Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી
Japan Earthquake: જાપાનમાં આવેલા શક્તિશાળી ભૂકંપ બાદ જાપાની હવામાન એજન્સીએ સુનામી ચેતવણી જાહેર કરી છે.

Japan Earthquake: જાપાનમાં આવેલા શક્તિશાળી ભૂકંપ બાદ જાપાની હવામાન એજન્સીએ સુનામી ચેતવણી જાહેર કરી છે. એજન્સીએ જણાવ્યું હતું કે સુનામીના લહેરો 10 ફૂટ ઉંચી ઉછળી શકે છે. જાપાન હવામાન એજન્સીએ સોમવારે અહેવાલ આપ્યો હતો કે ઉત્તરી દરિયાકાંઠે થોડે દૂર જાપાનના દરિયા કિનારા પર 7.6 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ પછી તરત જ ઉત્તરપૂર્વીય દરિયાકાંઠે આવેલા ઘણા વિસ્તારોમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી.
#BREAKING Tsunami of up to three metres (10 feet) expected to hit Japan's Pacific coast, meteorological agency says, after 7.6-magnitude quake hits pic.twitter.com/Otd6pzpu8F
— AFP News Agency (@AFP) December 8, 2025
જાપાન હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે દરિયા કિનારા પર 7.6 ની તીવ્રતાનો એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર દરિયાની અંદર હોવાના કારણે સુનામીનો ખતરો વધી ગયો છે. આ શક્તિશાળી ભૂકંપ ખાસ કરીને જાપાનના ઉત્તરપૂર્વીય દરિયાકાંઠા માટે ચિંતાજનક છે, જ્યાં પાછલા વર્ષોમાં મોટી સુનામી આવી છે.
🇯🇵 A major earthquake has rocked Japan's northern coast, with the country's meteorological agency recording several tsunami waves reaching the shoreline and local media reporting injuries ⤵️ https://t.co/q1MH1eWD8F pic.twitter.com/FgVZEJEX7K
— AFP News Agency (@AFP) December 8, 2025
JMA અનુસાર, સુનામીની લહેરો 3 મીટર (લગભગ 10 ફૂટ) સુધી પહોંચી શકે છે. સૌથી વધુ જોખમ ઇશિકાવા પ્રાન્ત અને તેની આસપાસના વિસ્તારોમાં છે. એજન્સીએ લોકોને તાત્કાલિક ઊંચી જમીન પર જવા અને દરિયા કિનારાથી દૂર રહેવા વિનંતી કરી છે. તેઓએ જણાવ્યું હતું કે જરૂરિયાતમંદોને સહાય પૂરી પાડવા માટે ઈમરજન્સી સેવાઓ એક્ટિવ કરવામાં આવી છે. ટીવી ચેનલો પર ઈમરજન્સીને લઈને માહિતી સતત પ્રસારિત કરવામાં આવી રહી છે.
અધિકારીઓએ સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓને તાત્કાલિક સ્થળાંતર કરવા વિનંતી કરી છે. કોઈ જાનહાનિ કે મિલકતના નુકસાનની કોઈ સત્તાવાર પુષ્ટી થઈ નથી, પરંતુ બચાવ અને રાહત કામગીરી શરૂ થઈ ગઈ છે.




















