શોધખોળ કરો

વિશ્વમાં બાળકોનું શારીરિક શોષણ અને તસ્કરી કેવી રીતે થાય છે ?

દેશના ૩૯૨ કરતાં વધારે જિલ્લાઓમાં બાળતસ્કરી, માનવતસ્કરી કરતા લોકોનું આખું નેટવર્ક ફેલાયેલું છે.ગ્લોબલ સિટિઝન્સ ટ્રસ્ટના રિપોર્ટનું માનીએ તો ભારતમાં બાળમાનવ તસ્કરીનો વર્ષે ૩૫૦૦ કરોડનો વેપાર છે

વિશ્વમાં દરવર્ષે હજારો બાળકોના અપહરણ થાય છે  અને તેમાંથી ઘણાની કોઈભાળ મળતી નથી. જોકે આ પૈકી ઘણા બાળકોનો સેક્સ ટ્રાફિકિંગમાં ઉપયોગ થાય છે. જેને લઈ લોસ એન્જેલિસથી લંડન સુધી #saveourchildren અને #endchildtrafficking લખેલા પ્લેકાર્ડ અને ટી શર્ટ પહેરીને વિરોધ કરવામાં આવી રહ્યો છે.

નાના અને માસૂમ બાળકોની તસ્કરીને લઈ વિશ્વમાં ખૂબ ચિંતા કરવામાં આવી રહી છે. તેમને એક એવી જગ્યાએ છોડી દેવામાં આવે થે જ્યાં તેઓની રહેવાની રીત બિલકુલ અજાણ હોય છે.  સંયુક્ત રાષ્ટ્ર સંઘ પણ માનવ તસ્કરીને લઈ ખૂબ ચિંતા કરી ચુક્યું છે. એક રિપોર્ટ મુજબ 40 ટકા ભોગ બનેલા તેઓ બાળક હતા ત્યારે શિકાર બન્યા હોવાનું સ્વીકાર્યું છે. બાળકો સાથે જાતીય દુર્વ્યવહાર સંદર્ભે ઓસ્ટ્રેલિયાની રોયલ કમિશનના જણાવ્યા મુજબ સ્ત્રીઓ માટે આશરે 20 વર્ષ અને પુરુષો 25 વર્ષ પહેલા  ભોગ બને છે. જ્યારે કેટલાક લોકો જાહેર કરતા નથી. 10માંથી એક બાળક 18 વર્ષ પહેલા જ ભોગ બન્યા હોય છે.

યુએસ બ્યુરો ઓફ જસ્ટિસ સ્ટેટેટિક્સ દ્વારા 2000 લોકો પર કરવામાં આવેલા સર્વેક્ષણ મુજબ 7.5 ટકા મહિલાઓ 17 વર્ષ પહેલા અને 5 ટકા પુરુષોની અજાણ્યા લોકો દ્વા શોષણ કરવામાં આવ્યું હતું.  ઓસ્ટ્રેલિયન બ્યૂરો ઓફ સ્ટેટેટિક્સે 2016માં જાહેર કરેલા આંકડા મુડબ 16 વર્ષ પહેલા જ 11.5 ટકા છોકરીઓ અને 15 ટકા છોકરાઓનું શારીરિક શોષણ થાય છે.

કોણ કેટલા ટકા કરે છે શોષણ

ઓસ્ટ્રેલિયન બ્યૂરો ઓફ સ્ટેટેકિસ મુજબ માતા પિતા દ્વારા 4.1 ટકા છોકરા અને 17.4 ટકા છોકરીઓ, પિતરાઈ દ્વારા 4.1 ટકા છોકરા અને 7.9 ટકા છોકરીઓ, અન્ય સંબધીઓ દ્વારા 15.3 ટકા છોકરા અને 29.4 ટકા છોકરીઓ, પરિચિતો દ્વારા 65.2 ટકા છોકરાઓ તથા 46.8 ટકા છોકરીઓ, અજાણ્યા દ્વારા 15.1 ટકા છોકરાઓ અને 11.5 ટકા છોકરીઓનું શારીરિક શોષણ કરવામાં આવતું હોવાનું જણાવાયું છે.

વર્ષે કેટલા લોકોની થાય છે તસ્કરી

યુનાઈડેટ નેશન્સના રિપોર્ટ પ્રમાણે દર વર્ષે 25,000 માત્ર 25 હજાર કેસ જ ઉકેલી શકાય છે. જે માત્ર હિમશીલની ટોચ જેટલં છે.  આ અહેવાલ મુજબ દર વર્ષે આશરે 2 કરોડ 10 લાખ લોકો વિશ્વમાં ટ્રાફિકિંગનો ભોગ બને છે. જેમાંથી 16 લાખનું મજૂર માટે ટ્રાફિકિંગ કરવામાં આવે છે. આ પૈકી 3 લાખ 18 વર્ષથી ઓછી વયના હોય છે. 50 લાખ લોકોનું સેક્સ માટે ટ્રાફિકિંગ કરવામાં આવે છે, 99 ટકા મહિલાઓ સેકસ ટ્રાફિકિંગનો ભોગ બને છ. જે પૈકી 70 ટકા એશિયામાં હોય છે. જે બાદ યુરોપમાં 14 ટકા, આફ્રિકામાં 8 ટકા, અમેરિકામાં 4 ટકા અને 1 ટકા આરબ દેશોમાં થાય છે. જ પૈકી દસ લાખ લોકોની ઉંમર 18 વર્ષથી ઓછી હોય છે.

