(Source: ECI/ABP News/ABP Majha)
Kashmir : કાશ્મીરમાં વિજળીના ભાવ-વિકાસ જોઈ પાકિસ્તાનીઓ મોદી સરકાર પર ફિદા
Pakistan Youtubers In Kashmir: ભારત કાશ્મીરીઓ પર અત્યાચાર કરી રહ્યું છે, ભારતીય સેના કાશ્મીરમાં નિર્દોષોનું લોહી વહાવી રહી છે.
Pakistan Youtubers In Kashmir: ભારત કાશ્મીરીઓ પર અત્યાચાર કરી રહ્યું છે, ભારતીય સેના કાશ્મીરમાં નિર્દોષોનું લોહી વહાવી રહી છે. આ પ્રકારના અનેક ધડ માથા વગરના આરોપો પાકિસ્તાન સરકાર સ્થાનિક ઉપરાંત વૈશ્વિક મંચ પર ભારત પર લગાવતી આવે છે. સંયુક્ત રાષ્ટ્ર (યુએન) હોય કે અન્ય કોઈ મંચ હોય પાકિસ્તાન તેની આદતથી બાજ જ નથી આવતું. પરંતુ હવે એક પાકિસ્તાની યુટ્યુબરનો વિડીયો પાકિસ્તાનની સરકારના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો છે. બે પાકિસ્તાની યુટ્યુબરોએ કાશ્મીરને નજીકથી નિહાળ્યું હતું અને અહીં સામાન્ય જીવન જોયા બાદ તેમને ખબર પડી કે, તેમની જ સરકાર કેવા કેવા જુઠ્ઠાણાં ચલાવી રહી છે. આ વીડિયો પાકિસ્તાનની શહેબાઝ સરકારનો પર્દાફાશ કરવા માટે પૂરતો છે. પાકિસ્તાન સરકાર હંમેશા કાશ્મીરને લઈને ભારત વિરુદ્ધ દુષ્પ્રચાર અથવા ખોટી માહિતી ફેલાવતી રહે છે.
પાકિસ્તાની યુ-ટ્યુબર ભાવુક બની ગયા
કાશ્મીર ખીણની સ્થિતિ જોઈને એક યુટ્યુબર ખૂબ જ ભાવુક થઈ ગયો હતો. આ યુટ્યુબરોએ નિયંત્રણ રેખા (એલઓસી) પર ઉભા રહીને જમ્મુ અને કાશ્મીર જોયું હતું. જે ભારતનો એક ભાગ છે. અન્ય એક યુટ્યુબરે કહ્યું હતું કે, તમે વિશ્વાસ નહીં કરો કે જ્યારે અમે સામે (ભારતના કાશ્મીરમાં) જોયું તો ત્યાં ઘણો વિકાસ હતો. 4જી અને 5જી ટાવર પણ લગાવવામાં આવ્યા છે અને તેના પરથી સમજાય છે કે, કાશ્મીરમાં ઘણો વિકાસ થઈ રહ્યો છે.
બાળકો નિશ્ચિંત બની રમે છે
સારી સારી કાર અને સુંદર ઘર જોવા મળ્યા. મસ્જિદમાંથી અઝાનનો અવાજ સંભળાતો હતો. લોકો નમાજ માટે મસ્જિદમાં પણ જતા હતા. અહીંથી તમે અનુમાન લગાવી શકો છો કે, પાકિસ્તાની મીડિયા દ્વારા જે વાતો કહેવામાં આવે છે હકીકતે તો પરિસ્થિતિ તેનાથી વિપરીત જ છે. પાકિસ્તાની યુટ્યુબર્સના જણાવ્યા અનુસાર, બાળકો ઘરોની બહાર રમતા હતા. વાહનો સરળ રીતે આવન જાવન કરી રહ્યા હતા અને લોકો પણ તેમના ઘરની બહાર બિંદાસ્ત બનીને ફરી રહ્યાં હતા. આ યુટ્યુબર્સના જણાવ્યા અનુસાર, તેમને તો અત્યાર સુધીમાં હંમેશા એટલું જ કહેવામાં આવે છે કે, ભારતના કાશ્મીરમાં ગોળીબાર થઈ રહ્યો છે. પરંતુ જો આ વાત સાચી હોત તો અહીં લોકો આટલા બિંદાસ્ત રીતે બહાર ફરવાને બદલે પોતપોતાના ઘરમાં જ ભરાઈ રહ્યા હોત.
ભારતીય કાશ્મીરમાં સસ્તી વીજળી
YouTubers અનુસાર, તેઓએ મસ્જિદોથી લઈને શાળાઓ અને યુનિવર્સિટીઓ સુધીની દરેક વસ્તુની મુલાકાત લીધી. એલઓસીની બીજી તરફ ભારતનો મોટો ત્રિરંગો લહેરાતો હતો. આ ત્રિરંગો જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો હતો. પછી તેણે કહ્યું કે, જ્યાં પાકિસ્તાનના કાશ્મીર એટલે કે PoKમાં 35 રૂપિયા પ્રતિ યુનિટમાં વીજળી મળે છે. બીજી તરફ, ભારતના જમ્મુ અને કાશ્મીરમાં પ્રતિ યુનિટ માત્ર 1.59 રૂપિયામાં જ વીજળી મળે છે. યુટ્યુબર્સના મતે પાકિસ્તાન સરકાર તો કહે છે કે, ભારત કાશ્મીરીઓ પર અત્યાચાર કરી રહ્યું છે. તો પછી આવા જ અત્યાચારો તો પાકિસ્તાન સરકારે પણ કરવા જોઈએ.