શોધખોળ કરો

લાઈન પર આવી ગયું ચીન સમર્થક માલદીવ! મદદ મેળવી મોહમ્મદ મોઈજ્જુ ગદગદ થયા, PM મોદી માટે કહી આ વાત

Mohammed Muizzu On PM Modi: માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ કહ્યું, "હું માલદીવનું હંમેશા સમર્થન કરવા બદલ ભારત સરકાર, ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરું છું."

Maldives President On PM Modi: વિદેશ મંત્રી એસ જયશંકરે માલદીવની સૌથી મોટી જળ અને સ્વચ્છતા પરિયોજનાનું ઉદ્ઘાટન શનિવાર, 10 ઓગસ્ટના રોજ કર્યું. ભારતે આ પરિયોજના હેઠળ માલદીવને 11 કરોડ ડોલરની મદદ આપી હતી. આ પ્રસંગે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ ભારતની પ્રશંસા કરતા થાકતા નહોતા. ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન એસ. જયશંકરે રાષ્ટ્રપતિના કાર્યાલયથી જ આ પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું.

રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ સોશિયલ મીડિયા પોસ્ટમાં ભારતની પ્રશંસા કરતા લખ્યું કે ભારતે હંમેશા માલદીવનો સાથ આપ્યો છે. તેમણે લખ્યું, "ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત અને માલદીવના 28 ટાપુઓમાં જળ અને ગટર પ્રોજેક્ટના આધિકારિક હસ્તાંતરણમાં તેમની સહભાગિતા આનંદની વાત છે."

ભારતની ઉદારતાને મુઈજ્જુએ સ્વીકારી

રાષ્ટ્રપતિ મુઈજ્જુએ વિદેશ મંત્રી જયશંકર સાથેના ફોટા શેર કરતા લખ્યું, "હું માલદીવનું હંમેશા સમર્થન કરવા બદલ ભારત સરકાર, ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરું છું. અમારી સ્થાયી ભાગીદારી સતત મજબૂત થઈ રહી છે. આ સુરક્ષા, વિકાસ અને સાંસ્કૃતિક સંબંધોમાં સહયોગ દ્વારા બંને દેશોને નજીક લાવી રહી છે. અમે સાથે મળીને આ ક્ષેત્ર માટે એક ઉજ્જવળ, વધુ સમૃદ્ધ ભવિષ્ય સ્થાપિત કરી રહ્યા છીએ."

નેબરહુડ ફર્સ્ટ અમારી પ્રાથમિકતા: વિદેશ મંત્રી એસ. જયશંકર

વિદેશ મંત્રી એસ જયશંકરે રવિવાર, 11 ઓગસ્ટના રોજ કહ્યું કે માલદીવ હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતનો એક મુખ્ય ભાગીદાર છે અને બંને દેશો તેમના સહયોગને આધુનિક ભાગીદારીમાં બદલવાની આકાંક્ષા રાખે છે. જયશંકરે અડ્ડુ પુનર્ગ્રહણ અને તટ સંરક્ષણ પરિયોજનાના હસ્તાંતરણ સમારોહ અને એક્ઝિમ બેંકની લોન સહાયતા હેઠળ ભારત સરકારની મદદથી બનાવવામાં આવેલી 4 લેન ડેટોર લિંક રોડ પરિયોજનાના ઉદ્ઘાટન પ્રસંગે આ વાત કહી.

જયશંકરે કહ્યું, "માલદીવ અમારા માટે હિંદ મહાસાગર ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ ભાગીદાર છે. તે 'નેબરહુડ ફર્સ્ટ'ની અમારી નીતિના કેન્દ્રમાં છે. અને તેથી તે ખૂબ જ સ્વાભાવિક છે કે અમારા બંને દેશો વચ્ચેનો સહયોગ પરંપરાગત ભૂમિકાથી આગળ વધી ગયો છે અને આજે ખરેખર એક આધુનિક ભાગીદારી બનવાની આકાંક્ષા રાખે છે."

