Maryam Nawaz Sharif: 'ઇમરાન ખાનને હજુ પણ લાડલો માનવામાં આવી રહ્યો છે', સજા ના મળવા પર મરિયમ નવાઝ શરીફનો કટાક્ષ
મરિયમ નવાઝ શરીફે કહ્યું કે, ઇમરાન ખાને વિરોધ પ્રદર્શનો દરમિયાન વારંવાર કોર્ટો પર હુમલો કરવા છતાં કોઇ મહત્વપૂર્ણ કાનૂની પરિણામનો સામનો નથી કર્યો.
Maryam Nawaz Sharif Over Imran Khan Case: પાકિસ્તાનમાં રાજનીતિક ઉથલપાથલ ચાલી રહી છે, અહીંની હાલની સરકાર અને PTI ચીફ ઇમરાન ખાનની વચ્ચે છેલ્લા કેટલાય મહિનાઓથી તનાતની ચાલી રહી છે. આ બધાની વચ્ચે પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની દીકરી અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ની વરિષ્ઠ ઉપાધ્યક્ષ મરિયમ નવાઝ શરીફે પોતાના દેશની સુપ્રીમ કોર્ટ પર સવાલો ઉઠાવ્યા છે.
મરિયમ નવાઝ શરીફે સુપ્રીમ કોર્ટને સવાલ કરતાં પુછ્યુ કે બંધારણને રદ્દ કરવામાં સામેલ હોવા છતાં ઇમરાન ખાનને સુપ્રીમ કોર્ટે સજા કેम ના આપી. તેને રવિવારે (26 ફેબ્રુઆરી) લાહોરમાં પાર્ટીની વકીલી શાખાઓ સાથે વાતચીત કરતાં આ મુદ્દો ઉઠાવ્યો હતો.
મરિયમ નવાઝ શરીફે કહ્યું કે, ઇમરાન ખાને વિરોધ પ્રદર્શનો દરમિયાન વારંવાર કોર્ટો પર હુમલો કરવા છતાં કોઇ મહત્વપૂર્ણ કાનૂની પરિણામનો સામનો નથી કર્યો. જ્યારે PML-N સુપ્રીમો નવાઝ શરીફને પનામા લીક જેવા નકીલ કોસોમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા, તેમને કહ્યું કે ઇમરાન ખાનને લાડલો માનવામાં આવી રહ્યા છે, જ્યારે અન્યની સાથે ગેરવ્યવહાર કરવામાં આવી રહ્યો હતો.
'કાનૂનની ધજ્જીયાં ઉડાવનારાઓને 5 મિનીટમાં જામીન' -
મરિયમ નવાઝ શરીફે કહ્યું ઇમરાન ખાન હજુ પણ લાડલો માનવામાં આવી રહ્યો છે, પરંતુ બીજાઓની સાથે ખોટો વ્યવહાર કરવામાં આવ્યો, ઇમરાન ખાનની રાજનીતિ તેની સુવિધા પહોંચાડનારાઓની આસપાસ ફરે છે. તેના સબૂતો હજુ પણ ન્યાયપાલિકામાં અવેલેબલ છે. એક વ્યક્તિ પાકિસ્તાનના કાનૂનની ધજ્જીયાં ઉડાવે છે, છતાં પાંચ મિનીટમાં તેને જામીન મળી જાય છે.
તેને હવે ન્યાયિક પ્રતિષ્ઠાનની શોધ કરી લીધી છે. મરિયમ નવાઝ શરીફે ઇમરાન ખાનની પત્ની બુશરા બીબી પર દુબઇમાં તોશખાના ગિફ્ટ વેચવાનો આરોપ લગાવ્યો હતો, તેને કહ્યું કે, જો ઇમરાન ખાનના હાથમાં દાગ નથી તો તેને કોર્ટમાં આરોપોનો જવાબ આપવો જોઇએ.
Pakistan Inflation: કંગાળ પાકિસ્તાને તોડ્યા મોંઘવારીના તમામ રેકોર્ડ, 46.65 ટકા પર પહોંચ્યો ફૂગાવો
Pakistan Inflation: કંગાળ પાકિસ્તાનની સ્થિતિ વધુને વધુ ખરાબ થઇ ચૂકી છે. આ દેશમાં લોકોને નાની વસ્તુઓ ખરીદવા માટે વધુ પૈસા ચૂકવવા પડી રહ્યાં છે. 22 માર્ચે સમાપ્ત થયેલા અઠવાડિયા દરમિયાન પાકિસ્તાનની શૉર્ટ ટર્મ વાર્ષિક મોંઘવારી દર (Pakistan Inflation) 46.65 ટકા વધ્યો છે. આ દેશના ઇતિહાસમાં પહેલીવાર છે જ્યારે દેશમાં આટલી મોંઘવારી વધી ગઇ છે.
પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સે શુક્રવારે કહ્યું કે, વધતી ખાદ્ય કિંમતોના કારણે મોંઘવારી દર (Inflation Increased in Pakistan)માં આટલો વધારો થયો છે. વળી, સપ્તાહ દરમિયાન મોંઘવારી દરમાં 1.80 ટકાનો વધારો થયો છે, ગયા અઠવાડિયા દરમિયાન શૉર્ટ ટર્મ વાર્ષિક મોંઘવારી દર 45.64 ટકા પર હતો.
26 વસ્તુઓની કિંમત વધી -
ગયા અઠવાડિયા દરમિયાન પાકિસ્તાનમાં 26 વસ્તુઓમાં વધારો થયો છે, જ્યારે 12 વસ્તુઓની કિંમતમાં ઘટાડો આવ્યો છે, જ્યારે 13 વસ્તુઓની કિંમતમાં કોઇ ફેરફાર નથી થયો, ટામેટાની કિંમત 71.77 ટકા, ઘઉંના લોટની કિંમત 42.32 ટકા, બટાટા 11.47 ટકા, કેળાની કિંમત 11.07 ટકા, બ્રાન્ડેડ ચાની કિંમત 7.34 ટકા, ખાંડની કિંમત 2.70 ટકા, દાળની કિંમત 1.57 ટકા અને ગોળની કિંમત 1.03 ટકા સુધી વધી છે.
આ વસ્તુઓની કિંમતમાં ઘટાડો -
જે વસ્તુઓની કિંમતોમાં ઘટાડો આવ્યો છે, તેમાં ચિકન માસની કિંમત 8.14%, મરચુ પાઉડર 2.31%, એલપીજી 1.31%, સરસોનું તેલ 1.19%, લસણ 1.19%, ખાવાનુ તેલ 0.21%, દાળ સામેલ છે. મગમાં 0.17%, દાળ મસૂરમાં 0.15% અને ઇંડામાં 0.03% નો વધારો થયો છે.
સૌથી વધુ કિંમત વધનારી વસ્તુઓ -
વર્ષ દરમિયાન ડુંગળીની કિંમતમાં સૌથી વધુ 228.28 ટકાનો વધારો થયો છે, આ પછી સિગારેટની કિંમત 165.88 ટકાનો વધારો થયો છે, ઘઉંનો લોટ 120.66 ટકા, ગેસ કિંમત પહેલી ત્રિમાસિકમાં 108.38 ટકા અને ડીઝલ 102.84 ટકા વધ્યો છે. દળેલુ મરચુ 9.56 ટકાનો સૌથી મોટો ઘટાડો છે.