Construction Workers: દર મહિને થશે લાખોની કમાણી, આ દેશ ભારતના કામદારોને આપશે નોકરી
Construction Workers:રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ કામદારોને દર મહિને 1.92 લાખ રૂપિયા સુધીનો પગાર મળી શકે છે.
Construction Workers: કન્સ્ટ્રક્શન સેક્ટરમાં કામ શોધી રહેલા લોકો માટે સારા સમાચાર છે. ઇઝરાયલને હજારો કામદારોની જરૂર છે. ઇઝરાયલ તરફથી આ કામ માટે દર મહિને લાખોનો પગાર ઓફર કરવામાં આવી રહ્યો છે.
દર મહિને આટલો પગાર મળી શકે છે
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, ઈઝરાયલે 10 હજાર કન્સ્ટ્રક્શન કામદારો અને 5 હજાર કેયરગિવર્સ (હેલ્થ વર્ક્સ) માટે ભારતનો સંપર્ક કર્યો છે. રિપોર્ટમાં આ જાણકારી નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે NCDCને ટાંકીને આપવામાં આવી છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ કામદારોને દર મહિને 1.92 લાખ રૂપિયા સુધીનો પગાર મળી શકે છે.
આ કારણે ઇઝરાયલને લોકોની જરૂર છે
વાસ્તવમાં ગયા વર્ષે હમાસ સાથે શરૂ થયેલા યુદ્ધ પછી ઇઝરાયલમાં ઘણુ પરિવર્તન આવ્યું છે. હમાસે ગયા વર્ષે 7 ઓક્ટોબરે ઈઝરાયલમાં ઘૂસીને હુમલો કર્યો હતો. તે પછી ઇઝરાયૃલે હમાસ સામે યુદ્ધ શરૂ કર્યું જે હજુ ચાલી રહ્યું છે. આ સાથે ઈઝરાયલે 1 લાખથી વધુ પેલેસ્ટિનિયન કામદારો પર પ્રતિબંધ મૂક્યો છે. આ કારણોસર તેને વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા લોકોની મોટી સંખ્યામાં જરૂર છે.
પસંદગી પ્રક્રિયા પર સવાલો ઉઠી રહ્યા છે
જો કે બીજી તરફ ઈઝરાયલમાં નોકરીઓને લઈને ચાલી રહેલી દ્વિપક્ષીય જોબ સ્કીમ પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. અહેવાલો અનુસાર, લોકો આ યોજના હેઠળ કામ કરવા માટે ઈઝરાયલ જઈ ચૂક્યા છે. તેમાંથી ઘણા પાછા ફર્યા છે. આશરે 10 હજાર કામદારો સરેરાશ માસિક 1.9 લાખના પગારે કામ કરવા ઇઝરાયલ ગયા હતા. તેમાંથી કેટલાક બાંધકામ અથવા કારખાનાઓમાં કામ કરવા માટે અયોગ્ય સાબિત થયા. તે પછી તેઓને સફાઈનું કામ આપવામા આવ્યું જેના કારણે તેઓ પરત ફર્યા હતા. જેના કારણે દ્વિપક્ષીય જોબ સ્કીમ હેઠળ લોકોની પસંદગીની પ્રક્રિયા પર સવાલ ઉઠી રહ્યા છે.
ઇઝરાયલથી યોગ્યતા તપાસવા ટીમ આવી રહી છે
NCDC કહે છે કે તાજેતરના કિસ્સામાં ઇઝરાયલથી Population, Immigration, and Border Authority (PIBA) ની એક ટીમ આવતા અઠવાડિયે ભારત આવી રહી છે, જે ફ્રેમવર્ક, આયર્ન બેન્ડિંગ, પ્લાસ્ટરિંગ, સિરામિક ટાઇલિંગ જેવા કામ માટે શ્રમિકોની કુશળતાની તપાસ કરશે. જેઓ લાયક જણાશે તેઓને ઇઝરાયલમાં નોકરી માટે પસંદ કરવામાં આવશે. બાંધકામ કામદારો માટે ભરતીનો આ રાઉન્ડ મહારાષ્ટ્રમાં આયોજિત થવા જઈ રહ્યો છે.