વિશ્વનો આ દેશ કોરોના સામે હર્ડ ઈમ્યુનિટી મેળવનારો બન્યો પહેલો દેશ, હવે દેશમાં કોઈને નહીં થાય કોરોના....
ઇઝરાયેલની એક મોટી હૉસ્પીટલ જેનુ નામ છે શેબા મેડિકલ સેન્ટર. શેબા મેડિકલ સેન્ટરના નિષ્ણાતોએ દાવો કર્યો છે કે, ઇઝરાયેલમાં લોકોને હાર્ડ ઇમ્યૂનિટી પેદા થઇ ગઇ છે. ઇઝરાયેલમાં લોકોને SARS-CoV-2 સામે હાર્ડ ઇમ્યૂનિટી મળી ગઇ છે, અને હવે દેશના લોકોને ફરીથી કોરોના વાયરસનો ચેપ નથી લાગી શકતો.
નવી દિલ્હીઃ દુનિયાભરમાં કોરોના વાયરસની બીજી લહેર ઘાતક રૂપ લઇ રહી છે, લાખોની સંખ્યામાં લોકો કોરોના વાયરસતી સંક્રમિત થઇ રહ્યાં છે, અને હજારોની સંખ્યામાં દર્દીઓના મોત થઇ રહ્યાં છે. દુનિયાભરમાં મોટાભાગના દેશોમાં કોરોના સામેની લડાઇ માટે વેક્સિનેશન પણ શરૂ થઇ ચૂક્યુ છે. છતાં રાહત નથી મળી રહી. આ બધાની વચ્ચે નાનકડા દેશ ઇઝરાયેલમાંથી સારા સમાચાર સામે આવ્યા છે. ઇઝરાયેલે દાવો કર્યો છે કે તે કૉવિડ-19 વાયરસ સામે હાર્ડ ઇમ્યૂનિટી પેદા કરનારો દેશ બની ગયો છે, જો આ વાત સાચી છે તો ઇઝરાયેલ આ મામલે દુનિયાનો પહેલો દેશ હશે.
ઇઝરાયેલની એક મોટી હૉસ્પીટલ જેનુ નામ છે શેબા મેડિકલ સેન્ટર. શેબા મેડિકલ સેન્ટરના નિષ્ણાતોએ દાવો કર્યો છે કે, ઇઝરાયેલમાં લોકોને હાર્ડ ઇમ્યૂનિટી પેદા થઇ ગઇ છે. ઇઝરાયેલમાં લોકોને SARS-CoV-2 સામે હાર્ડ ઇમ્યૂનિટી મળી ગઇ છે, અને હવે દેશના લોકોને ફરીથી કોરોના વાયરસનો ચેપ નથી લાગી શકતો. શેબા મેડિકલ સેન્ટરના રિસર્ચર્સનો કહેવુ છે કે દેશમાં મોટાભાગના લોકોને કોરોના સામે લડવા માટે પુરતા પ્રમાણમાં હાર્ડ ઇમ્યૂનિટી ડેવલપ થઇ ગઇ છે, આ ઇમ્યૂનિટી વેક્શિનેશનની પ્રક્રિયાના કારણે છે, અને દેશમાં એક મોટા વર્ગનુ વેક્સિનેશન પુરુ થઇ ગયુ છે. આ વેક્સિનેશન કોરોના સામે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ લડવામાં તાકાત પુરી પાડે છે
શેબા મેડિકલ સેન્ટરના ટ્રાવેલ એન્ડ ટ્રૉપિકલ વિભાગના ડાયરેક્ટર ડૉ. ઇયાલ લિસેમના કહેવા પ્રમાણે, ઇમ્યૂનિટી લેવલ ખાસ કરીને વાયરસના ટ્રાન્સમિશન રેટના બેઝના આધારે ગણાય છે. SARS-CoV-2 વેક્સિનેશનમાં આ રેટ 65-70 ટકા સુધીનુ છે. હાલના તબક્કે ઇઝરાયેલામાં અંદાજે 56 ટકા લોકો એટલે કે 9.2 મિલિયન નાગરિકો વેક્સિનેટ થઇ ચૂક્યા છે, અને બીજા 15 ટકા એટલે કે અંદાજે 700,000 લોકો હાર્ડ ઇમ્યૂનિટી રેન્જમાં છે, આ તમામ લોકોને હાર્ડ ઇમ્યૂનિટી ડેવલપ થઇ ચૂકી છે.
લિસેમના જણાવ્યા પ્રમાણે, અમે ત્રીજા લૉકડાઉન બાદ સમારોહ અને સ્કૂલોમાં ખોલી નાંખી હોવા છતા દેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત ઘટાડો જોવા મળ્યો છે, કેમકે લોકોને હાર્ડ ઇમ્યૂનિટી ડેવલપ થઇ રહી છે. આ રિપોર્ટ પ્રમાણે કહી શકાય કે ઇઝરાયેલ વિશ્વનો પહેલો એવો દેશ બની ગયો છે જેને દેશના લોકોમાં કોરોના સામે હર્ડ ઈમ્યુનિટી ઉભી કરી દીધી છે, હવે દેશમાં કોઈને નહીં થાય કોરોના..