શોધખોળ કરો
Advertisement
22 વર્ષના યુવકે 79 વર્ષની પોતાની દાદી સાથે કર્યાં લગ્ન, કારણ જાણશો તો યુવકને કરશો નફરત
યૂક્રેનનાં વિન્નિત્સા શહેરમાં રહેતા 24 વર્ષના એલેક્ઝેંડર કોંડ્રાટ્યૂકે બે વર્ષ પહેલાં દાદી સાથે લગ્ન કર્યાં હતાં કે જેમની ઉંમર અત્યારે 81 વર્ષ છે.
નવી દિલ્હીઃ યુક્રેનમાં 22 વર્ષના યુવકે 79 વર્ષની વૃધ્ધા સાથે લગ્ન કર્યાં હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. આઘાતજનક વાત એ છે કે, આ વૃધ્ધા સગપણમાં તેની દાદી થાય છે અને યુવકે લશ્કરમાં ભરતી થવું ન પડે તે માટે પોતાની દાદી સાથે લગ્ન કર્યા હતાં.
યૂક્રેનનાં વિન્નિત્સા શહેરમાં રહેતા 24 વર્ષના એલેક્ઝેંડર કોંડ્રાટ્યૂકે બે વર્ષ પહેલાં દાદી સાથે લગ્ન કર્યાં હતાં કે જેમની ઉંમર અત્યારે 81 વર્ષ છે. યૂક્રેનમાં 18 વર્ષથી 26 વર્ષના યુવકોએ લશ્કરમાં ફરજિયાત સેવા આપવી પડે છે અને દરેક યુવકે એક વર્ષ લશ્કરમાં કામ કરવું જરૂરી હોય છે.
એલેક્ઝેંડર લશ્કરમાં ભરતી થવા ઈચ્છતો ન હતો તેથી તેણે પોતાની દાદી સાથે લગ્ન કરી લીધાં. 2017માં તેને લશ્કરમાં ભરતી થવા માટે પત્ર મળ્યો હતો. કાયદાકીય જોગવાઈ પ્રમાણે, વ્યક્તિ પર કોઈ વ્યક્તિને સંભાળવાની જવાબદારી હોય તો તેને લશ્કરમાં ભરતી થવામાંથી છૂટ મળી શકે.
એલેક્ઝેંડરે પોતાની પિતરાઈ બહેન એટલે કે ફોઈની દીકરીની દાદી જિનાઈડા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. તે સમયે યુવક 22 વર્ષનો અને દાદી 79 વર્ષના હતા. પોલીસને પહેલાં તો છેતરપિંડીની શંકા ગઈ પણ આ મામલે તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે યુવકે ખરેખર લગ્ન કર્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement