આતંકવાદી હુમલા સામે એકતા દર્શાવવા બુધવારે (18 ઓક્ટોબર) ઇઝરાયેલની મુલાકાત લેશે. બિડેને સોશિયલ મીડિયા પર તેમની એક પોસ્ટ દ્વારા એમ પણ કહ્યું, "ઇતિહાસે અમને વારંવાર શીખવ્યું છે કે યહૂદી વિરોધી, ઇસ્લામોફોબિયા અને તમામ નફરત એકબીજા સાથે જોડાયેલા છે."