Israel- Palestine Conflict: 'મને છોડી દો, ના મારો' છોકરીએ કરી આજીજી, હમાસના આતંકીઓએ મહિલાના મૃતદેહને નગ્ન કર્યો, ને પછી...
એવા કેટલાય વીડિયો સામે આવ્યા છે જેમાં હમાસના હુમલાખોરો રસ્તા પર ચાલતા લોકો પર ગોળીઓ ચલાવતા જોવા મળે છે
Israel-Palestine Conflict: દુનિયામાં એકબાજુ રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, તો બીજીબાજુ હવે બીજી મોટુ યુદ્ધ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે શરૂ થઇ ચૂક્યુ છે. આ યુદ્ધ ગઇકાલે જ શરૂ થયુ છે. ગઈકાલે હમાસ દ્વારા કરવામાં આવેલા રૉકેટ હુમલા બાદ ઈઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધ છે. શનિવારે હમાસના હુમાલાખોરો ઇઝરાયેલના દક્ષિણ છેડેથી દેશમાં પ્રવેશ્યા હતા. સોશ્યલ મીડિયા પર આવા કેટલાય વીડિયો જોઈ શકાય છે જેમાં હમાસના હુમલાખોરો ઈઝરાયેલના શહેરોની સડકો પર હિંસક ગતિવિધિઓ કરી રહ્યાં છે.
એવા કેટલાય વીડિયો સામે આવ્યા છે જેમાં હમાસના હુમલાખોરો રસ્તા પર ચાલતા લોકો પર ગોળીઓ ચલાવતા જોવા મળે છે. આવો જ એક ક્રૂરતાભર્યો અને ઉશ્કેરતો વીડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં હમાસના હુમલાખોરો દ્વારા એક છોકરીને મૉટરસાઈકલ પર બેસવા માટે મજબૂર કરવામાં આવી છે અને તે પોતાના જીવનની ભીખ માંગી રહી છે. યુવતીનું નામ નોઆ હોવાનું કહેવાય છે.
ખરેખર નોઆ તેના બૉયફ્રેન્ડ સાથે પાર્ટીમાં ગઈ હતી. હમાસના હુમલાખોરોએ ત્યાં હુમલો કર્યો. ત્યારબાદ તેઓ યુવતીને ઉપાડી તેમની સાથે લઈ ગયા, તે યુવતી હુમલાખોરોને કહેતી રહી કે મને છોડી દો, મારશો નહીં.... નોઆની વારંવાર વિનંતી કરવા છતાં, હુમલાખોરોએ તેની વાત સાંભળી નહીં અને તેને લઈ ગયો. હુમલાખોરોઓ છોકરીના બૉયફ્રેન્ડને ખરાબ રીતે માર્યો અને હજુ સુધી પીડિત બૉયફ્રેન્ડ સંપર્ક થયો નથી. એવું માનવામાં આવે છે કે હમાસના હુમલાખોરોએ તેને પકડી લીધો છે.
મહિલાને નગ્ન અવસ્થામાં રસ્તા પર ફેરવી
સોશ્યલ મીડિયા પરના એક વીડિયોમાં એક મૃત ઈઝરાયેલી મહિલાને ખુલ્લા ટ્રક પર નગ્ન અવસ્થામાં લઈ જવામાં આવી રહી છે અને શહેરની આસપાસ હંકારવામાં આવી રહી છે. વીડિયોમાં લોકો મહિલા સાથે દુર્વ્યવહાર કરતા જોવા મળે છે, આ ઉપરાંત લોકો મહિલાની લાશ પર થપ્પડ મારી રહ્યા છે.
કેમ બનાવી રહ્યાં છે કેદી ?
એવું કહેવામાં આવી રહ્યું છે કે હમાસના હુમલાખોરો લોકોને કેદ કરી રહ્યા છે જેથી તેઓ ઇઝરાયેલ સરકાર સાથે સોદાબાજી કરી શકે, કારણ કે કેટલાય પેલેસ્ટિનિયન કેદીઓ ઇઝરાયેલની જેલમાં બંધ છે. હમાસ પકડાયેલા ઇઝરાયેલી નાગરિકોના બદલામાં પેલેસ્ટિનિયન કેદીઓની માંગ કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હમાસના હુમલાખોરોએ 35 ઈઝરાયેલ સૈનિકોને પકડી લીધા છે.