  • ચાઇલ્ડ સેક્સ ટ્રાફિકિંગનો ભોગ બનેલા। 10,00,000
  • ઓલ ચાઈલ્ડ ટ્રાફિકિંગનો ભોગ બનેલાઃ 40,00,000
  • ઓલ સેક્સ ટ્રાફિકિંગનો ભોગ બનેલાઃ 50,00,000
  • ઓલ ટ્રાફિકિંગ વિક્ટિમઃ 21,000,000
  • ઓલ મોર્ડન સ્લેવરિ વિક્ટિમ (આધુનિક ગુલામ) : 40,000,000

ભારતમાં બાળ તસ્કરીના કેટલા કરોડનો છે વેપા

દેશના ૩૯૨ કરતાં વધારે જિલ્લાઓમાં બાળતસ્કરી, માનવતસ્કરી કરતા લોકોનું આખું નેટવર્ક ફેલાયેલું છે. માધ્યમોમાં પણ વારંવાર અહેવાલ આવ્યા છે કે, દેશમાં બાળતસ્કરી કરતી ૮૦૦ ગેંગના ૫૦૦૦ કરતાં પણ વધુ સભ્યો સક્રિય છે. સામાન્ય સ્થાનિક મહિલાઓથી માંડી રાષ્ટ્રીય સ્તરે શ્રીમંત લોકો પણ આ કાળા કારોબારમાં સામેલ હોય છે. ગ્લોબલ સિટિઝન્સ ટ્રસ્ટના રિપોર્ટનું માનીએ તો ભારતમાં બાળમાનવ તસ્કરીનો વર્ષે ૩૫૦૦ કરોડનો વેપાર છે. ભિખારી ગેંગ પ્લેસમેન્ટ એજન્સી, બંધિયા મજદૂર, બાળમજૂરી, દેહવેપાર અને શરીરના અંગોના વેપાર માટે આ તસ્કરી કરવામાં આવે છે. બાળકોનું અપહરણ કરી. બીજા રાજ્યમાં ભીખ મંગાવવામાં આવે છે કે પછી બંધિયા મજૂરી કરાવવામાં આવે છે કે, પછી વિદેશમાં વેચી દેવામાં આવે છે. નાની છોકરી હોય તો તેને દેહ વ્યાપારમાં ધકેલી દેવામાં આવે છે.

ગરીબ માતા-પિતાનો ભોળવવામાં આવે છે

તસ્કરો દેશના પછાત વિસ્તારોમાં સ્થાનિકને સાધી બાળકીઓને શહેરમાં લઈ આવે છે અને પછી તેને વેચી મારે છે. આગળ જણાવ્યું તેમ ગુમ થતાં બાળકોમાં ૬થી ૯ વર્ષનાં બાળકો-બાળકોઓની સંખ્યા વધુ હોય છે. ગરીબ, ઝૂંપડપટ્ટી વિસ્તાર રેલવે સ્ટેશનો ભીડભાડવાળાં જાહેર સ્થળો, કુદરતી આપત્તિઓ, શાળા, સરકારી હોસ્પિટલ વગેરે તસ્કરોના નિશાને હોય છે. આવાં સ્થળોએ માતા-પિતાઓએ થોડી વધારે સાવચેતી રાખવાની જરૂર છે.

  • દર વર્ષે ભારતનાં વિવિધ રાજ્યોમાં સરેરાશ એક લાખ જેટલાં બાળકો ગુમ થયાની ફરિયાદો નોંધાવવામાં આવે છે.
  • સરેરાશ ૧૮૦ બાળકો રોજ ગાયબ થાય છે, જેમાંથી ૫૫% છોકરીઓ હોય છે.
  • ગુમ થયેલાં બાળકોમાંનાં ૪૫% બાળકો યૌનશોષણ, માનવઅંગોના વેપાર, ભીખ માંગતી ગેંગનો શિકાર બની જાય છે.
  • યુનાઈટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના આંકડા મુજબ વિશ્ર્વમાં જેટલી માનવ તસ્કરી થાય છે, તેમાં ૫૦ ટકા બાળકો હોય છે.
  • બાળતસ્કરી થકી તસ્કરોને દર વર્ષે ૧૦ અરબ ડૉલરની કમાણી થાય છે.
  • આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન મુજબ દેશમાં ૧૮ લાખ બાળકો સેક્સ ઇન્ડસ્ટ્રીઝમાં શોષાઈ રહ્યાં છે.
  • બ્રિટનમાં દર વર્ષે ૧૩,૦૦૦ બાળકો ગુમ થઈ જાય છે.
  •  ચીનમાં છેલ્લા એક દાયકામાં ૩.૭ કરોડ બાળકો ગુમ થઈ ગયાં છે.
  •  બેલ્જિયમમાં દર વર્ષે ૨૯૨૮, રોમાનિયામાં ૨૩૫૪, બાળકો ગુમ થઈ જાય છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
Embed widget