ટોપ સ્ટોરી

રાષ્ટ્રપતિ ટ્રમ્પનો સ્વીકાર, ઈરાન યુદ્ધથી રિપબ્લિકનને ચૂંટણીમાં નુકસાન
રાષ્ટ્રપતિ ટ્રમ્પનો સ્વીકાર, ઈરાન યુદ્ધથી રિપબ્લિકનને ચૂંટણીમાં નુકસાન
અમે હારી ગયા કારણ કે...: મધ્યસત્ર ચૂંટણીમાં પરાજય પર જે.ડી. વાન્સનો મોટો ઘટસ્ફોટ
અમે હારી ગયા કારણ કે...: મધ્યસત્ર ચૂંટણીમાં પરાજય પર જે.ડી. વાન્સનો મોટો ઘટસ્ફોટ
અમેરિકી ચૂંટણીમાં એસ્ટ્રોનોટે અવકાસમાંથી કર્યું મતદાન, જાણો ધરતીથી 400 કિમી દૂરથી કેવી રીતે નાખ્યો વોટ
અમેરિકી ચૂંટણીમાં એસ્ટ્રોનોટે અવકાસમાંથી કર્યું મતદાન, જાણો ધરતીથી 400 કિમી દૂરથી કેવી રીતે નાખ્યો વોટ
મહાદેવ સટ્ટાબાજી એપના કો-ફાઉન્ડર રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ; તપાસ એજન્સીઓને મળી મોટી સફળતા
મહાદેવ સટ્ટાબાજી એપના કો-ફાઉન્ડર રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ; તપાસ એજન્સીઓને મળી મોટી સફળતા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો
રાષ્ટ્રપતિ ટ્રમ્પનો સ્વીકાર, ઈરાન યુદ્ધથી રિપબ્લિકનને ચૂંટણીમાં નુકસાન
રાષ્ટ્રપતિ ટ્રમ્પનો સ્વીકાર, ઈરાન યુદ્ધથી રિપબ્લિકનને ચૂંટણીમાં નુકસાન
અમે હારી ગયા કારણ કે...: મધ્યસત્ર ચૂંટણીમાં પરાજય પર જે.ડી. વાન્સનો મોટો ઘટસ્ફોટ
અમે હારી ગયા કારણ કે...: મધ્યસત્ર ચૂંટણીમાં પરાજય પર જે.ડી. વાન્સનો મોટો ઘટસ્ફોટ
Shukra Gochar 2026: ધનતેરસ પર શુક્રનું રાશિ પરિવર્તન, આ 4 રાશિના જાતકો બની શકે છે અમીર
Shukra Gochar 2026: ધનતેરસ પર શુક્રનું રાશિ પરિવર્તન, આ 4 રાશિના જાતકો બની શકે છે અમીર
Happy Diwaliનો મેસેજ ખાલી ના કરી દે તમારુ બેન્ક એકાઉન્ટ, તહેવારોમાં છેતરપિંડી કરનારાઓથી રહો સાવધાન
Happy Diwaliનો મેસેજ ખાલી ના કરી દે તમારુ બેન્ક એકાઉન્ટ, તહેવારોમાં છેતરપિંડી કરનારાઓથી રહો સાવધાન
ભારતીય સેનામાં અગ્નિવીરો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે સેનામાં થશે કાયમી, જાણો નવો નિયમ
ભારતીય સેનામાં અગ્નિવીરો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે સેનામાં થશે કાયમી, જાણો નવો નિયમ
તહેવારોમાં મોંઘવારીનો માર: ખાંડ ₹70 સુધી પહોંચી, જાણો ભાવ વધવા પાછળનું સાચું કારણ
તહેવારોમાં મોંઘવારીનો માર: ખાંડ ₹70 સુધી પહોંચી, જાણો ભાવ વધવા પાછળનું સાચું કારણ
Gold Silver: ધનતેરસ પહેલાં સોના-ચાંદીમાં ભડકો; સોનું ₹4,800 અને ચાંદી ₹9,000 વધી, જુઓ લેટેસ્ટ રેટ
Gold Silver: ધનતેરસ પહેલાં સોના-ચાંદીમાં ભડકો; સોનું ₹4,800 અને ચાંદી ₹9,000 વધી, જુઓ લેટેસ્ટ રેટ
Embed widget